દેશના બુલિયન માર્કેટમાં આજે શુક્રવારના રોજ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોનાના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. દેશમાં 22 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 47950 છે. જે અગાઉના દિવસે 47350 હતી.10 ગ્રામદીઠ 600 રૂપિયા નોંધપાત્ર વધારો થયો છે. લખનૌમાં તેની કિંમત 48100 જણાવવામાં આવી રહી છે અને જે આગલા દિવસે 47500 હતી.
ગુડ રિટન્સ વેબસાઇટ અનુસાર શુક્રવાર 25 માર્ચના રોજ દિલ્હીમાં સોના-ચાંદીના બજાર માં 24 કેરેટ સોનાના 10 ગ્રામ ની કિંમત 52310 રૂપિયા છે. તેના આગલા દિવસ ના ભાવ કરતાં 640 રૂપિયા વધ્યો છે અને તે સમયે 22 કેરેટ સોનાના 10 ગ્રામ ની કિંમત 47950 રૂપિયા નોંધાઇ હતી જે ગઈકાલ ની કિંમત કરતાં 600 રૂપિયા વધારે છે.બીજી તરફ આજે ચાંદીના ભાવમાં પણ વધારો થયો હતો.
દેશ માં 24 કેરેટ સોનાના 10 ગ્રામ ની કિંમત આજે 52310 રૂપિયા છે.આગલા દિવસે પણ આ કિંમત 51670 રૂપિયા હતી અને તે સમયે લખનઉમાં આજના ભાવ 52450 રૂપિયા છે જ્યારે ગઈકાલે સોનાનો ભાવ 51820 હતો. તમને જણાવી દઈએ કે ઉપરોક્ત સોનાના દર સૂચક છે અને તેમાં GST,TCS અને અન્ય શુલ્ક સામેલ નથી.
ચાંદીના ભાવ ની વાત કરવામાં આવે તો લખનઉ માં પણ ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. આજરોજ એક કિલો ચાંદીનો ભાવ 68500 રૂપિયા પ્રતિ કિલો છે અને ચાંદીના વર્તમાન ભાવમાં અગાઉના દિવસના ભાવ કરતા 900 રૂપિયા નો મોટો વધારો જોવા મળ્યો છે.
આપને જણાવી દઇએ કે હંમેશા સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ફરજિયાત પણે ધ્યાન રાખવું જોઈએ. સોનાના દાગીના હોલમાર્ક જોઈને જ ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે.હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ,નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.મિસ કોલ આપીને આ રીતે સોનાની નવીનતમ કિંમત જાણો.
તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.