કેસર કેરી કરતા લીંબુ મોંઘા,ફરી એકવાર લીંબુના ભાવ માં થયો મોટો વધારો,જાણો 1 કિલો લીંબુ ની કિંમત

0
1670

ખટાશ માટે ખાવા-પીવામાં ઉપયોગમાં લેવાતા લીંબુ ને હવે ઘરે લાવવા સામાન્ય માણસો માટે એક પ્રકારની મુશ્કેલી ઊભી થઈ ગઈ છે. સમગ્ર દેશમાં એક લીંબુ ની કિંમત અંદાજે 15 થી 20 રૂપિયા છે અને બીજી તરફ એક કિલો લીંબુ ની વાત કરવામાં આવે તો તેનો ભાવ 300 થી 400 રૂપિયા છે. આપને જણાવી દઇએ કે આ જ લીંબુની એક મહિના પહેલા કિંમત 60 થી 70 રૂપિયા હતી જેમાં આટલો મોટો વધારો જોવા મળ્યો છે.

આપને જણાવી દઇએ કે છેલ્લા બે વર્ષમાં લીંબુની ખેતી કરતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. એનું કારણ કોરોના મહામારી છે અને ઇલ્લુર માં 5 હેકટર માં લીંબુની ખેતી કરનાર ખેડૂતે જણાવ્યું કે કોરોના કાળમાં લીંબુ સારા થયા હતા પરંતુ બજાર ખુલ્યા ન હતા. ગયા વર્ષે ડિસેમ્બરમાં થયેલા વરસાદથી પાકને મોટું નુકસાન થયું હતું

અને એવામાં સપ્લાય ઘટી ગઈ અને એક ટ્રક લીંબુ જે પહેલા પાંચ લાખ રૂપિયામાં મળતા હતા હવે એ 31 લાખ રૂપિયામાં મળી રહ્યા છે.લીંબુ માટે સૌથી વધારે સારી આંધ્રની માટી છે કારણકે વારંવાર પાણી ની તેને જરૂર પડતી નથી અને ઝાડ 3/4 વર્ષમાં ફળ આપવાનું શરૂ કરી દે છે અને 5 વર્ષ સુધી અને ખાતરની જરૂરીયાત જેટલું પાણી જીવતું રાખે છે.

દક્ષિણ ગુજરાતના ખેડૂતો 100 થી 120 રૂપિયા પ્રતિ કિલો માં હોલસેલ વેપારીઓ અને લીંબુ વેચે છે જ્યારે માલ અમદાવાદમાં ઉતરે છે તો સેમી હોલ સેલર્સ વેપારીઓને તે 140 થી 160 રૂપિયામાં મળે છે. મલા વેપારીઓ સુધી પહોંચતા તે કિંમત 180 થી 200 રૂપિયા પ્રતિ કિલો થઇ જાય છે. નાની દુકાન અને શાકભાજી વેચનારે 200 થી 250 રૂપિયામાં તેને લીંબુ મળે છે અને તે સામાન્ય માણસ સુધી પહોંચ્તા 300 થી 400 પ્યાર થઈ જાય છે.

કાલપુર શાક માર્કેટના વેપારીએ જણાવ્યું કે આ વખતે દક્ષિણ ભારતમાંથી થતી લીંબુની આવક પણ ઘણી ઓછી છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાત તો ચોક્કસ કહી શકાય કે આવનારા દિવસોમાં લીંબુ ની કિંમત વધશે અને હવે વરસાદ પડ્યા પછી લીંબુની આવક શરૂ થયા પછી જ કિંમતમાં ઘટાડો થશે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.