વાવાઝોડું હવે પાક્કું ને..! લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના આ વિસ્તારોમાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી,જાણો વિગતે

0
162

ગુજરાત રાજ્યના દરિયામા લો પ્રેશર સિસ્ટમ સર્જાતા રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. આજથી વરસાદનું જોર કરશે તેવી પણ આગાહી કરવામાં આવી છે પણ સિસ્ટમ વધુ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે અને આગામી ચાર દિવસ સામાન્યથી ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે

અને 15 થી 16 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે અને અરબી સમુદ્રમાં ડિપ્રેશન હોવાથી માછીમારો ને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે ને ભારે વરસાદ અને પવનને જોતા દરિયાઈ બંદરો પર સિંગલ નંબર એક લગાવવામાં આવ્યો છે.રાજ્યમાં શુક્રવાર સવારથી 206 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ મંગાયો છે. રાધનપુરમાં 3.75 ઇંચ,

ઈડરમાં 2.5 ઇંચ, વિજયનગરમાં 2.25 ઇંચ, ઉમરપાડામાં 2.25 ઇંચ, મહેસાણામાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. બંગાળની ખાડીમાં સર્જાયેલી વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશના પૂર્વ ભાગમાં પહોંચી છે.બીજી તરફ સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર ઉપર એક નવી લો પ્રેશર સિસ્ટમ બની છે.કચ્છ,દાહોદ, પંચમહાલ, મહીસાગર માં ભારેથી અતી

ભારે વરસાદ જ્યારે અમદાવાદ ગાંધીનગર ખેડા વડોદરા અરવલ્લી રાજકોટ જામનગર દ્વારકા સુરત તાપી નવસારી ડાંગ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને 48 કલાકમાં લો પ્રેશર પશ્ચિમ તરફ આગળ વધશે તેવી શક્યતાને પગલે શનિવારે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

ગુજરાત રાજ્યનો 1600 કિલોમીટરનો દરિયો હવે ગુજરાતીઓને ડરાવી રહ્યો છે. દરિયામાં ભારે કરણના કારણે 15-15 ફૂટ સુધીના ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયો તોફાની બનતા માછીમારો સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોની ચિંતા વધી છે. વલસાડના દરિયા કિનારે તોફાની માહોલ છે અને દરિયાના પાણીએ અનેક જગ્યાએ કિનારા વટાવ્યા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.