Breaking News

લીંબુ જ નહીં એના પાન પણ છે ગુણો નો ખજાનો, ખાલી સુંઘવાથી જ દૂર થઈ જાય છે આ મોટી મોટી બીમારીઓ….

લીંબુ એક એવું ફળ છે જેનો ઉપયોગ રોજિંદા દિનચર્યામાં રસોડાને લગતા લગભગ દરેક કાર્યોમાં થાય છે. લીંબુ-પાણી, લીંબુની ચા, સલાડમાં લીંબુનો રસ વપરાય છે. લીંબુમાં સૌથી વધુ વિટામિન સી હોય છે. લીંબુ વાળ, ચહેરો અને એકંદર સ્વાસ્થ્ય માટે ખૂબ આરોગ્યપ્રદ છે. જો કે, બહુ ઓછા લોકો જાણતા હશે કે લીંબુના પાંદડા લીંબુની જેમ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેઓ લીંબુ કરતા વધારે ફાયદાકારક છે.લીંબુના પાંદડામાં હાજર પોષક તત્વોસાઇટ્રિક એસીડ,કેલ્શિયમ,ફ્લેવોનોઇડ્સ,આયર્ન,ફોસ્ફરસ,વિટામિન એ, બી 1 અને સી,

  • લીંબુના પાનનો ફાયદો.
  • 1. જો તમને માથાનો દુખાવો થઈ રહ્યો છે, તો પછી તમે લીંબુના પાનનો રસ કાઢીને સુંઘો તમને જલ્દીથી આરામ મળશે. આધાશીશીની સમસ્યાથી પણ રાહત મળે છે.
  • 2. લીંબુના પાનના અર્કમાં થોડું મધ મેળવીને પીશો તો પછી પેટના કીડા મરી જાય છે.
  • 3. લીંબુના પાનના અર્કનો ઉપયોગ લીંબુ મલમ તરીકે કરવામાં આવે છે અને તેનો ઉપયોગ પર્યાવરણને કારણે થતી ત્વચા પરની આડઅસરો, તાણને દૂર કરવા માટે થઈ શકે છે.
  • 4. લીંબુના પાનમાંથી રસ કાઢી અર્ક અથવા રસનો ઉપયોગ ઇન્દ્રિયોને શાંત કરવા માટે કરવામાં આવે છે. આમ લીંબુના પાનનો અર્ક વિવિધ સુંદરતા ઉત્પાદનોમાં ઉપયોગમાં લેવામાં આવે છે, જેથી ત્વચા પર સુગમ અસર પડે.
  • 5. રોજ સવારે ખાલી પેટ પર તમે એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી ઓલિવ તેલ સાથે લેવાથી પથરીની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

6.વજન ઓછું કરે. :લીંબુ ના મદદથી તમે તમારૂ વજન ઓછું કરી શકો છો. જો તમારું વજન વધારે હોય તો લીંબુ ના રસનો ઉપયોગ કરો લીંબુ નો શરબત પીવાથી શરીરનું વજન ઓછું થવા લાગે છે, અને વજન નિયંત્રણ માં આવી જશે. એટલ માટે જે લોકો નું વજન વધુ હોય તો એમને પણ લિબુ નો રસનો પીવો જોઈએ.

7.દાંત સાફ કરે : જો તમારા પીળા દાંત હોય તો દાંત ઉપર લીંબુનો રસ લગાવો, લીંબુનો રસ દાંત પર લગાવવાથી દાંત ની પીળાશ દૂર થશે, અને દાંત સંપૂર્ણ સફેદ થાય છે. આ સિવાય જો લીંબુના પાણીથી કોગળા કરવામાં આવે તો મોંમાંથી દુર્ગંધ પણ દૂર થાય છે.

8.રોગપ્રતિકારક શક્તિ માટે ઉપયોગ. : લીંબુ માં બાયોફ્લેવોનોઇડ્સ, વિટામિન સી અને ફાયટોન્યુટ્રિએન્ટ્સ હોય છે. આ બધા સ્રોતો પ્રતિરોધનક ક્ષમતા ને મજબૂત બનાવવાનું કામ કરે છે. તેથી, જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી છે, તેઓએ લીંબુનું સેવન કરવું.

9.ડાયાબિટીઝ માંટે લાભદાયક છે. : લીંબુના ફાયદા પણ ડાયાબિટીઝ સાથે સંકળાયેલા છે અને લીંબુ નો રસ પીવાથી શરીરમાં સુગર નું પ્રમાણ વધતું નથી. તેથી, જે લોકોને ડાયાબિટીઝનો રોગ છે તેઓએ દરરોજ એક ચમચી લીંબુનો રસ પીવો.

10.તમારા નાક ને ખોલે : લીંબુની અંદર વિટામિન સી હોય છે. અને વિટામિન સી શરદી ને દૂર કરવા માટે કાર્ય કરે છે. જો તમને શરદી થાય છે, તો એક ચમચી લીંબુ ના રસમાં થોડું મધ અને આદુનો રસ મિક્સ કરીને આ મિશ્રણ પીવો. આ મિશ્રણ પીવાથી બંધ નાક ખુલી જશે અને શરદી પણ મટી જશે.

11.તાવ દૂર કરશે. : તાવ આવે ત્યારે લીબુનો પીવાથી તાવ દૂર થાય છે ખરેખર, લીંબુમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે, જે તાવ ઘટાડવાનું કામ કરે છે. તેથી, જો તમને તાવ આવે છે, તો એક ચમચી લીંબુનો રસ પીવો. જો તમે ઈચ્છો છો તો તમે આ રસની અંદર તુલસીનો પાન પણ ઉમેરી શકો છો.

12.સ્નાયુ ને મળશે આરામ. : જો તમને પગના સ્નાયુઓમાં દુ:ખાવો થતો હોય, તો તમે ડોલમાં થોડું ગરમ ​​પાણી લો અને આ પાણીની અંદર લીંબુનો રસ ઉમેરો. તમે તમારા પગને આ પાણીમાં 15 મિનિટ રાખો આ કરવાથી, તમારા સ્નાયુઓને આરામ મળશે અને શરીરનો થાક પણ દૂર થઈ જશે.

13.ગળાના દુ:ખાવાને દૂર કરે. : બેક્ટેરિયા અને વાયરસને કારણે ગળામાં દુખાવો થાય છે. જો કે, જ્યારે ગળામાં દુખાવો થાય ત્યારે લીંબુનો રસ પીવામાં આવે છે, તો ગળા નો દુખાવો ઠીક થઈ જાય છે. ખરેખર માં, લીંબુ ની અંદર રહેલા એન્ટીબેક્ટેરિયલ્સ ફોલ્લીઓનું કારણ બનેલા બેક્ટેરિયા અને વાયરસને દૂર કરવા માટે કાર્ય કરે છે.

14.વાળ માટે લીંબુના ફાયદા. : લીંબુના ફાયદા વાળ સાથે પણ છે અને લીંબુની મદદથી તમે વાળ સંબંધિત અનેક સમસ્યાઓથી રાહત મેળવી શકો છો.

15.ખોડો કરે દૂર. : ખોડો થવા પર તમે માથા માં લીંબુનો રસ લગાવો. લીંબુનો રસ માથાની ચામડી પર નાખવાથી ખોડો દૂર થાય છે અને વાળ મજબૂત બને છે. તમે બાઉલમાં નાળિયેર નું તેલ લો અને તેમાં લીંબુનો રસ મિક્સ કરો. પછી તમે તેને તમારા વાળના મૂળમાં લગાવો અને તેને તમારા વાળ પર 20 મિનિટ સુધી રહેવા દો અને જ્યારે તે સુકાઈ જાય છે ત્યારે ગરમ પાણી ની મદદથી તમારા વાળ ધોઈ લો, અઠવાડિયામાં બે વાર વાળ પર લીંબુનો રસ લગાવવાથી ડેંડ્રફની સમસ્યાથી રાહત મળે છે.

16.વાળ બને ચમકદાર. : જો વાળ પર લીંબુનો રસ લગાવવામાં આવે તો વાળ માં ચમક આવી જાય છે. તેથી, જે લોકોના વાળ નબળા છે, તેમના વાળ પર લીંબુનો રસ લગાવો. લીંબુનો રસ નિયમિતપણે વાળ પર લગાડવાથી તમારા વાળને કુદરતી ચમક મળશે. આટલું જ નહીં, વાળ પર લીંબુનો રસ લગાવવાથી વાળ ખરતા પણ નથી.

17.ચહેરો સાફ કરો. : લીંબુનો રસ ખાટો હોય છે અને તેને ચહેરા પર લગાવવાથી ચહેરાનો રંગ શુદ્ધ થાય છે. તેથી, જે લોકો સુંદર ત્વચા મેળવવા માંગે છે, તેઓ રૂ ની સહાયથી અઠવાડિયામાં બે વાર ચહેરા પર લીંબુનો રસ લગાવે. આ રસને તમારા ચહેરા પર ઓછામાં ઓછા 15 મિનિટ માટે રાખો અને તે સુકાઈ જાય પછી તમારા ચહેરાને હલકા ગરમ પાણીથી સાફ કરો. લીંબુનો રસ ચહેરા પર લગાવવાથી તમારા ચહેરાની ત્વચા પણ સુંદર થઈ જશે, ચહેરા સિવાય તમે લીંબુનો રસ શરીરના અન્ય ભાગો જેવા કે પગ અને હાથ પર લગાવી શકો છો.

18.ટૈન કરો દૂર. : લાંબા સમય સુધી તડકામાં રહેવાથી ચહેરા પર ટૈન થઇ જાય છે અને ત્વચા કાળી કે લાલ થાય છે. ટૈન થવા પર તમે થોડી મુલતાની માટી લો અને તેમાં લીંબુનો રસ નાખો અને આ પેસ્ટ તમારા ચહેરા પર લગાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવવાથી ટૈન દૂર થઈ જશે.

19.નખ કરે સાફ. : લીંબુ નખ સાફ કરવામાં પણ મદદગાર છે. જો લીબુ ના રસમાં નખ ને રાખવામાં આવે તો નખમાં રહેલી પીળાશ પણ દૂર થાય છે. તમે એક વાસણની અંદર ગરમ પાણી લો અને તેમાં બે ચમચી લીંબુનો રસ ઉમેરો. આ પછી તમે તેમાં તમારી આંગળીઓ ને મૂકો. અને 15 મિનિટ પછી તમે તમારી આંગળીઓને બહાર કાળી લો. તમારા નખનું પીળાપણ દુર થશે.

20.લીંબુની અંદર રહેલા પોષક તત્વો… : લીંબુ ના ફાયદાઓ વાંચ્યા પછી, તમારે એ પણ જાણવું જોઇએ કે નાના લીંબુ ની અંદર કયા પોષકતત્ત્વો જોવા મળે છે. કેલરી: 30 ફાઈબર: 2.8 ગ્રામ ચરબી: 0.3 ગ્રામ પાણી: 89% પ્રોટીન: 1.1 ગ્રામ કાર્બ્સ: 9.3 ગ્રામ ખાંડ: 2.5 ગ્રામ. લિબુ ના નુકસાન. લીંબુમાં સાઇટ્રિક એસિડ વધુ પ્રમાણમાં જોવા મળે છે અને સાઇટ્રિક એસિડ દાંતને નુકસાન પહોંચાડે છે. સાઇટ્રિક એસિડનું વધુ પડતું સેવન દાંતના બગાડનું કારણ બને છે.

21.લીંબુનો રસ વધારે પ્રમાણમાં પીવાથી છાતીમાં બળતરા થાય છે. તેથી, મોટા પ્રમાણમાં લીંબુનો રસ ન પીવો.નાના બાળકોને લીંબુનો રસ ન પીવા દો. લિબુ ના ફાયદા જાણ્યા પછી તમે તેનું સેવન જરૂર કરો. તમે ઈચ્છો તો તમે શાકભાજી માં પણ લિબુ નો રસ ઉમેરી શકો છે અથવા ચા પણ પી શકો છો.

About bhai bhai

Check Also

રાત્રે સૂતા પહેલા કરો આ 7 વસ્તુઓનું સેવન સવારમાં ઉઠતા ચરબી થઈ જશે ગાયબ, જાણી લો આજે જ

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *