કુંવારો નથી પોપટલાલ,આટલી હોટ છે તેની પત્ની,ભલભલી બોલીવૂડના અભિનેત્રી પણ છે તેની આગળ ફીકી……..

તારક મહેતા કા ઉલટાહ ચશ્મા એ ટીવી ઇન્ડસ્ટ્રીનો એક લોકપ્રિય શો છે. આ સિરિયલના દરેક પાત્રએ કોમેડીથી લોકોનું દિલ જીતી લીધું છે. ચાલો આપણે જાણીએ કે સિરિયલમાં દેખાતું પાત્ર તેની વાસ્તવિક જીવનમાં એકદમ અલગ છે. પોપટલાલ એક એવા પાત્ર છે જે શો માં પોપટલાલ કુંવારા છે.તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના તમામ કિરદારોને ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને આ તમામ કલાકારોએ દર્શકોના દિલોમાં એક ખાસ સ્થાન મેળવ્યુ છે. તેમાં પોપટલાલનું નામ પણ સામેલ છે. શૉમાં પોપટલાલ હંમેશા પોતાના લગ્નની વાત કરતા નજરે આવે છે.

13 વર્ષ થઇ ચુક્યા છે પરંતુ પોપટલાલને હજુ સુધી કોઇ જીવનસાથી નથી મળ્યો અને તે તેની તલાશમાં છે. પરંતુ શું તમે જાણો છો કે પોપટલાલને રોલ પ્લે કરનાર એક્ટર શ્યામ પાઠક અસલ જીવનમાં પરણિત છે અને 3 બાળકોના પિતા છે.શ્યામ પાઠક સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. તે શૉના કાસ્ટ સાથે તો તસવીરો શેર કરતા જ રહે છે પરંતુ ફેમીલી સાથે પણ તે પોતાની તસવીરો શેર કરતા રહે છે.

શ્યામ પાઠકની મેરિડ લાઇફની વાત કરીએ તો તેણે વર્ષ 2003માં રેશમી પાઠક સાથે લગ્ન કર્યા હતા. તેનો અર્થ એ છે કે રિયલ લાઇફમાં પોપટલાલના લગ્નના 17 વર્ષ થઇ ચુક્યા છે.આ લગ્નથી તેમને 3 બાળકો પણ છે. અહેવાલો અનુસાર શ્યામ રીઅલ લાઈફમાં મેરિડ છે.તે તેની પત્ની રેશમીને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં મળ્યા હતા બંને પહેલા મિત્ર બન્યા અને પછી દોસ્તી ધીરે ધીરે પ્રેમમાં ફેરવાઈ. બંનેએ પરિવારના સભ્યોને કહ્યા વગર જ લગ્ન કરી લીધાં. શરૂઆતમાં, બંનેના પરિવારજનો નારાજ થયા પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ બંને પરિવારે તેમને અપનાવી લીધા. શ્યામ અને રેશ્મીને ત્રણ બાળકો છે. પુત્રીનું નામ નિયતિ અને મોટા પુત્રનું નામ પાર્થ છે. જ્યારે તેમના નાના પુત્રનું નામ શિવમ છે.

શ્યામ પાઠક પોતાના બાળકો સાથે પણ ઢગલાબંધ તસવીરો શેર કરતા રહે છે. જણાવી દઇએ કે પોપટલાલનુ કેરેક્ટર પ્લે કરનાર શ્યામ પાઠકની ઘણી મોટી ફેન ફોલોઇંગ પણ છે.તેમની છત્રી લઇને ચાલવાની સ્ટાઇલ, લગ્નને લઇને હંમેશા એક બેચેની, તેમનો ગુસ્સો અને ગુસ્સામાં ‘દુનિયા કો હિલા દુંગા’ કહેવુ દર્શકોને ખૂબ જ પસંદ આવે છે.દર વર્ષે ગોકુલધામના રહેવાસીઓ તેવો પ્રયાસ કરે છે કે પોપટલાલ લગ્નના બંધનમાં બંધાઇ જાય. પોપટલાલ ગત 13 વર્ષોથી (શૉની શરૂઆતથી) ગોકુલધામવાસીઓ પાસે અપેક્ષા રાખે છે કે તેઓ તેમના લગ્ન ક્યાંકને ક્યાંક તો કરાવી જ દેશે પરંતુ હજુ સુધી આ શક્ય બન્યુ નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેતા શ્યામ પાઠકની સંપત્તિ 15 કરોડ રૂપિયા છે. આ સાથે શ્યામ પાસે 50 લાખ રૂપિયાની મર્સિડીઝ કારની પણ માલિકી છે. ‘તારક મહેતા કા ઉલટાહ ચશ્મા’ના દરેક એપિસોડ માટે, શ્યામ પાઠક એટલે કે પોપટલાલ આશરે 60 હજાર રૂપિયા લે છે. હવે આ પ્રમાણે તમે સમજી શકશો કે તેમની બેંક બેલેન્સ કેટલી હશે.

તારક મહેતાના શો પછી ઝિંદગી બદલાઈ : અહેવાલો મુજબ શ્યામ પાઠકને કેટલાક નાટકોમાં નાની ભૂમિકા મળી હતી. 2008 માં તેમને ‘જસુબેન જયંતિ લાલ જોશ કી જોઈન્ટ ફેમેલી’ નામની સિરિયલમાં કામ કરવાની તક મળી. આ સિરિયલમાં તેના પાત્રને ઘણી પ્રશંસા મળી હતી. પરંતુ ત્યારબાદ વર્ષ 2008 માં તેમને ‘તારક મહેતા કા ઉલ્ટાહ ચશ્મા’ની ઓફર મળી અને તેને સ્વીકારી લીધી. આ શોથી તેનું જીવન બદલાઈ ગયું અને પછી તેમને પાછું વળીને જોયુ નહિ.

તમને જણાવી દઈએ કે શ્યામ પાઠક દિલ્હીની ખ્યાતનામ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના વિદ્યાર્થી રહી ચૂક્યા છે, જ્યાં તેમણે અભિનયમાં ગ્રેજ્યુએશન કર્યું છે. જો કે તમને જાણીને આશ્ચર્ય થશે કે શ્યામ પાઠક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડ્રીગ્રી પણ ધરાવે છે. સબ ટીવી પરની ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ઝળક્યા એ પહેલા પણ આ કલાકાર ‘સુખ બાય ચાન્સ’ સિરિયલમાં ધીરજની ભૂમિકા તો ‘જશુબેન જયંતિલાલ જોશી કી જોઈન્ટ ફેમિલી’માં રાજુનું પાત્ર ભજવી ચૂક્યા છે.

શ્યામ પાઠક સાથેની મુલાકાત દરમિયાન તેમણે કહ્યું હતું કે, ‘મુંબઈમાં ગુજરાતી ફિલ્મો રિલીઝ થતી ન હોવાથી જોવા મળતી નથી. પણ મેં સાંભળ્યું છે કે નવા નિર્માતા-દિગ્દર્શકો વૈવિધ્યસભર ફિલ્મો બનાવી રહ્યા છે.’ તેમના આ જવાબના સંદર્ભમાં અમે તેમને પૂછ્યું કે, તો શું સારી ઓફર આવે તો ગુજરાતી ફિલ્મ કરશો? જેના જવાબમાં તેમણે જણાવ્યું કે, ‘મને ચોક્કસ ગુજરાતી ફિલ્મમાં કામ કરવું ગમશે. પણ આ માટે પહેલી શરત એ રહેશે કે મને ઓફર થતું પાત્ર પાવરફુલ હોવું જોઈએ અને બીજી શરત એ કે, મારી પાસે તારીખ હોવી જોઈએ.’

તમને નવાઈ લાગશે કે, ‘તારક મહેતામાં કા ઉલ્ટા ચશ્મા’માં વારે તહેવારે પાર્ટી કરવા બેસી જતા પત્રકાર પોપટલાલે રિયલ લાઈફમાં કદી શરાબ પીધો નથી. નાનપણમાં પાંડુરંગ શાસ્ત્રીના સ્વાધ્યાય પરિવારના કાર્યક્રમોમાં ભાગ લેવાનું શરૂ કર્યા બાદ તેઓ સ્કૂલની વિવિધ ઈવેન્ટ્સમાં પણ સદા અગ્રેસર રહ્યા.

જોકે ઘરની આર્થિક પરિસ્થતિને કારણે તેમણે કૉલેજની સાથે નોકરી પણ કરવી પડતી, જેના કારણે મુંબઈની કૉલેજોમાં થતી નાટ્ય પ્રવૃત્તિઓમાં તેમનાથી ભાગ નહીં લઈ શકાયો. બીજી તરફ તેમના માતાની એવી ઈચ્છા હતી કે, તેઓ ખૂબ ભણે-ગણે. આથી માતાની ઈચ્છાને માન આપીને તેઓ સી.એ. થયા. પણ એમનામાં રહેલો અભિનયનો કીડો આખરે તેમને આ ક્ષેત્રમાં લઈ આવ્યો, જેને પગલે તેઓ એક સફળ કલાકારની ઓળખ બનાવી શક્યા છે.

Leave a Comment