Breaking News

લગ્નબાદ બેબી પ્લાનીંગ કરવાનુ વિચારતાં હોય તો આટલી વાતો નું ખાસ ધ્યાન રાખવુ જોઈએ.

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે તમને અગત્ય ની વાત જણાવા જઇ રહ્યા છે જે બેબી પ્લાન વિશે છે તો ચાલો મિત્રો જાણીએ.પહેલા સંતાન સાથે બધું જ બરાબર ચાલી રહ્યું છે. તમે બાળકની સંભાળ બરાબર રાખી શકો છો. તો શું તમે બીજા બાળક માટે તૈયાર છો? જો કે બીજું બાળક ક્યારે લાવવું તેનો કોઈ ચોક્કસ સમય હોતો નથી. બે બાળકોના જન્મ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ તે વિશે હંમેશા મતમતાંતર જોવા મળે છે.

બાળકના જન્મની એક કપલ પર ઈમોશનલ અને ફાઈનાન્સિયલ અસર ચોક્કસ થાય છે. એટલે જ બીજું બાળક લાવતાં પહેલા કપલે પોતાને આ પાંચ સવાલો પૂછવા જોઈએ.લગ્નના થોડા સમય બાદ દરેક કપલ ફેમિલી પ્લાનિંગ વિશે વિચારે છે. જીવનમાં બાળક આવી ગયા બાદ દરેક કપલ ખૂબ જ બિઝી થઈ જાય છે અને તેમનો મોટાભાગનો સમય બાળકની દેખરેખ અને ઉછેરમાં પસાર થાય છે.કપલ માટે બહુ જ જરૂરી વાત.ફેમિલી પ્લાન કરતા પહેલાં કરી લો આ કામ.બાળક આવ્યા પછી નહીં કરી શકો.

ટાઈમિંગ ખૂબ મહત્વનો છે. જ્યારે બાળક જન્મે છે ત્યારે આપણો બધો જ સમય તેની પાછળ વિતે છે. એટલે જ બીજું બાળક લાવતા પહેલાં તમારા જીવનમાં શું ચાલી રહ્યું છે તેના વિશે વિચાર કરી લેવો.બાળકના જન્મ પછી તમને રાતે સારી રીતે ઊંઘવા નહીં મળે અને ના તો તમે ક્યાં ફરવા જઈ શકશો. તમારી લાઈફ પહેલાં જેવી ચિલિંગ નહીં રહે. જેથી બેબી પ્લાન કરતા પહેલાં એ બધાં જ કામ કરી લેવા જોઈએ, જે બાળક આવ્યા પછી કરી શકાતા નથી.

આજે અમે તમને એવા જ કેટલાક કામ વિશે જણાવી રહ્યા છે જે પેરેન્ટ્સ બન્યા પહેલાં કરી લેવા જોઈએ.પોતાને પ્રશ્ન કરવો કે શું મારું પહેલું સંતાન બીજા બાળકને સ્વીકારવા માટે તૈયાર છે? બે બાળકો વચ્ચેનું અંતર કપલના પ્રેફરન્સ આધારિત હોય છે. કેટલાક દંપતિ બે બાળકો વચ્ચે વધારે અંતર રાખે છે, જેથી બંને બાળકોને પૂરતો ટાઈમ આપી શકે. તો કેટલાક દંપતિ બે બાળકો વચ્ચે ઓછું અંતર રાખે છે, જેથી બંને બાળકોને રમવા માટે એકબીજાની કંપની મળી રહે.

જે નક્કી કરો તે પણ પોતાના સ્વાસ્થ્ય અંગે વિચાર કરવાનું પણ ન ભૂલવું. ડિલીવરી પછી તમારા શરીરને પણ સમય જોઈએ છે.એડવેન્ચર ટ્રિપ,જો તમને સ્કાઈ ડાઈવિંગ, બંજી જંપિંગ અને રોક ક્લાઈબિંગનો શોખ છે તો આ શોખ બેબી પ્લાન કરતા પહેલાં પૂરા કરી લો. કપલ્સની વચ્ચે બોન્ડિંગ વધારવાની આ બેસ્ટ રીત છે. જેથી તમારી એડવેન્ચર ટ્રિપ બાળકને લાવ્યા પહેલાં પૂરી કરી લો. મનગમતી વસ્તુઓની લિસ્ટ બનાવો,તમે લાંબા સમયથી જે રેસ્ટોરન્ટ અને નાઈટ ક્લબ જવાનું વિચારી રહ્યાં છો ત્યાં જઈ આવો.

શહેરના બેસ્ટ રેસ્ટોરન્ટની લિસ્ટ બનાવો અને ત્યાં જઈને આવો, કારણ કે બાળક આવી ગયા બાદ એક વર્ષ સુધી તમને આ મોકો નહીં મળે.આર્થિક સ્થિરતા કોઈપણ પરિવાર માટે અગત્યની છે. દરેકને ખબર હોય જ છે કે બાળકના જન્મ પછી તમારો વાર્ષિક ખર્ચો વધી જવાનો છે. એટલે બાળકના ઉછેર માટે બચત હોવી જરૂરી છે. બાળકના જન્મ પછી પણ મોટાભાગના પેરેન્ટ્સ જોબ ચાલુ રાખવા માગે છે, એટલે એકવાર બાળકની નર્સરી અને તેને ચાઈલ્ડ કેરમાં મૂકવા પાછળ થતા ખર્ચને પણ ધ્યાનમાં લેવો.

રજાઓ માણવા જાઓ,બીચ પર અથવા નદી કિનારે તમારા જીવનસાથીના હાથમાં હાથ નાખીને ખૂબ વાતો કરવામાં જે મજા છે એ કદાચ અન્ય કોઈમાં પણ નથી. આનાથી તમારો સંબંધ મજબૂત થશે. તમે કારમાં પણ લોન્ગ ડ્રાઈવ પર જઈ શકો છો. બાળક આવ્યા પહેલાં તમારી મેરિડ લાઈફને વધુને વધુ હેપ્પી બનાવવાની કોશિશ કરો.સેક્સ લાઈફ,દરેકની સેક્સુઅલ ફેન્ટસી હોય હોય છે અને બેબી પ્લાન કરતા પહેલાં તેને પૂરી કરી લેવી જોઈએ, કારણ કે બાળક આવ્યા બાદ તમારા બંનેની વચ્ચે એ ઉંઘશે.

બેબી આવ્યા બાદ સેક્સ લાઈફ ક્યારેય એટલી સ્પાઈસી નહીં થઈ શકે અને પછી તમને પસ્તાવો થશે કે પહેલાં કેમ મજા ન કરી.તમે અને તમારા પાર્ટનર બંને એક જ સમયે બીજું બાળક લાવવા ઈચ્છો છો કે બંનેના વિચાર આ મામલે અલગ છે તેની ચર્ચા કરવી. બની શકે કે તમે અથવા તમારા પાર્ટનર પહેલા સંતાનના જન્મ બાદ તેના શરૂઆતના વર્ષોને માણવા માગતા હોવ, તેનું બાળપણ જીવવા માગતા હોવ. અથવા તો તમે એકબીજા સાથે સમય વિતાવવા માગતા હોવ.

એટલે બંનેએ એકબીજાના વિચારો જાણી લેવા. જ્યારે તમે બંને તૈયાર હોવ ત્યારે જ બીજું બેબી પ્લાન કરવું જોઈએ.નાઈટ આઉટ,કોલેજ અને સ્કૂલમાં જ નાઈટ આઉટ કરી શકાય એવું નથી. લગ્ન બાદ પણ લાઈફ પાર્ટનર સાથે નાઈટ આઉટ પ્લાન કરી શકાય છે. તેની મજા જ અલગ હોય છે.ગર્ભધારણમાં ઉંમર પણ અગત્યનો ભાગ ભજવે છે. દાખલા તરીકે, જો તમે 40ની નજીક પહોંચી રહ્યા હોવ અને ઈચ્છતા હોવ કે બે બાળકો વચ્ચે 3 વર્ષનું અંતર હોય તો તે કદાચ મુશ્કેલ છે.

કારણકે રિસર્ચ પ્રમાણે, 35-40 વર્ષની વયે પહોંચ્યા બાદ મહિલાઓને સરળતાથી પ્રેગ્નેન્સી રહેતી નથી. જો કે ઘણા કિસ્સામાં મહિલાઓ 40ની ઉંમરે પણ માતા બની છે.બાળકનું ઘરમાં આવવું એટલે માતા-પિતાનું સમગ્ર જીવન બદલાઈ જવું. તેનાથી ભલે માતામાં માનસિક, શારીરિક ફેરફાર સૌથી વધારે આવતા હોય પણ બાળકના પિતાના જીવનમાં પણ ઘણી બધી પ્રાથમિકતાઓ બદલાઈ જાય છે.કેટલાક માતાપિતા માટે આ બદલાવ ખુબ જ અચાનકનો અને અણગમતો હોય છે.

અને માટે જ તમારે તમારે પ્રેગ્નન્સી પ્લાન કરતા પહેલાં કેટલીક બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ અને કેટલીક જુની ટેવો વિસરાવવી જોઇએ અને નવી ટેવોને આવકારવી જોઈએ.ઘણા પતિ-પત્ની કેટલીક રીતે કેરલેસ રહે છે. જેમ કે તેમના સંબંધો, તેમના ખર્ચા, તેમની ખાવાપીવાની રીત વિગેરે. પણ બાળક આવતા જ આ બધું જ બદલાઈ જાય છે તેમણે એક જવાબદાર દંપત્તિ અને માતાપિતા બનવાનું હોય છે.માટે જ માતાપિતા બન્યા બાદ જે મોટો ફેરફાર તમારા જીવનમાં આવનાર છે તેના માટે પહેલેથી જ તૈયાર રહો પછી તે તમારી બોલવાની રીત હોય, તમારી જીવનશૈલી હોય કે પછી તમારું ખર્ચાળ જીવન હોય.

ચાલો જાણીએ બાળક પ્લાન કરતાં પહેલાં કપલ્સે કેવી બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ.બાળક માટે બચત શરૂ કરો,જ્યારે તમે બાળકનું પ્લાનિંગ કરી રહ્યા હોવ ત્યારે તમારે એ જાણી લેવું જોઈએ કે ભવિષ્યમાં તમારા ખર્ચા વધવાના છે અને તેને પહોંચી વળવા તેમજ બાળકના સારા ઉછેર માટે તમારે અત્યારથી જ બાળક માટે બચત કરવી પડશે.માટે જ જે મોંઘેરી બ્રાન્ડેડ વસ્તુઓ પાછળ તમે ધૂમ રૂપિયા ખર્ચતા હોવ તેના પર અંકુશ મુકી દેવો અને બાળકના ભવિષ્યને સુરક્ષિત બનાવવાનો પ્રયાસ કરવાનું શરૂ કરી દેવું.

તમારી ઉંઘની આદતને સુધારો,બને તેટલી વધારે ઉંઘ લો કારણ કે નવજાત બાળકના ઘરમાં આવતાં જ તમારી રાતો દિવસ બની જશે અને તમારા દીવસો રાત બની જશે. એટલે કે તે જ્યારે જાગતું હશે ત્યારે તમારે જાગવું પડશે અને તે જ્યારે સુતું હશે ત્યારે તમારે પણ સુવું પડશે. ગમે ત્યારે રાત્રે ભર ઉંઘમાં તમને બાળકનું રુદન સાંભળવા મળશે. એક સારી ઉંઘ તો તમને બાળક અઢી ત્રણ વર્ષનું થશે ત્યાર બાદ જ મળશે. માટે ફરિયાદ બંધ કરીને તેનો સ્વિકાર કરવો અને તેના માટે અત્યારથી જ માનસિક રીતે તૈયાર રહેવું.

About bhai bhai

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *