Breaking News

કોઈપણ પૂજા-પાઠ કરતાં પેહલાં ખાસ યાદ રાખીને કરી લેજો આટલુ કાર્ય, માંગી દરેક ઈચ્છા થઈ જશે પુરી…..

ભગવાનને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે સવાર-સાંજ તેમની પૂજા કરવી. આ પૂજા કરવાના ઘણા નિયમો અને પદ્ધતિઓ છે. દરેક લોકો પૂજા માટે તેમની પોતાની રીતનો ઉપયોગ કરે છે. જો કે, તેમાં કેટલાક સામાન્ય નિયમો અથવા સારી વસ્તુઓ છે. જો તમે પૂજા દરમિયાન આ કામો કરો છો તો આ તમારા માટે ફાયદાકારક છે. ભગવાન તેનાથી જલ્દી પ્રસન્ન થાય છે અને તમને ઇચ્છિત ફળ આપે છે.

સનાતન ધર્મમાં પ્રાત: કાળ અને સંધ્યાકાળનો સમય ભગવાનની ભક્તિ અને પૂજા માટે દર્શાવવામાં આવ્યો છે. આથી પ્રત્યેક મનુષ્યે પોતાના ઇષ્ટ દેવનું ધ્યાન અવશ્ય ધરવું જોઇએ. દરેક ધર્મના લોકો ઇશ્વરને માને છે દરેકનો ઇશ્વર પ્રત્યેનો લગાવ અને ભક્તિ કરવાની રીતભાત અલગ અલગ હોય છે. હિંદુ સનાતન ધર્મમાં દેવી દેવતાઓની મૂર્તિ સ્વરૂપની પૂજા કરવી જોઇએ. મંદિરે કે ઘરે બહાર પૂજા તેમજ આસ્થાનું કેન્દ્ર હોય છે.

મનુષ્ય તેના ઇષ્ટનું ધ્યાન ધરે છે અને પૂજા કરવાની સાથે સાથે ભક્તિમાં લીન થાય છે. જો કે પૂજા કરતી વખતે કેટલીક વસ્તુઓનું ધ્યાન જરૂરથી લેવુ જોઇએ. જો તમે પૂજાના નિયમોનું પાલન ન કરો તો તમને તેનું ફળ પ્રાપ્ત થતુ નથી.સનાતન ધર્મમાં માનનાર પ્રત્યેક વ્યક્તિના ઘરમાં એક નાનકડુ પૂજા સ્થાન જરૂરથી હોવા જોઇએ. જ્યાં ઇશ્વરની પૂજા કરી શકાય. આ સ્થાન પર દેવી-દેવતાઓ બીરાજમાન થાય છે આથી આ સ્થાનને પવિત્ર રાખવું જરૂરી છે. જો તમે રોજ પૂજા ન કરો તો પણ મંદિરની સાફ સફાઇ તો જરૂરથી રાખો.

પૂજા કરતા પહેલા પૂજા સ્થળને સાફ કરો. લોકો દિવસમાં માત્ર એક જ વાર સફાઈ કરે છે. પરંતુ જો તમે સવાર-સાંજ બંને ટાઈમ પૂજા કરી રહ્યા છો, તો તે સ્થાનની આસપાસની જગ્યાને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો. ભગવાન નું જ્યાં મંદિર છે તેની સ્વચ્છતાની પણ કાળજી લેવી જોઈએ. સ્વચ્છતા હકારાત્મક ઉર્જા લાવે છે જ્યારે ગંદકી નકારાત્મક ઉર્જાને આમંત્રણ આપે છે.

પૂજા શરૂ કરતા પેહલા પાંચ મિનિટ મન ને શાંત કરો. તેનો અર્થ એ કે તમારા મનને સ્થિર, શાંત અને સકારાત્મક બનાવો. જ્યારે પણ તમે ભગવાનની ઉપાસના કરો છો ત્યારે તમારું મન સકારાત્મક હોવું જોઈએ. મનમાં કોઈ ખોટું કે ખરાબ વિચારો ન હોવા જોઈએ. તેથી, ઉપાસનામાં બેસતા પહેલા તમારે તમારું મન શાંત કરવું જોઈએ.

પૂજા કરતી વખતે હંમેશા સવાર-સાંજ બે દીવા લગાવો. આરતી માટે પ્રથમ દીવો વાપરો, જ્યારે બીજો દીવો હલાવ્યા વિના એક જ જગ્યાએ પ્રગટાવવો જોઈએ. આ બંને દીવામાં ઘીના કરો ફક્ત હનુમાનજી અથવા શનિદેવની પૂજા દરમિયાન તેલનો દીવો વાપરો. પૂજામાં તમારે કુમકુમ અને ચોખા જેવી ચીજોનો ઉપયોગ કરવો જોઈએ. ભગવાનને ચંદનનાં તિલક પણ લગાવો. તે નસીબ ખોલે છે.

ઘરનું રસોડુ એક અવુ સ્થાન છે જ્યાં નિયમિત રીતે ભોજન બનાવવામાં આવે છે. આથી આ જગ્યા સાથે સમગ્ર પરિવારની તબિયત સાથે જોડાયેલ હોવાથી ખુબજ મહત્વનું છે. રસોડામાં માં અન્નપૂર્ણાનો વાસ હોય છે. રસોઇની રોજ સફાઇ ખુબજ જરૂરી છે. અવ્યવસ્થિત અને ગંદુ રસોડુ હોય તો મા અન્નપૂર્ણા દેવી નારાજ થાય છે. જેના કારણે તમારે રોજબરોજ પારાવાર મુશ્કેલીઓ ઉઠાવવી પડે છે.ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે શરીર સાથે મનનું સ્વચ્છ હોવુ જરૂરી છે. જો તમે કોઇ ખોટુ કાર્ય કરો છો , બીજાની ઇર્ષા કે નિંદા કરો છો મનમાં કોઇ માટે ખરાબ વિચાર કરો છો તો તમને ક્યારેય પૂજાનું ફળ પ્રાપ્ત નહી થાય.

આથી હંમેશા સત્કાર્ય કરવા મનમાં શુદ્ધતા લાવવી ત્યારેજ પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થશે. લોકો પોતાનાથી કમજોર લોકો અને વડીલોનું અપમાન કરો છો તો ભગવાનની કૃપા પ્રાપ્ત થતી નથી. ઘરમાં રહેલા વડીલોનું સન્માન ન જળવાય તો પૂજા વ્યર્થ છે.કેટલાક લોકો એવા હોય જે પોતાના ઘરે આવેલ મહેમાન ને પાણી નું પણ પૂછતાં નથી. મહેમાન હોય કે કોઈ કામ કરવાવાળા તેમણે સ્વચ્છ પાણી આપવું જોઈએ. આવા ઘર માં અચાનક જ કોઈ સંકટ આવી પડે છે.

પૂજા મંદિરની સામે અથવા નીચે સ્વસ્તિક ચિહ્ન બનાવવું શુભ છે. આને કારણે, ત્યાંનું વાતાવરણ હંમેશા હકારાત્મક રહે છે.પૂજા અને આરતી પૂરી થયા પછી ભગવાનને પ્રસાદ અર્પણ કરો. પ્રસાદ કંઈપણ હોઈ શકે છે. ઘરના સાથીઓએ સાથે મળીને આ પ્રસાદી ખાવી જોઈએ. તેનાથી પરિવારમાં તકરાર થતી નથી. શાંતિ પ્રવર્તે છે.

કળશ, શંખ, ઘંટ જેવી ચીજોને પૂજા સ્થળે રાખવી જ જોઇએ. આ સિવાય તમે મોર પીંછ અને પૂજા સોપારી પણ રાખી શકો છો.હંમેશાં સ્નાન કર્યા પછી પૂજા પાઠ કરવો જોઈએ. જો તમે સ્નાન કર્યા પછી ટોયલેટ જાઓ છો, તો ફરી સ્નાન કરો અને પછી પૂજા કરવા બેસો.પૂજા દરમિયાન, આરતી પ્લેટ હંમેશાં યોગ્ય દિશામાં ફેરવવી જોઈએ એટલે કે ઘડિયાળની દિશામાં. ડાબી બાજુ આરતી કરવી એ ખોટું છે.પૂજા દરમિયાન ભગવાનના ચરણોમાં માથું નમાવવાનું ભૂલશો નહીં.

About bhai bhai

Check Also

આ ચમત્કારિક યંત્રમાં થી ઘરમાં રાખીલો કોઈપણ એક ઉપાય થઈ જશો કરોડપતિ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, તંત્ર શાસ્ત્રમાં યંત્રને અત્યંત શક્તિશાળી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *