સાંભળો સૌરાષ્ટ્રની ધરતી પર બિરાજમાન દડવા ના રાંદલ માતાજીની જૂની અને ન સાંભળેલી વાતો

0
156

સૌરાષ્ટ્રની ધરતી પર ગોંડલ નજીક દડવા માં રાંદલ માતાજી નું મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. ગોંડલ થી મોવિયા અને ત્યાંથી વાસાવાડ માગેઁ ૩૫ કિ.મી.ના અંતરે દડવા ગામ માં બે જોડ સ્વરૂપે બિરાજેલા છે રાંદલ માતા. આધ્યાત્મિક ભાષામાં જણાવીએ તો અહીં બિરાજેલા રાંદલ માતાજી માંથી દિવ્ય અલૌકિક ઉર્જા ફેલાય છે.

એક વખત સૌરાષ્ટ્રમાં ખૂબ જ ગંભીર દુષ્કાળનું વાતાવરણ સર્જાય છે. તેનાથી રક્ષણ મેળવવા માટે લોકો ટીંબામાં વાસ કરે છે. બીજું કોઈ નહીં પરંતુ સ્વયં રાંદલ માતાજી છે. આ બાળકીના પગ ગામમાં પડતા જ ચારે બાજુ અનોખા ચમત્કારો થવા માંડે છે.અપંગ,આંધળાતથા કોઢ થી પીડાતા લોકો પણ સાજા થઈ જાય છે. તેમ છતાં તેમને કોઈ ઓળખી શકતું નથી.માટે તે કોઈ અન્ય લીલા સર્જીને ગ્રામ્યજનો સમક્ષ પ્રગટ થવાનો નિશ્ચય કરે છે.

રાંદલમાતા પુરા ગામ માં જાય છે કે જયા બાદશાહ ના સિપાયો હોય છે દૂધ-ઘી આ માલધારીઓ પાસેથી લેવા માટે તેમની સમક્ષ તે 16 વર્ષની કન્યાના સ્વરૂપમાં જાય છે.બાદશાહ સુધી આ વાત પહોંચી જાય છે તેથી તે આ સુંદરી જ્યાં છે ત્યાં આવે છે અને તેને પોતાની સાથે જ લઈ જવા માટે માલધારીઓ ઉપર ત્રાસ ગુજારે છે.

આ દ્રશ્ય જોઈને રાંદલમાતા ક્રોધિત થઈ જાય છે.અને તેની પાસે ઉભેલા વાછરડાને પરિવર્તિત કરી નાખે છે. અને તેની સમગ્ર સેનાનો નાશ કરી નાખે છે જેથી આ ગામને દડવા તરીકે ઓળખવામાં આવે છે .રાંદલ માતાજીની જોઈને ગ્રામજનોમાં ખુશીની લાગણી છવાઇ જાય છે.

આ પ્રસંગ બાદ રાંદલમાતા ગામજનોને વચન આપે છે કે જે કોઈ વ્યક્તિ તેમની સાચા હૃદયથી તેમજ સંપૂર્ણ શ્રદ્ધાથી ભક્તિ કરશે તો રાંદલ માતા તેમની સર્વ સમસ્યા હરી લેશે. અંધજન ને નેત્રો આપશે ,અપંગને પગ આપશે ,કોઢીયાના કોઢ મટાડશે તથા નિ:સંતાન ને સંતાન આપશે.

આ મંદીર એ દર નવરાત્રિએ યજ્ઞ થાય છે તથા રાંદલ માતાજીના લોટા તેડાય છે અને ચંડીપાઠ થાય છે. ગોરાણી જમાડે છે અને બટુક ભોજન પણ કરાવવામાં આવે છે. અહીં રાંદલ માતાની પરોઢ તેમજ સંધ્યા સમય ની આરતી ના દર્શન કરવા એ જ લોકો પોતાના ધન્ય ભાગ સમજે છે.

ડ સવારે પાંચ વાગ્યે તથા સાંજે સાત વાગ્યે આરતી થાય છે. પ્રાચીન રિવાજ મુજબ શંખ-ઢોલ-નગારા તથા ધંટ ના સ્વર સાથે આરતી કરવામાં આવે છે. રાંદલ માતાજીના મંદિરે દેશ-વિદેશથી ભક્તોની ભીડ ઉભરાય છે. જ્યાં માણસોને વિચારવાની ક્ષમતાનો અંત આવે છે ત્યાંથી જ શ્રદ્ધા ના દ્વાર નો પ્રારંભ થાય છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.