Breaking News

કોઈપણ જાતનું વ્યસન છોડવું હોય તો કરીલો આ ઘરેલું ઉપાય, ફટાફટ જાણીલો આ ઉપાય વિશે.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનુ હાર્દિક સ્વાગત છે. દારૂની લત કદાચ એક સૌથી ગંદો નશો હોય છે. જો આપે દારૂની આદત છોડવાનો નિર્ણય કરી લીધો છો, તો અમે આપને બતાવીશું કે આ એટલુ મુશ્કેલ નથી કે જેટલું લાગે છે. મહિનામાં એક વાર પીવું યોગ્ય છે, પરંતુ કેટલાક લોકો એક અઠવાડિયામાં ત્રણથી ચાર વખત પીવે છે.

હકીકતમાં કેટલાક લોકો તો દરરોજ પીવે છે. જો આપ દરરોજ પીવો છો, તો તે આપનાં આરોગ્ય પર નકારાત્મક અસર નાંખી શકે છે. આપણે સૌ જાણીએ છીએ કે દારૂ પીવાથી ઘણી બધી પ્રાણઘાતક બીમારીઓ થઈ શકે છે. તેથી સારૂં રહેશે કે આ લતને છોડી જ દેવામાં આવે. આ જ વાત પર આજે આપણે કેટલાક ઘરગથ્થુ ઉપચારો જણાવીશું કે જેથી આપને દારૂની લતમાંથી છુટકારો મળી જશે.

કદ્દૂનાં બીજ.કદ્દૂનાં બીજમાં ઍમીનો એસિડ હોય છે કે જે મૂડને સ્થિર કરવામાં મદદ કરે છે અને દરરોજ દારૂ પીવાની ટેવને ઓછી કરે છે. કારેલા.કારેલા આપનાં શરીરમાંથી નશાને બહાર કાઢવામાં મદદ કરશે તથા લીવર ડૅમેજને સાજું કરશે. થોડાક કારેલામાંથી જ્યુસ કાઢો અને તેમાંથી 3 ચમચી જ્યુસ 1 ગ્લાસ છાશ સાથે મેળવો. આ જ્યુસને દરરોજ સવારે નરણા કોઠે પીવો.

સિંહપર્ણી.દારૂ પીતા-પીતા જ્યારે તેની આદત છોડવી પડે છે, તો લીવર અને બાઇલ જ્યુસને સાજા કરવામાં સિંહપર્ણીના મૂળ બહુ કામ આવે છે. સિંહપર્ણીની જડોને 1 કપ પાણીમાં ઉકાળીને ગાળી લો અને દિવસમાં 2થી 3 વખત પીવો. ખારેક (ખજૂર).જ્યારે-જ્યારે દારૂ પીવાનો મૂડ કરે, તો ખજૂર ખાઈ લો. તેનાથી દારૂની તલબ ઓછી થઈ જાય છે અને સાથે જ લીવર પણ સાફ થાય છે. 1 કપમાં 4-5 ખજૂર પલાડો અને પછી તેમાંથી બીજને જુદા કરી ખાવો. આવું 1-2 મહિના કરો, આપને ફાયદો મળશે.

સિલેરી.સિલેરી માત્ર દારૂનો નશો છોડાવવામાં જ મદદ નથી કરતી, પણ શરીરમાં એકત્ર અન્ય ગંદકીઓને પણ બહાર કાઢે છે. બસ અડધી ગ્લાસ સિલેરીનો જ્યુસ પોતાનાં અડધા ગ્લાસ ગરમ પાણીમાં મિક્સ કરો અને દિવસમાં બે વખત પીવો. નારિયેળ તેલ.દારૂ પીવાથી મગજનાં મેટાબૉલિઝ્મમાં ચેંજ આવે છે, પરંતુ નારિયેળ તેલમાં એંટી-ઑક્સીડંટ હોવાનાં કારણે તે બ્રેનને હીલ કરે છે. આપે બસ દરરોજ પોતાનાં ભોજોનમાં નારિયેળ તેલની 2 ચમચી મિક્સ કરવાની રહેશે.આ ઉપરાંત બીડી પીવાની તલપ ન ઉપડે ગુટકા ખાવાની તલપ ન ઉપડે. દારૂ પીવાની તલપ ન ઉપડે. તે માટે ખુબ સારા બે ઉપાય છે જે ખુબ સરળતાથી કરી શકાય છે. પહેલા એ કે જેને વારંવાર તલપ ઉપડે છે જે પોતાની તલપ ઉપર કાબુ નથી રાખી શકતા તેનો અર્થ એ છે કે તેમનું મન નબળું છે.

પહેલા મનને મજબુત બનાવો. મનને મજબુત બનાવવાનો સૌથી સારો ઉપાય છે પહેલા થોડી વાર આરામથી બેસી જાવ. પલોઠી વાળીને બેસી જાવ. જેને સુખાસન કહે છે. અને પછી આંખો બંધ કરી લો પછી તમારૂ જમણું નાક બંધ કરી લો અને માત્ર ડાબા નાકથી શ્વાસ ભરો અને છોડો. ફરી શ્વાસ ભરો અને છોડો ફરી શ્વાસ ભરો અને છોડો. ડાબા નાકમાં ચન્દ્ર નાડી હોય છે અને જમણા નાકમાં સૂર્ય નાડી.

ચન્દ્ર નાડી જેટલી સક્રિય થશે તેટલું માણસનું મન મજબુત થશે. અને તેનાથી સંકલ્પ શક્તિ વધે છે. ચદ્ર નાડી જેટલી સક્રિય થઇ જશે તમારા મનની શક્તિ એટલી જ મજબુત બનતી જશે. અનેતમે એટલા સંકલ્પશાળી થઇ જશો. અને જે વાત નક્કી કરી લેશો તે ખુબ સરળતાથી કરી શકશો. તો પહેલા રોજ સવારે 5 મિનીટ સુધી નાકની જમણી બાજુ ને દબાવીને ડાબી બાજુથી શ્વાસ ભરો અને છોડો, આ એક પદ્ધતિ છે. અને ખુબ સરળ છે.

બીજી પદ્ધતિ છે તમારા ઘરમાં એક આયુર્વેદિક ઔષધી છે જેને તમે બધા ખુબ સારી રીતે જાણો છો અને ઓળખો છો. રાજીવ ભાઈએ તેનો ખુબ ઉપયોગ કર્યો છે લોકોને નશાની ટેવ છોડાવવા માટે. અને તે ઔષધિનું નામ છે આદુ. અને સરળતાથી સૌના ઘરમાં હોય છે. આ આદુના ટુકડા કરી લો નાના નાના, તેમાં લીંબુ નીચોવી દો, થોડું કાળું મીઠું ભેળવી લો અને તેને તડકામાં સુકવી લો.

સુકાઈ ગયા પછી જયારે તેનું બધું પાણી દુર થઇ જાય તો આ આદુના ટુકડાને તમારા ખિસ્સામાં મૂકી દો. જયારે પણ ગુટકા ખાવાની કે તમ્બાકુ ખાવી છે બીડી સિગરેટ પીવી છે. તો તમે એક આદુનો ટુકડો કાઢો અને મોઢામાં મુકીને ચૂસવાનું શરુ કરી દો. અને આ આદુ એવી અદ્દભુત વસ્તુ છે તમે તેને દાંતથી તોડશો નહી અને સવાર થી સાંજ સુધી મોઢામાં રાખો સાંજ સુધી તમારા મોઢામાં સુરક્ષિત રહે છે. તેને ચૂસતા રહો તમને ગુટકા ખાવાની તલપ જ નહી ઉપડે. તમ્બાકુ સિગરેટ લેવાની ઈચ્છા જ નહી થાય દારૂ પીવાનું મન જ નહી થાય.

ખુબ સરળ છે ફરીથી જોઈ લો.(ગુટખા, માવા વાળા માટે સૌથી નીચે ૨ નંબર ની દવા પણ કરવી).આદુના ટુકડા કરી લો નાના નાના તેમાં લીંબુ નીચોવી દો થોડુ કાળું મીઠું ભેળવી દો અને તેને તડકામાં સુકવી લો. સુકાઈ ગયા પછી જયારે તેનું બધું પાણી દુર થઇ જાય તો આ ટુકડાને તમારા ખિસ્સામાં મૂકી દો. ડબ્બીમાં રાખો પડીકા બનાવીને રાખો જયારે તલપ ઉપડે તો ચૂસો.

જેવો તેનો રસ લાળમાં ભળવાનો શરુ થઇ જશે તમે જોશો તેની ચમત્કારી અસર થશે તમને ફરી ગુટકા-તમ્બાકુ-દારૂ-બીડી સિગરેટ વગેરે ની ઈચ્છા જ નહી થાય. સવાર થી સાંજ સુધી ચૂસતા રહો. અને 10-15-20 દિવસ સતત કરી લો. તો હમેશા માટે નશાની ટેવ છૂટી જશે.તમે કહેશો કે આદુમાં એવી કઈ વસ્તુ છે.આ આદુમાં એક એવી વસ્તુ છે જેને આપણે રસાયણશાસ્ત્ર (કમિસ્ટ્રી) માં કહે છે સલ્ફર. આદુમાં સલ્ફર ખુબ વધુ પ્રમાણમાં હોય છે. અને જયારે આપણે આદુને ચુસીએ છીએ જે આપણી લાળ સાથે ભળીને અંદર જવા લાગે છે. તો તે સલ્ફર જયારે લોહીમાં ભળવા લાગે છે. તો તે અંદર એવા હાર્મોનને સક્રિય કરી દે છે. જે આપણા નશો કરવાની ટેવને દુર કરે છે.

અને વિજ્ઞાનના જે સંશોધન છે આખું વિશ્વમાં તે આવું માને છે કે કોઈ માણસ નશો ત્યારે કરે છે. જયારે તેને શરીરમાં સલ્ફર ની ઉણપ થાય છે. તો તેને વારંવાર તલપ લાગે છે બીડી સિગરેટ તમ્બાકુ વગેરે. તો સલ્ફરનું પ્રમાણ તમે પૂરું કરી દો તો બહારથી તલપ દુર થઇ જશે. તેનું રાજીવભાઈએ હજારો લોકો ઉપર પરીક્ષણ કર્યું અને ખુબ સારા પરિણામ સામે આવ્યા છે. વગર કોઈ ખર્ચ કર્યે દારૂ છૂટી જાય છે બીડી સિગરેટ દારૂ ગુટકા વગેરે છૂટી જાય છે. તો તમે તેનો ઉપયોગ કરો. અને તેનો બીજો ઉપયોગની રીત વાચો.

આદુના સ્વરૂપમાં સલ્ફર ભગવાને ખુબ વધુ પ્રમાણમાં આપેલ છે. અને સસ્તું છે. તે સલ્ફરને તમે હોમિયોપેથી ની દુકાનમાંથી મેળવી શકો છો. તમે કોઈપણ હોમિયોપેથી ની દુકાનમાં જશો અને વેપારીને કહો કે મારે સલ્ફર નામની દવા જોઈએ છીએ. તે આપી દેશે તમને બોટલમાં ભરેલી દવા આપશે. અને સલ્ફર નામની દવા હોમિયોપેથી માં પાણી જેવું આવે છે પ્રવાહી તરીકે આવે છે જેનો આપણે Dilution કહીએ છીએ અંગ્રેજીમાં.

તો આ પાણી જેવી આવશે જોવામાં તેવી જ લાગશે આ પાણી છે. 5 મી.લી. દવાની બોટલ 5 રૂપિયામાં આવે છે. અને તે દવાનું એક ટીપું જીભ ઉપર નાખી દો સવારે સવારે ખાલી પેટ. પછી બીજા દિવસે એક ટીપું નાખી દો. 3 ડોઝ લેતા જ 50 થી 60 % લોકોને દારૂ છૂટી જાય છે. અને જે વધુ બંધાણી છે. જેમની સવાર દારૂથી શરુ થાય છે અને સાંજ દારૂથી પૂરી થાય છે. તે લોકો અઠવાડિયામાં બે બે વખત લેતા રહો તો એક મહિના સુધી કરો મોટા મોટા વ્યસનીઓનો દારૂ છૂટી જશે. રાજીવભાઈએ આવા તો ઘણા બધાનો દારૂ છોડાવી દીધેલ છે. જે સવારથી પીવાનું શરુ કરે છે અને રાત સુધી પિતા રહે છે. તેમનો પણ દારૂ છૂટી ગયેલ બસ એટલું છે કે બે ત્રણ મહિનાનો સમય લાગ્યો.

તો આ સલ્ફર આદુમાં પણ છે. હોમિયોપેથી ની દુકાનમાં પણ મળે છે. તમે સરળતાથી ખરીદી શકો છો. પણ તમે જયારે હોમિયોપેથી ની દુકાને ખરીદવા જશો તો તે તમને પૂછશે કેટલી તાકાત વાળી દવા આપું ?એટલે કે કેટલી શક્તિ ની દવા આપું. તો તમે તેને કહો કે 200 શક્તિ ની દવા આપો. તમે સલ્ફર 200 કહીને પણ માગી શકો છો. પણ જે ખુબ જ વ્યસની છે તેમના માટે તમે 1000 શક્તિ ની દવા લો. તમે 200 મી.લી. ની બોટલ ખરીદી લો એક 150 રૂપિયામાં મળશે. તમે તેનાથી 10000 લોકોનો દારૂ છોડાવી શકો છો. માત્ર એક બોટલથી. પણ સાથે તમારું મન મજબુત બનાવવા માટે રોજ સવારે ડાબા નાકથી શ્વાસ લેવો. અને તમારી ઈચ્છાશક્તિ મજબુત કરો.

હવે એક ખાસ વાત.ખુબ વધુ ચા અને કોફી પીવા વાળાના શરીરમાં આર્સેનિક તત્વની ઉણપ હોય છે. તેના માટે તમે આર્સેનિક 200 નો પ્રયોગ કરો. માવા, ગુટકા,તમ્બાકુ, સિગરેટ, બીડી પીવા વાળાના શરીરમાં ફોસ્ફરસ તત્વની ઉણપ હોય છે. તેના માટે તમે ફોસ્ફરસ 200 નો પ્રયોગ કરો. અને દારૂ પીવાવાળા માં સૌથી વધુ સલ્ફર તત્વ ની ઉણપ હોય છે. તેના માટે તમે સલ્ફર 200 નો પ્રયોગ કરો. સૌથી પહેલા શરૂઆતમાં આદુ થી જ કરો.

About bhai bhai

Check Also

એક સામાન્ય ફૂલ નો આ રીતે ઉપયોગ કરશોતો બીપી,કફ અને વાળની તમામ સમસ્યાઓનો આવી જશે અંત, જાણીલો ફટાફટ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, જાસૂદ આમ તો બધી જગ્યાએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *