ભત્રીજીના લગ્નમાં મામાએ 3.21 કરોડ રૂપિયાનું મામેરુ ભર્યું… ત્રણ મામાઓએ મળીને મામેરામાં એવી-એવી મોંઘી વસ્તુઓ આપી કે… વીડિયો જોઈને આંખો પહોળી થઈ જશે…

0
57

સમગ્ર દેશભરમાં લગ્નની સીઝન ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર તમે લગ્નના ઘણા અવારનવાર વાયરલ વિડીયો જોયા હશે. મિત્રો લગ્ન હોય એટલે ભાઈઓ બહેનના ઘરે મામેરુ લઈને આવતા હોય છે. મામેરાની વાત આવે એટલે રાજસ્થાનનો નાગૌર જિલ્લો હંમેશા આગળ જ હોય છે. ત્યારે ફરી એકવાર નાગૌર જીલ્લો મામેરાને લઈને ચર્ચામાં આવ્યો છે.

અહીં ત્રણ ખેડૂત ભાઈઓએ તેમની ભત્રીજીના લગ્નમાં 3 કરોડ 21 લાખ રૂપિયાનું મામેરુ ભર્યું છે. જ્યારે મામાઓ ભત્રીજીના લગ્નમાં થાળી ભરીને રોકડા રૂપિયા લઈને આવ્યા ત્યારે ત્યાં હાજર તમામ મહેમાનો જોતા રહી ગયા હતા. આટલું જ નહીં પરંતુ ત્રણેય મામાઓએ ભત્રીજીને મામેરામાં સોના ચાંદીના દાગીના, કપડાથી માંડીને અનાજ અને ટ્રેક્ટર-ટ્રોલી, સ્કુટી સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી.

હાલમાં આ મામેરાની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર ચારેયબાજુ ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર મામેરાની ઘણી તસવીરો અને વિડીયો પણ વાયરલ થઇ રહ્યા છે. આ અનોખો કિસ્સો જ્યલ વિસ્તારના ઝડેલી ગામનો છે. ધેરવી દેવી અને ભવરલાલ નામના વ્યક્તિની દીકરી અનુષ્કાના ગઈકાલે એટલે કે બુધવારના રોજ લગ્ન હતા. લગ્નમાં અનુષ્કાના ત્રણેય મામાઓ કરોડો રૂપિયાનું મામેરુ લઈને આવ્યા હતા.

ભાઈઓનો અને પિતાનો પ્રેમ જોઈને ધેવરી દેવી અને તેમના પરિવારજનોની આંખોમાં આંસુ આવી ગયા હતા. ધેવરી દેવીના પિતાએ જણાવ્યું કે, ધેવરી અમારા પરિવારને એકમાત્ર દીકરી છે. દીકરીના નસીબના કારણે મારા ત્રણેય દીકરાઓને ઘણું બધું મળ્યું છે. જેથી તેઓ દીકરીને એટલું મોટું મામેરુ આપી રહ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે, મામેરામાં 81 લાખ રૂપિયા રોકડા થાળીમાં મૂકવામાં આવ્યા હતા.

અનુષ્કાના મામા અને દાદા રોકડા રૂપિયાથી ભરેલી થાળી પોતાના માથા ઉપર મૂકીને લગ્નમાં પહોંચ્યા હતા. આ થાળીમાં 500 500 રૂપિયાની નોટો ના બંડલ રાખવામાં આવ્યા હતા. મામેરામાં 81 લાખ રૂપિયા રોકડા, સાળા 16 વીઘા ખેતીલાયક જમીન, નાગૌર રીંગ રોડ પર લગભગ 30 લાખ રૂપિયાનો પ્લોટ, 41 સોનું અને ત્રણ કિલો ચાંદીના ઘરેણા આપવામાં આવ્યા હતા.

આ ઉપરાંત અનાજની બોરીઓથી ભરેલું એક નવો ટ્રેક્ટર ટ્રોલી અને એક નવી સ્કૂટી પણ મામેરામાં આપવામાં આવી હતી. આ મામેરુ જોઈને લગ્નમાં હાજર તમામ મહેમાનો ચોકી ગયા હતા. હાલમાં આ મામેરુ સમગ્ર દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયું છે. સોશિયલ મીડિયા પર જ્યાં જુઓ ત્યાં મામેરાની જ ચર્ચાઓ ચાલી રહી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.