સેલ્ફી-વિડીયોના કારણે જીવ ગુમાવ્યો : નદી કિનારે સેલ્ફી અને વિડીયો બનાવતી વખતે 2 મિત્રો નદીમાં ડૂબી ગયા – બંનેના કરૂણ મૃત્યુ…

0
38

હાલમાં ભોજપુરી જિલ્લાના કોઈલવારમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સેલ્ફી લેતી વખતે એને વિડીયો બનાવતી વખતે સોન નદીમાં ડૂબી જવાના કારણે બે મિત્રોના કરૂણ મૃત્યુ થયા છે. અન્ય બે મિત્રોને ત્યાં હાજર લોકો દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટના મંગળવારના રોજ બપોરના સમયે બની હતી.

આ ઘટનામાં રોશન કુમાર અને અભિષેક કુમાર નામના બે મિત્રોના મૃત્યુ થયા છે. બંને મિત્રો અરાહના નવાદા વિસ્તારમાં રહેતા હતા અને અભ્યાસ કરતા હતા. મૃત્યુ પામેલા રોશનના કાકાએ જણાવ્યું કે, મંગળવારના રોજ સવારે રોશન પોતાના મિત્ર નો જન્મદિવસ મનાવવા માટે રામના મેદાન જઇ રહ્યો હોવાનું કહીને ઘરેથી નીકળી ગયો હતો.

પરંતુ તે પોતાના ચાર મિત્રો સાથે કોઈવલર નીકળ્યો હતું. મળતી માહિતી અનુસાર રોશન તેના મિત્રો અંશુ, ચંદ રાજ, અમિત અને અભિષેક નદી કિનારે આવેલ દિનેશ્વર ધામ મંદિરના દર્શન કરવા માટે પહોંચ્યો હતો. ત્યારબાદ સૌ મિત્રો સૌને નદીના કિનારે ગયા હતા. ત્યાં પુલની નીચે નાહતી વખતે તેઓ સેલ્ફી લેવાનું અને વિડિયો બનાવવાનું શરૂ કર્યું હતું.

આ દરમિયાન રોશન અને અભિષેક અન્ય બે સાથીઓ સાથે નદીની વચ્ચે પડેલી ક્ષતિગ્રસ્ત બોટ તરફ આગળ વધ્યા હતા. ત્યાં જતી વખતે રોશન અને અભિષેક નો પગ લપસી જાય છે અને બંને ઊંડા પાણીમાં પડી જાય છે. આ ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો ત્યાં પહોંચ્યા હતા અને નદીમાં ડૂબી રહેલા બે મિત્રો ને બચાવી લીધા હતા.

પરંતુ રોશન અને અભિષેકની બચાવી શક્યા ન હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. થોડીકવાર બાદ રોશનના મૃતદેહની નદીમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું અને અભિષેકના મૃતદેહની હજુ પણ શોધખોળ ચાલુ છે. ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.