બાજરા ના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી,રાજ્યની આ માર્કેટયાર્ડ માં બાજરા નો બોલાયો એટલો બધો ભાવ કે જાણીને…

0
690

ખેડૂત્તમિત્રો આપણે બધા જાણીએ છીએ કે ગયા વર્ષે વાતાવરણ ની અનિયમીતતા ના કારણે દરેક પાક નું ઉત્પાદન ખુબ જ ઓછું થયું હતું અને બીજી બાજુ પાકની માંગ વધારે હોવાને કારણે પાક ના ભાવ આસમાની સપાટીએ પહોંચ્યા હતા.તો તમે જાણતા જ હશો કે, માર્કેટ યાર્ડમાં તમામ પાકોના ભાવમાં મોટો વધારો થઇ રહો છે જેથી ખેડૂતો ખુશ છે.

મિત્રો તમને જાણીને ખુશી થશે કે APMC માં બાજરા ના ભાવ ખૂબ જ સારા નોંધાયા છે. વાત કરીએ આણંદ ના ઉમરેઠ માર્કેટયાર્ડ ની તો અહી બાજરા ના મહત્તમ ભાવ 2200 બોલાઈ રહ્યા છે જ્યારે સરેરાશ ભાવ 2180 નોંધાયા છે. મહેસાણા ની વિસનગર માર્કેટ યાર્ડમાં બાજરા ના મહત્તમ અને સરેરાશ ભાવ અનુક્રમે 2210 અને 1982 છે.

પાલનપુર માર્કેટ યાર્ડમાં બાજરાના મહત્તમ ભાવ અને સરેરાશ ભાવ 2200 થી 2075 રૂપિયા ચાલી રહ્યા છે. ખેડા ના કપડવંજ માં બાજરાના મહત્તમ ભાવ 429 અને સરેરાશ ભાવ 404 છે. દહેગામ માં બાજરાના મહત્તમ ભાવ 2415 અને સરેરાશ ભાવ 2395 છે.જસદણ માર્કેટ યાર્ડમાં બાજરાના મહત્તમ ભાવ અને સરેરાશ ભાવ 2250 થી 2000 રૂપિયા ચાલી રહ્યા છે

રાજકોટ માર્કેટ યાર્ડમાં બાજરીના મહત્તમ ભાવ 2100 અને સરેરાશ ભાવ 1750 છે. અને જૂનાગઢ ની માંગરોળ માં બાજરાના મહત્તમ અને સરેરાશ ભાવ અનુક્રમે 2300 અને 2250 નોંધાયા છે. પોરબંદર માં બાજરાના મહત્તમ ભાવ 2000 અને સરેરાશ ભાવ 1750 બોલાઈ રહ્યા છે.

બાજરાના સારા એવા ભાવ મળી રહેતા ખેડૂતોમાં ખુશી નો માહોલ સર્જાયો છે. બાજરાના સંતોષકારક ભાવ મળી રહેતા ખેડૂતો પોતાનો પાક વેચવા માટે તૈયાર થયા છે. આ વર્ષે બાજરાના ભાવ સારા એવા નોંધાતા માર્કેટ યાર્ડમાં ખેડૂતોની ભીડ ઉમટી છે.આપણે જણાવી દઈએ કે ઉપરોક્ત જણાવેલ ભાવ મણદીઠ પ્રમાણે આપેલ છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.