શું કમાને લઇને ફરી એકવાર વિવાદ આવ્યો? લોક સાહિત્યકાર કિર્તીદાન ગઢવીએ કમાની હાજરી આપવાના કેટલા રૂપિયા મળે છે તેને લઈને કર્યો મોટો ખુલાસો, જુઓ વિડિયો

0
61

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે કોઠારીયા નો કમો ડાયરાઓની શાન બની ગયો હતો ને ત્યારબાદ તો ભાજપના પ્રચારમાં પણ ચૂંટણી દરમિયાન જોવા મળ્યો હતો. આ વર્ષ કમા માટે ખૂબ જ યાદગાર બની ગયું છે અને આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતી લોકપ્રિય કલાકારોની જેમ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપવાનું શરૂ કર્યું છે અને કમાની

સફળતા પાછળ શ્રેય આપવામાં આવે તો કિર્તીદાન ગઢવી ના અપાય છે. હાલમાં સોશિયલ મીડિયામાં કમા ની હાજરીના કેટલા પૈસા મળે છે તે અંગે કિર્તીદાન ગઢવીએ ખુલાસો કર્યો છે.કમો જ્યારથી ડાયરાઓની શાન બની ગયો છે ત્યારથી અનેક લોકોએ કમાને લઈને વિવાદ પણ શરૂ કર્યા હતા અને લોકોનું કહેવું છે કે માનસિક બીમાર કમાનો

ફોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેને પરાણે નચાવામાં અને ધુણાવવામાં પણ આવે છે. આ બાબતે કિર્તીદાન ગઢવીએ જવાબ આપ્યો હતો કે વિરોધ કરનારા તમામ લોકોના મોઢા બંધ થઈ જશે.કિર્તીદાન ગઢવીએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે લોકો વિરોધ કરે છે કે કમા ને નચાવામાં લઈ જાય છે પરંતુ આ પ્રકારના દિવ્યાંગ બાળકોને નૃત્ય અને

સંગીતનો શોખ હોય છે. અમે તેને પરાણે નથી નચાવતા અને કમા ને હાજરી આપવામાં લોકો 20,000 25,000 50,000 સુધીના રૂપિયા આપે છે. જેનો આત્મા અંદરથી આનંદ પામતો હોય તો અમને પણ મજા આવે છે અને તેને પણ મજા આવે છે.યોગેશ દાને કહ્યું હતું કે કમાને આ રીતે ઉપયોગ કરી શકાય નહીં અને કમાણી માનસિક સ્થિતિ શું હોય

આપણે સમજી શકે નહીં તેના તોફાન શું હોય તે આપણે સમજી શકીએ નહીં અને આ પછી અન્ય કલાકારો નો અભિપ્રાય સામે આવ્યો હતો. કમો હવે સમગ્ર ગુજરાતમાં સેલિબ્રિટી બની ગયો હોય તેનો આનંદ વ્યક્ત કર્યો પણ તેને પડતી હેરાનગતિ અને જે રીતે આયોજકો તેનો ઉપયોગ કરી રહ્યા છે તે સૌ વેદના પ્રગટ કરી અત્યારે સમાજને તંદુરસ્ત સંવાદ રચાય તે માટે અલગ અલગ કલાકારોના અભિપ્રાય પણ લેવામાં આવ્યા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.