લગ્ન બાદ યુવકને જાગ્યો અનોખો શોખ, સ્ત્રીઓને બદલે પુરુષો તરફ થવા લાગ્યું આકર્ષણ……..

આજે આપણે ખાસ જાણીએ શારીરિક સમસ્યાઓ વિશે.હું 26 વર્ષની છું અને મારા લગ્નને ચાર વર્ષ થઈ ચૂક્યાં છે. દુર્ભાગ્યવશ હું મારા પતિને પ્રેમ કરતી નથી. મને સેક્સની ચાહ હોય છે, પરંતુ પતિની નજીક જવાનું મન થતું નથી. હું શારીરિક રીતે અન્ય પુરુષો તરફ આકર્ષિત થાઉં છું અને તેમના વિશે વિચારતી રહું છું. હું મારા પતિથી અલગ થવા વિશે વિચારી શકતી નથી, કારણ કે અમારે બે વર્ષની પુત્રી છે. હું મારી આ સ્થિતિને કારણે ખૂબ પરેશાન છું, તો મદદ કરશો. જવાબ. હું સમજી શકું છું કે, તમે પરિણીત છો, પરંતુ પતિને પ્રેમ કરતી નથી. તમે તમારા પતિથી અલગ પણ થઈ શકતી નથી, કારણ કે તમારે બે વર્ષની પુત્રી છે. હું સમજી શકું છું કે, તમે અન્ય પુરુષો તરફ શારીરિક રીતે આકર્ષિત થાવ છો. સેક્સની ઇચ્છા હોવી સામાન્ય છે, પરંતુ તમારે સમજદારીથી કામ લેવું પડશે કે તમે તમારી જાતને કેવી રીતે સંતુષ્ટ કરી શકો છો. તમે તમારા પતિ સાથે વાત કરીને સેક્સમાં નવી વસ્તુઓ ટ્રાય કરી શકો છો.

તમે કોઈ પ્રોફેશનલની મદદ પણ લઈ શકો છો. કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં આ સંબંધની મર્યાદા અને પોતાના પતિ તથા બાળક પ્રત્યેની જવાબદારી યાદ રાખો.હું ૪૨ વર્ષનો પરિણીત પુરુષ છું. મારી પત્નીની ઉંમર ૩૭ વર્ષની છે. અમારે ૧૯ વર્ષનો પુત્ર અને ૧૪ વર્ષની પુત્રી છે. અમારું પરિણીત જીવન સુખી છે. સમાગમ (સંભોગ) પહેલાંની પ્રક્રિયામાં થોડો સમય કાઢ્યો તો શિશ્નમાંથી પાતળી લાળ જેવું પ્રવાહી નીકળે છે. મારી આ સમસ્યા માટે યોગ્ય ઇલાજ સૂચવવા વિનંતી. જવાબ. અમુક વ્યક્તિઓમાં મનગમતી વ્યક્તિ જુએ અને કામેચ્છા વધુ જાગ્રત થાય તો આ પ્રમાણે લાળ આવી શકે એ પણ એક સ્વાભાવિક વસ્તુ છે. એ બીમારી નથી એટલે એનો કોઈ અલાજ નથી. લાળ દરેક વ્યક્તિમાં આવે એ જરૂરી નથી. આ લાળ ૫૫-૬૦ વર્ષની ઉંમર સુધી આવી શકે છે અને ત્યાર પછી વિશેષ જોવા નથી મળતી.

સ્ત્રીમાં યોગ્ય કામેચ્છા જાગ્રત થાય અને તે ઉત્તેજિત થાય તો જેમ પુરુષની ઇન્દ્રિયનું ઉત્થાન થાય છે એ જ પ્રમાણે સ્ત્રીના યોનિમાર્ગમાં ચીકણાહટ પેદા થાય છે. પરાકાષ્ઠા વખતે ઘણાખરા પુરુષોમાં આનંદની અનુભૂતિ થાય છે અને સાથે – સાથે વીર્યસ્ખલન થાય છે, જ્યારે સ્ત્રીઓમાં માત્ર આનંદની અનુભૂતિ થાય છે અને વીર્યસ્ખલન નથી થતું.મને અસ્થમાની બીમારી છે. તો ભવિષ્યમાં હું લગ્ન કરું તો મારી પત્ની અને બાળકોને પણ અસ્થમા થઈ શકે? જવાબ. તમારી પત્નીને અસ્થમા થવાની કોઈ શક્યતા નથી, કે અસ્થમા ચેપી બીમારી નથી. એ બાળકોને થવાની શક્યતા પણ ઘણી ઓછી છે. તમને જો ડાયાબિટીઝ જેવી બીમારી હોય તો જે વ્યક્તિને ડાયાબિટીઝ ન હોય એવી વ્યક્તિનાં બાળકો કરતાં તમારાં બાળકોમાં ડાયાબિટીઝની સમસ્યા આવવાની શક્યતા થોડીક વધુ રહે છે.

અસ્થમાવાળી વ્યક્તિને સેકસની સમસ્યાઓ થવાની પણ કોઈ શક્યતા નથી રહેતી. ક્યારેક જો દમ જેવું વધુ લાગે તો સમાગમ પહેલાં પંપથી અમુક નિર્દોષ દવા લેવાથી સમાગમ વખતે પણ કોઈ સમસ્યા સર્જવાની શક્યતા નથી. અસ્થમામાં યોગાભ્યાસ કરવામાં આવે અને તમારી પ્રકૃતિને સમજીને યોગ્ય આહાર આપવામાં આવે તો અસ્થમાને મહદંશે કાબૂમાં કરી શકાય છે. અસ્થમા સાથે સેક્સને કોઈ સીધો સંબંધ નથી, પણ ઘણી વખત જો વ્યક્તિને હાંફ ચડતી હોય તો એ સમાગમમાં બાધારૂપ બની શકે. અર્વાચીન યુગમાં આ સમસ્યા સહેલાથી નિવારી શકાય એવી દવાઓ કુશળ ડોકટરો અને વૈદ્યો પાસે ઉપલબ્ધ છે.મારી ઉંમર ૩૨ વર્ષની છે અને મારી પત્ની ૩૧ વર્ષની છે.

અમે સમાગમ કરતી વખતે કોન્ડોમ (નિરોધ)નો ઉપયોગ કરીએ છીએ. મારે જાણવું છે કે ગર્ભ ન રહે એ માટે કોન્ડોમ સિવાય સ્ત્રી અને પુરુષ માટે બીજો વિકલ્પ કયો છે? જવાબ. પુરુષ માટે કોન્ડોમ સિવાય બીજી કોઈ સુરક્ષિત ગર્ભનિરોધક પદ્ધતિ નથી. સ્ત્રી માટે ગર્ભનિરોધક ગોળી ઉપલબ્ધ છે. એમાં તમે જે ગર્ભનિરોધક ગોળીમાં લો ડોઝ હૉર્મોન હોય એ લઈ શકો છો. તમારી પત્નીએ માસિકપાળી પૂરી થાય પછી રોજ રાત્રે એક ગોળી લેવી અને એક પેકેટમાં જેટલી ગોળી હોય એ બધી પૂરી કરવી.ગોળી પૂરી થયા પછી લગભગ અઠવાડિયામાં ફરી માસિકપાળી આવી જશે. ફરી પાછી માસિકપાળી પૂરી થાય એટલે ગોળી લેવાનું શરૂ કરી દેવું. ગોળી લેવાનું પહેલી વાર શરૂ કરો ત્યારે એક અઠવાડિયા સુધી નિરોધનો ઉપયોગ કરવો જરૂરી છે.

બીજી સાઈકલમાં ગોળી લો ત્યારે પહેલા દિવસથી જ તમે સંપૂર્ણ રીતે સુરક્ષિત બની જાઓ છો અને પછી નિરોધની આવશ્યકતા નથી રહેતી. આ ગોળી લેવાથી ઘણી વાર અનિયમિત માસિક પણ નિયમિત બની જાય છે. જો કોઈ સ્ત્રીને બ્રેસ્ટકેન્સર હોય અથવા હોર્મોનની બીજી કોઈ સમસ્યા હોય, ડાયાબિટીઝ અથવા બ્લીડિંગ ડિસઓર્ડરની કોઈ તકલીફ હોય તો આ ગોળી લેવાનો નિષેધ છે. આ ગોળી શરૂ કરતાં પહેલાં તમારા ગાયનેકોલોજિસ્ટની સલાહ લેવી આવશ્યક છે.હું ૪૫ વર્ષની બે સંતાનની માતા છું. સમાગમ દરમિયાન મારા સ્તનમાંથી પ્રવાહી નીકળે છે. જો કે એ દૂધ નથી. આ સિવાય હું તંદુરસ્ત છું. શું આ ચિંતાનું કારણ છે જવાબ. આ સામાન્ય બાબત નથી. તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવાની જરૂર છે. ડૉક્ટર પ્રાલેક્ટિન હાર્મોન્સ લેવલ ચેક કરાવવાની સલાહ આપે એવી શક્યતા ખરી.

સમય ન ગુમાવતા કોઇ એન્ડોક્રાઇનૉલૉજિસ્ટની સલાહ લો.છેલ્લા બે વર્ષથી મારું માસિક ૧૫-૨૦ દિવસ મોડું આવે છે. માસિક દરમિયાન મને છાતીમાં પણ ઘણું દરદ થાય છે. માસિક શરૂ થતા પૂર્વે મને પગ અને સ્તનમાં પણ દુ:ખે છે. યોગ્ય સલાહ આપશો. જવાબ. માસિકમાં તકલીફ છેલ્લા બે વર્ષથી હોવા છતાં અત્યાર સુધી તમે શાંત કેમ બેસી રહ્યા? તમારે તાત્કાલિક તમારા ફેમિલિ ડૉક્ટરનો સંપર્ક કરવાની જરૂર છે. અને આ પાછળનું યોગ્ય કારણ જાણી ઉપચાર કરાવો. સામાન્ય રીતે વજનમાં વધારો અને હાર્મોન્સમાં અસંતુલનને કારણે માસિક મોડું આવે છે.મારી કૉલેજનો એક છોકરો આખો દિવસ મારા પર નજર રાખ્યા કરે છે. એકવાર તો તેણે મારા ઘર સુધી મારો પીછો કર્યો હતો.

આ ઉપરાંત તે મારી નજીક આવીને કઇ બબડયા કરે છે. જો કે એ વાતચીત શરૂ કરે એ પૂર્વે હું ત્યાથી ખસી જાઉં છું. મને એનામાં જરા પણ રસ નથી. મારે શું કરવું તે જણાવવા વિનંતી. જવાબ. આ છોકરો તમારા પ્રેમમાં છે અને તે તમારી પાછળ આદુ ખાઇને પડયો છે. તમારું ધ્યાન ખેંચવા તે જાતજાતના ઉપાય કરે છે. તે તમારો પીછો કરે છે. આ વાત ચિંતા ઉપજાવે એવી છે. આ કારણે તમારા અભ્યાસ તેમજ માનસિક શાંતિ પર પણ અસર પડે છે. શક્ય હોય તો તેનો સામનો કરી એને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો કે એ તમારો પીછો નહીં છોડે તો તમારે ફરિયાદ કરવી પડશે. આ ઉપરાંત તમારા પરિવારના વડીલોથી આ વાત છૂપાવો નહીં. તેમનો ટેકો તમને ઘણો ઉપયોગી થઇ શકે છે.

ગ્રુપમાં ફરવાનું રાખો. ઘરે જતી વખતે પણ એકલા જાવ નહીં. તેમજ તમારો સમય બદલી નાખો.હું ૧૯ વરસની છું. એક વર્ષ પૂર્વે મારા ગર્ભાશયના આગલા ભાગમાં ફાઇબ્રોઇડ હોવાથી ઓપરેશન કરવું પડયું હતું. ઓપરેશનની ગાંઠ કાઢી લેવામાં આવી. આ પછી શારીરિક તપાસમાં પણ બધુ નોર્મલ આવ્યું. આ પછી મારું માસિક પણ નિયમિત થઇ ગયું. પરંતુ મને ઘણા પ્રમાણમાં સફેદ ડિસ્ચાર્જ થાય છે. આ કારણે મને ચિંતા થાય છે કે હું માતૃત્વ ધારણ કરી શકીશ કે નહીં? ડૉક્ટરનું કહેવું છે કે મને સિઝરિયન કરવું પડશે. જવાબ. ગર્ભાશયમાં ફાઇબ્રોઇડ જેવી ગાંઠો સામાન્ય છે. આ કારણે ગભરાવાની કે ચિંતા કરવાની કોઇ જરૂર નથી અને તમારો તો ઇલાજ પણ થઇ ગયો છે. આથી ચિંતા છોડી દો.

સિઝેરિયન ડિલિવરીનો પ્રશ્ન છે તો આજે આ સામાન્ય છે અને ડિલિવરી નોર્મલ થશે કે સિઝરિયન એનો આધાર તે સમયે તમારી શારીરિક સ્થિતિ કેવી છે એના પર છે.નાની હતી ત્યારે મારા એક પિત્રાઇ ભાઇએ મારું શારીરિક શોષણ કર્યું હતું. એ પછી મને એક યુવક સાથે પ્રેમ હતો અને અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ હતો પણ અમારા લગ્ન થઇ શક્યા નહીં. હવે મારા મમ્મી-પપ્પાએ મારા લગ્ન નક્કી કર્યાં છે. લગ્ન પછી મારા પતિને આ વાતની જાણ થશે એની મને ચિંતા છે. આ ઉપરાંત મને હસ્તમૈથુનની આદત હોવાથી ગર્ભ રહેવામાં કોઇ તકલીફ થઇ શકે ખરી? જવાબ. તમારા કોઇ સાથે શારીરિક સંબંધ હોય એ તમે પોતે કહો નહીં ત્યા સુધી કોઇને ખબર પડી શકે તેમ નથી. આમ છતાં પણ તમે તમારું બોડી ફર્મ અને ટોન બનાવવાનો પ્રયત્ન કરો. આ માટે વ્યાયામ કરો. તેમજ વજન ઊતારવા નિયમિત ચાલવાનું રાખો. આકર્ષક બનો. આમ તમારામાં આત્મવિશ્વાસ વધશે એટલે આપોઆપ તમારો ડર દૂર થઇ જશે અને આમ પણ દરેકનો કોઇ ભૂતકાળ હોય છે. બધુ ભૂલીને સોનેરી ભવિષ્ય તરફ આગળ વધારે

તમારું રહસ્ય તમારા પૂરતું જ રાખો. આ સાથે બીજા કોઇને નિસ્બત નથી.હું ૨૫ વર્ષની પરિણીતા છું અને મારે ત્રણ વર્ષની એક પુત્રી છે. મારા સ્તન પહેલેથી જ નાના હતાં, પરંતુ ડિલીવરી પછી ખૂબ લબડી પડયા છે. મેં સાંભળ્યું છે કે એવી દવાઓ મળે છે જેનાથી લબડી ગયેલા સ્તન ફરીથી પહેલાં જેવા બનાવી શકાય છે.મહેરબાની કરીને આ વિશે સંપૂર્ણ જાણકારી આપો જેથી કરીને મારાં સ્તન સુંદર અને સુડોળ બની શકે. જવાબ. પ્રસૂતિ પછી બાળકને દૂધ પીવડાવવાથી સ્તનના આકારમાં અમુક ફેરફાર થાય એ સ્વાભાવિક છે. આવા પરિવર્તનોથી નથી બચી શકાતું કે કોઈ દવાથી એને દૂર કરી શકાતું. હજુ સુધી એવી કોઈ ભરોસાપાત્ર દવા અથવા ક્રીમ શોધી શકાયાં નથી કે જે મનગમતું પરિણામ આપી શકે. સ્તનને મનગમતો આકાર આપવાનો જો કોઈ ઉપાય હોય તો એ છે કોસ્મેટિક સર્જરી.

તમે કોસ્મેટિક સર્જનને મળો અને ઓપરેશનના ફાયદા અને મર્યાદાઓ સમજીને યોગ્ય નિર્ણય લો.હું ૩૫ વર્ષની પરિણીતા છું. મારા પતિની ઉંમર ૪૦ વર્ષની છે. અમારા લગ્નને ૧૪ વર્ષ થયાં છે. અમારે બે બાળકો છે. અમારું લગ્નજીવન સુખરૂપ છે, પરંતુ મારી સમસ્યા એ છે કે મારા પતિ ઘણા જ જલદી સ્ખલિત થઈ જાય છે. જેના કારણે મને ચરમસુખ પ્રાપ્ત થઈ શકતું નથી. અમે ‘સ્ટોપ-સ્ટાર્ટ’ અને ‘સ્ક્રુઈઝ’ રીત પણ અજમાવી જોઈ, પરંતુ કોઈ ફાયદો ન થયો. જ્યારે તે ‘ક્લાઈમેક્સ’ અથવા ‘ઓન્લી મી’ જેવા સ્પ્રેનો ઉપયોગ કરે ત્યારે તેમને જરૂર ફાયદો થાય છે અને હું પણ સંતોષ પ્રાપ્ત કરી શકું છું. મેં એક મેગેઝિનમાં વાંચ્યું હતું કે પુરુષ જો જાયલોકેનનો ઉપયોગ કરે તો

શીધ્રસ્ખલનની સમસ્યાનું નિવારણ થઈ શકે છે. હવે અમને એ ચિંતા થવા લાગી છે કે વારંવાર સ્પ્રેનો ઉપયોગ કરવાથી મારા પતિના સ્વાસ્થ્ય પર કોઈ વિપરીત અસર તો નહીં થાય ને? અમે અન્ય ઉપાયો શોધી રહ્યાં છીએ. શું વિયાગ્રા ઉપયોગમાં લઈ શકાય જવાબ. શીઘ્રસ્ખનલનની સમસ્યા મુખ્યત્વે મનોવૈજ્ઞાાનિક છે. જાતીય જીવન સક્રિય થતા શરૂઆતના દિવસોમાં જો સમાગમ પ્રક્રિયા પૂરતી કરવાની ઘણી ઉતાવળ તથા માનસિક દબાણ હોય ત્યારે આ બાબત બને છે. જે કિશોર છુપાઈને ઉતાવળમાં હસ્તમૈથુન કરે છે અને સ્ખલિત થવામાં ઉતાવળ કરે છે તે વિવાહિત જીવનમાં પણ તાણમુક્ત થઈ શકતો નથી. જો તમારા પતિ ‘પેલ્વિક ફલોર’ એક્સરસાઈઝ અજમાવી જાશે તે સારું પરિણામ મળશે.

આ એક્સરસાઈઝ કરવાની રીત ઘણી સરળ છે. શિશ્નના સ્નાયુઓને મૂત્રત્યાગની ક્રિયાને રોકી રાખતા હો તે રેતી સંકોચી રાખો અને છ સુધીની ગણતરી કર્યા બાદ તેને ઢીલા છોડી દો. ફરી છ સુધી ગણો. ફરી આ જ વ્યાયામ કરો. પહેલાં દિવસે ૧૦ થી ૧૨ વાર અને તે પછી ક્રમશ: વધારીને સવારસાંજ ૨૦ થી ૨૫ વાર સતત છ અઠવાડિયા સુધી કરવાથી આ પરિસ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે. જાયલોકેન એક પ્રકારનું સ્થાનિક સંવેદનહારી એનેસ્થેટિક છે. તેનાથી અનુભૂતિ મંદ થાય છે. સ્ખલન ક્રિયા પરનું નિયંત્રણ સારું બનતું નથી. આના પ્રયોગથી સ્ત્રીના જાતીય સુખમાં પણ વિઘ્ન ઊભું થઈ શકે છે. આ પરિસ્થિતિમાં સિલ્ડનાફિલ સાઈટ્રેટ (વિયાગ્રા) ઉપયોગી સાબિત થઈ શકે છે, પરંતુ આ એક પ્રિસ્ક્રિપ્શન ઔષધિ છે, જે ડોક્ટરની સલાહ લઈને લેવી જોેઈએ. જે વ્યક્તિને હૃદયરોગ હોય, હાઈ બી.પી. હોય અથવા એવી દવા ચાલતી હોય જેની સાથે સિલ્ડનાફિલ સાઈટ્રેટ લેવાથી દવાના આંતરિક રિએક્શનનો ભય હોય તેના માટે આ જોખમકારક સાબિત થઈ શકે છે.

Leave a Comment