Breaking News

વધુ એક ગુજરાતી કલાકાર દુનિયા માં ડકો વગાડ્યો, કીર્તિદાન ગઢવીની વધુ એક કીર્તિ, WTOના બન્યા બ્રાન્ડ એમ્બેસેડેર..

જ્યારે ગુજરાતના લોકપ્રિય કીર્તિદાન ગઢવીનો લોકડાયરો હોય અને પૈસાનો વરસાદ ના થાય એવું તો બને જ નહીં. ગુજરાતમાં તો તેમના ડાયરોમાં જશ્ન સાથે પૈસા ઉડે જ છે પરંતુ વિદેશમાં પણ તેમના ડાયરાની જમાવટ કંઈ ઓછી નથી હોતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ વધુ એક કીર્તિ પ્રાપ્ત કરી છે. કીર્તિદાન ગઢવી અમેરિકાની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશનના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. તેઓને વર્લ્ડ અમેજિંગ ટેલેન્ટ સર્ટિફિકેટ પણ એનાયત કરાયું છે. મહત્વનું છે કે વિશ્વભરમાં વર્લ્ડ રેકોર્ડ કરાવવામાં અમેરિકાની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશન મોખરાનું સ્થાન ધરાવે છે.

મિત્રો પ્રાપ્ત માહિતી અનુસાર 19 નવેમ્બર એટલે કે દેવ દિવાળીના રોજ અમેરિકા સ્થિત ન્યુજર્સી ખાતે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશનના ફાઉન્ડર અને સીઈઓ મિહિર બ્રહ્મભટ્ટ દ્વારા હજારો ભારતીયોની હાજરીમાં ઉપસ્થિત અમેરિકા સ્થિત વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિશ્વ વિખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવીને અમેઝિંગ ટેલેન્ટનું સર્ટિફિકેટ અને એવાર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અને તેમને વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા.ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ ગુજરાતી કલાકાર દ્વારા વિદેશની ધરતી પર 33થી વધુ પ્રોગ્રામ મોટા પાયે કરવામાં આવ્યા છે. તેમજ દીકરીઓ માટે અનેક આવનારા દિવસોમાં યોજનો થકી વિશ્વભરની દીકરીઓને પગભર કરવાનું આયોજન કરી રહ્યા છે. જેથી સમગ્ર ગુજરાત અને ભારત દેશનું ગૌરવ એવા કીર્તિદાન ગઢવીને વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન અમેરિકા દ્વારા બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા તે ખુબ જ આનંદ અને ગૌરવ વાત છે.

મિત્રો વિશ્વભરમાં વર્લ્ડ રેકોર્ડ કરાવવામાં અગ્રેસર તથા વર્લ્ડ રેકોર્ડ બ્રેક કરવામાં અમેરિકા સ્થિત વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન મોખરે સ્થાન ધરાવે છે. વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન અમેરિકા ઘણાંજ જુદા જુદા ક્ષેત્રે કામ કરી રહી છે. જેમાં અનેક કેટેગરીનો સમાવેશ થાય છે. જેમ કે વર્લ્ડ રેકોર્ડ, વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટ, ગ્લોબલ આઇકોન, ઇન્સ્પાયરિંગ હ્યુમન, કિડ્સ વર્લ્ડ રેકોર્ડ, બ્રાન્ડ પ્રમોશન સ્ટ્રેટેજી,એમ્પ્લોયમેન્ટ એંગેજ સ્ટ્રેટેજી, ટુરિઝમ પ્રમોટ,પ્રોડક્ટ લોન્ચ જેવી અનેક સર્વિસ આપવામાં આવે છે. સાથે સાથે દુનિયાભરમાંથી ટેલેન્ટને બહાર લાવવા ટેલેન્ટ શૉનું આયોજન, વાર્ષિક વર્લ્ડ રેકોર્ડ બુક, ઈ-ન્યુઝ પેપર, આ સિવાય તે વ્યક્તિગત, કોર્પોરેટ સેક્ટર, ગવર્મેન્ટ, સંસ્થા તમામની જુદા જુદા ક્ષેત્રે નોંધ લઇ સંપૂર્ણ ચકાસી જેઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવે છે.

સોમવારે અમેરિકાના એટલાન્ટામાં કીર્તિદાનનો લોકડાયરો યોજાયો હતો. જેમાં કીર્તિદાને પોતાના ગાયનથી જમાવટ પાડી હતી. એમાંય `લીલી લીંબડી રે..` ગીત ગાતાં જ અમેરિકામાં વસતા ગુજરાતીઓ ફુલ મોજમાં આવી ગયા હતા અને કીર્તિદાન ગઢવી પર પૈસાનો વરસાદ કરવા લાગ્યા હતાં. અમેરિકામાં લોકડાયરમાં મોજ આવતાં ગુજરાતી મહિલાઓએ પણ કીર્તિદાન પર ડોલરની થપ્પી ઉડાડી હતી. આ સાથે જ તે મહિલાઓ ગીતના રંગમાં રંગાઈ હતી.આપને જણાવી દઈએ કે, આ પહેલા USAના એક કાર્યક્રમમાં ગુજરાતીઓ સહિત ભારતીયોને કીર્તિદાન ગઢવીએ ગરબામાં રમઝટ બોલાવી દીધી હતી. ત્યારે કીર્તિદાનના કંઠે ગવાયેલા ગીત અને ગરબામાં ડોલરનો વરસાદ થયો હોવાના અહેવાલ સામે આવ્યા હતા. કીર્તિદાન ચાલુ વર્ષે નવરાત્રિમાં USAની ભૂમિ પર સતત અલગ અલગ સિટીમાં ગરબા મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. તેમણે અમેરિકામાં પ્રી-નવરાત્રિ કાર્યક્રમમાં રમઝટ બોલાવી હતી. ગઢવી હાલ અમેરિકાના પ્રવાસે છે.

આ પહેલા અમેરિકાના હ્યુસ્ટનમાં કીર્તિદાન ગઢવીનો લોકડાયરો યોજાયો હતો, જેમાં ગુજરાતીઓએ મન મૂકીને ડોલરનો વરસાદ કર્યો હતો અને મન મુકીને ડાયરાને માણ્યો હતો થોડા સમય પહેલાં એટલે નવરાત્રિ પહેલાં અમેરિકાના શિકાગોમાં પ્રી-નવરાત્રિ કાર્યક્રમમાં ગુજરાતીઓએ મન મૂકીને રાસ-ગરબા કર્યા હતા, જેમાં કીર્તિદાનના ગરબાની રમઝટમાં ડોલર ઊડ્યા હતા.ત્યાર બાદ લોકગાયક કીર્તિદાન ગઢવીએ સોશિયલ મીડિયામાં લોકડાયરાની તસવીરો તથા વીડિયો શૅર કર્યા હતા. અમેરિકાના શિકાગોમાં પ્રી-નવરાત્રિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેમને બોલાવવામાં આવ્યા હતા, જ્યાં ગુજરાતીઓએ ડોલરનો વરસાદ કરાયો હતો.અત્રે નોંધનીય છે કે કીર્તિદાનનો પહેલો શો અમેરિકાના શિકાગોમાં થયો હતો. ત્યાર બાદ તેઓ ડલ્લાસ, એટલાન્ટા, હ્યુસ્ટન, ન્યૂજર્સી વગેરે જગ્યાએ શો યોજશે એવું જાણવા મળી રહ્યું છે.

About bhai bhai

Check Also

91 વર્ષની ડોસીએ મિત્રના યુવાન પુત્ર સાથે કર્યા લગ્ન, પછી હનીમૂન પર જે થયું તે કોઈ માની ન શકે..

જ્યારે એક છોકરો અને છોકરી લગ્ન કરે છે ત્યારે તેમની વચ્ચે ઉંમરમાં બહુ અંતર હોતું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *