મંદિરમાં પંડિત પ્રસાદની સાથે આપે આ વસ્તુ તો સૌથી પેહલા કરો આ કામ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ઘણા લોકો કેટલીક વખત યાત્રા કરે છે. એવામાં યાત્રા દરમિયાન આપણાને ઘણી એવી વસ્તુઓ મળી જાય છે જે હેરાન કરી દે તેવી હોય છે. તો યાત્રા દરમિયાન આપણાને રસ્તામાં મંદિર પણ મળે છે અને ત્યાં આપણે થોડીક વાર માટે રોકાઇ જઇએ છે. તો મંદિરમાં પુજારી ભગવાનને અર્પણ કરેલા ફુલ અને માળા પ્રસાદ તરીકે આપે છે અને આશીર્વાદ સમજીને આપણે પાસે રાખી લઇએ છીએ અને આપણા ઘરે પણ લઇ જઇએ છીએ. પરંતુ કેટલીક વખત એવું પણ થાય છે કે આપણે સમજી શકતા નથી કે તેનું શુ કરવાનું છે. એવામાં મનમાં એક ડર પણ રહે છે કે સૂકા ફુલ ઘરમાં રાખવાથી કઇ અશુભ ન થઇ જાય.

જ્યારે બીજી તરફ મંદિરથી મળેલા આશીર્વાદ હોવાથી તેને ફેંકી પણ શકતા નથી. તો આજે અમે તમને જણાવીશુ આ અંગે. શાસ્ત્રો અનુસાર જો મંદિરમાં ભગવાન પર ચઢાવેલા ફુલ કે હાર મળે છે તો તેને પહેલા ઘરની તે તિજોરીમાં રાખો જ્યાંલ તમે ઘરેણા અને પૈસા રાખો છો. જો પ્રસાદમાં ફુલ મિક્સ કરીને આપવામાં આવ્યા છે તો તેને તિજોરીમાં રાખો. કહેવામાં આવે છે કે તેનાથી ધનમાં વધારો થાય છે. તેની સાથે જ ફુલ સૂકાવવા પર તેને નાના કપડામાં બાંધીને રાખી મૂકો.

ધ્યાન રહે કે યાત્રા દરમિયાન કોઇપણ મંદિરમાંથી ફુલ કે હાર મળે તો એવામાં તમે તે ફુલોને તમારા હાથની હથેળી પર રાખીને સુંઘો, સુંઘી લીધા બાદ તેને કોઇ ઝાડના મૂળ માટે રાખી દો નહીંતર તને કોઇ નદીમાં પધરાવી દો આ પણ એક સારો ઉપાય છે. કહેવાય છે કે તેને સુંઘવાથી તે ફુલમાં રહેલી સકારાત્મક ઉર્જાને તમે તમારી અંદર લઇ શકો છો.

મિત્રો કોઇ પણ નાના મોટા મંદિરમાં પૂજા અથવા આરતી પૂરી થયા પછી પ્રસાદ સ્વરૂપે ચરણામૃત લોકોને આપવામાં આવે છે. આપણે આ ચરણામૃત ગ્રહણ તો કરી લઈએ છીએ પરંતુ તેની પાછળનું મહત્વ શું છે અને ચરણામૃત ગ્રહણ કરવાથી શું શું ફાયદા થાય છે તે નથી જાણતા હોતા.

સામાન્ય જળ જ્યારે ભગવાનના ચરણોમાં અર્પિત થાય છે ત્યારે તે જળ સામાન્ય રહેતું નથી. તે અમૃત સમાન બની જાય છે અને એટલા માટે જ તેને ચરણામૃત કહેવામાં આવે છે. મિત્રો આ ચરણામૃતનું ધાર્મિક અને વૈદિક મહત્વ તો છે જ પરંતુ તેની સાથે સાથે ચિકિત્સા દ્રષ્ટીએ પણ ચરણામૃત આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થાય છે. તો ચાલો જાણીએ ચરણામૃતનું મહત્વ. પૌરાણિક કથાઓ અનુસાર જે વ્યક્તિ ચરણામૃત ગ્રહણ કરે છે તેનો પુનર્જન્મ થતો નથી. ચરણામૃતથી સંકળાયેલ એક કથા ખૂબ જ પ્રચલિત છે. આ કથા જ્યારે વિષ્ણુ ભગવાનનો વામન અવતાર થયો હતો ત્યારની છે.

વામન અવતાર થયો ત્યારે તે રાજા બલિની યજ્ઞશાળામાં દાન લેવા માટે જાય છે. વામન અવતારમાં આવેલા વિષ્ણુ ભગવાને ત્રણ પગલાં ત્રણ લોક માપી લીધા હતા. પહેલા પગલામાં નીચેના લોક આવ્યા હતા. બીજા પગલામાં ઉપરના લોક આવ્યા હતા અને જ્યારે બ્રહ્મલોકમાં તેમનો ચરણ પડ્યો ત્યારે બ્રહ્માજીએ તેમના કમળ મંડળમાંથી જળ ભર્યું અને તે જળથી વામન ભગવાનના પગ ધોયા. આમ જળને ફરી તેના કમળમંડળમાં રાખી લીધું.

ત્યારબાદ આ જળ ગંગાજી બની ગયું. જે આજે દરેક લોકોને પાપ ધોવા માટે ઉપયોગી આવે છે. તેથી જ તો જ્યારે પણ કૃષ્ણ ભગવાનની આરતી કરવામાં આવે છે ત્યારે લોકો કહેતા હોય છે કે “ચરણો સે નિકલી ગંગા પ્યારી, જિસને પૂરી દુનિયા તારી” ચરણામૃતનું ધાર્મિક મહત્વ પણ છે. પરંપરા અનુસાર ચરણામૃતને માથે લગાડ્યા બાદ જ ગ્રહણ કરવામાં આવે છે. આ ચરણામૃતને અમૃત સમાન માનવામાં આવ્યું છે. એક કથા અનુસાર ભગવાન શ્રીરામના ચરણ ધોઈને ચરણામૃત ગ્રહણ કરવામાં આવ્યું હતું.

ચરણામૃતનું મહત્વ ધાર્મિકતાની સાથે સાથે ચિકિત્સકીય બાબતો માટે પણ ઉપયોગી છે. ચરણામૃતને હંમેશા તાંબાના પાત્રમાં રાખવામાં આવે છે. આયુર્વેદ અનુસાર તાબાના પાત્રમાં અનેક બીમારીઓ દૂર કરવાના તત્વો હોય છે અને તેમાં જળ રાખવાથી તે તત્વો જળમાં મિશ્રિત થાય છે અને આમ આ જળને ગ્રહણ કરવામાં આવે તો રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આમ અનેક બીમારીઓથી પણ દૂર રહીએ છીએ.

બીજી વાત એ પણ છે કે આ ચરણામૃતમાં તુલસીના પાન નાખવામાં આવે છે. આ તુલસીના પાનના કારણે ચરણામૃતમાં રોગ પ્રતિકારક શક્તિ વધુ પ્રબળ બને છે. એવું માનવામાં આવે છે કે તુલસી વાળું ચરણામૃત ગ્રહણ કરવામાં આવે તો બુદ્ધિનો વિકાસ થાય છે અને વિચાર શક્તિ ખુબ જ પ્રબળ બને છે.

એવું કહેવામાં આવે છે કે જમણા હાથે ચરણામૃત ગ્રહણ કરવાનો આવે તો સુખ, ધન સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે. તેથી જ્યારે ચરણામૃત ગ્રહણ કરો ત્યારે હંમેશા જમણા હાથ દ્વારા જ ગ્રહણ કરવું અને જ્યારે પણ કોઈને ચરણામૃતનું આપો ત્યારે પણ જમણા હાથે જ આપવું જોઈએ.

આ ઉપરાંત તમને જણાવી દઈએ શ્રીમદ્ ભગવત ગીતામાં સ્વયં ભગવાને જણાવ્યું છે કે રોજ ભોજન કરતાં પહેલાં ભગવાનને ભોગ ધરાવવો જોઈએ. દરેક વ્યક્તિનું જીવન શ્રીકૃષ્ણ વિના નીરસ હોય છે. અનેક વર્ષોથી વિવિધ યોનીમાં ભટકતા જીવનો પરમ ઉદ્દેશ માત્ર એટલો છે કે તે શ્રીકૃષ્ણની સેવા-પૂજા કરે.શ્રીકૃષ્ણને જીવનની દરેક ક્રિયા કરી અને પ્રસન્ન કરવાથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે. આ ક્રિયાઓ માંથી જ એક છે ભગવાનને ભોગ ધરાવવો. ભગવાનને રસોઈ માંથી પહેલી થાળી ધરાવવાનો અર્થ તેમને સન્માન આપવાનો એક ભાવ છે.

હિંદુ ધર્મ માં ભગવાન ને પ્રસાદ અથવા ભોજન કરાવવાની પરંપરા છે.અમુક લોકો રોજ વિધિ-વિધાન થી ભગવાન ની પૂજા ભલે ન કરે, પરંતુ એમના ઘર માં ભગવાન ને પ્રસાદ જરૂર ચઢાવે છે. એમ તો આની પાછળ નું કારણ એ છે કે શ્રીમદ ભાગવત ગીતા માં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે જોઈ ભક્ત પ્રેમપૂર્વક મને ફૂલ, ફળ, અનાજ, પાણી વગેરે અર્પણ કરે છે. એમાં હું પોતે પ્રકટ થઈને ગ્રહણ કરું છું.

શ્રીકૃષ્ણ કર્ણામૃત ગ્રંથ અનુસાર ભગવાન અભિન્ન છે. તેથી જરૂરી છે કે ઘરે બનતાં ભોજનનો ભોગ ભગવાનને ધરાવવામાં આવે. જો ભોજન લેતી વખતે તમે ઘરે હાજર ન હોય તો થાળીમાંથી પહેલું બટકું તોડો તે પહેલાં પ્રિય ભગવાનને સ્મરણ કરી લેવા જોઈએ. જો કે ભગવાનને એવો ભોગ ધરવાની મનાઈ હોય છે જેમાં લસણ, ડુંગળી, માંસાહારનો ઉપયોગ થયો હોય.

ભગવાનને ફળ, મીઠાઈ અને રોજ બનતું ભોજન વ્યવસ્થિત થાળીમાં પીરસીને ધરાવવું જોઈએ. આ ઉપરાંત જ્યારે પણ જમવા માટે થાળી લઈને બેસો ત્યારે ત્રણ વખત ‘શ્રીવિષ્ણુ, શ્રીવિષ્ણુ, શ્રીવિષ્ણુ’ નામનું સ્મરણ કરવું. આમ કરવાનો અર્થ થાય છે કે થાળીમાં રહેલું ભોજન તમે પહેલાં ભગવાનને અર્પણ કર્યું છે.

આમ કરવાથી વ્યક્તિની બુદ્ધિ સુધરે છે તેમજ પ્રભુકૃપા પ્રાપ્ત થાય છે.જ્યારે જ્યારે ભોગ ધરાવો મનમાં સ્મરણ કરો પ્રાણાયાય સ્વાહા, અપાનાય સ્વાહા, ધ્યાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. આમ કરીને ભોજન ધરાવશો તો ભગવાન જરૂરથી પ્રસન્ન થશે અને તમારી સાદી થાળી પણ પ્રસાદ બની જશે.

ભગવાનને ધરાવીને ભોજન કરવાથી ભોજનના દોષ અને વિકાર દુર થાય છે તે માત્ર કલ્પના નથી. રિસર્ચ ઇન્સ્ટીટયુટ ઓફ સ્પિરિત્ચુઅલ સાયન્સ બેંગલુરુના રેસર્ચરો એ ૩૦ વ્યક્તિ પર પ્રયોગ કર્યો અને જાણ્યું કે એક એવું ભોજન કરવા પર તેની વિધિ અને ભાવનાની અસર પડે છે. આ અસર અલગ અલગ હોય છે.

ઉદાહરણ તરીકે ૩૦ માંથી ૧૨ લોકો ને કેહવામાં આવ્યું કે ભોજન શરુ કરતા પેહલા ભગવાનને ભોગ લગાવવામાં આવે. આઠ લોકોએ ભોગ લગાવ્યા વિના ભોજન કર્યું અને ૧૦ લોકોને ફરતા ફરતા ભોજન કરવાનું કેહવામાં આવ્યું.

સાત અઠવાડિયા સુધી કરાયેલા આ પ્રયોગ મા અભ્યાસીઓના સ્વાસ્થ્યનો અભ્યાસ કરાયો. જે લોકોએ ભગવાનને ભોગ ચઢાવીને જમ્યું તેમને ૭૦% થી વધુ આહાર સારી રીતે પચાવી લીધો હતો. ભોગ નહિ લગાવીને સામાન્ય રીતે ભોજન કરનાર લોકોના સ્વાસ્થ્ય અને પાચનશક્તિ પર તેની વિપરીત અસર પડી.

ભગવાન ની કૃપા થી જે પાણી અને અનાજ આપણને પ્રાપ્ત થાય છે. એ ભગવાન ને અર્પિત કરવું જોઈએ અને એની પ્રતિ કૃતજ્ઞતા પ્રકટ કરવા માટે જ ભગવાન ને ભોગ ચઢાવવામાં આવે છે. એવી માન્યતા છે કે ભોગ ચઢાવ્યા પછી ગ્રહણ કરેલું અનાજ દિવ્ય થઇ જાય છે. કારણ કે એમાં તુલસી દળ હોય છે. તુલસી ને પરંપરા થી ભોગ માં રાખવામાં આવે છે. એનું એક કારણ તુલસી દળ નું ઓષધીય ગુણ છે. એકમાત્ર તુલસી માં આ ખૂબી છે કે એના પાંદડા રોગપ્રતિરોધક હોય છે.

ભગવાનને ભોગ ચઢાવીને ભોજન કરવાનું કારણ મનોવિજ્ઞાનીક પણ છે. ડૉ. વસંતના જણાવ્યા અનુસાર જે કાઈ પણ ખાવા મા આવી રહ્યું છે તે કોઈ ઉચ્ચ આધ્યાત્મિક સત્તાને ભોજન સમર્પિત કરવાથી મન મેહસૂસ કરે છે કે તેને તમામ બલાઓ ભગવાન પર છોડી દીઘી છે. આ અનુભૂતિ પણ ભોજનના નકારાત્મક ગુણો ને ઘટાડે છે.

પ્રાચીન આહાર શાસ્ત્રીઓએ ભોજનની સાથે પવિત્રતા ના કેટલાયે નિયમો બનાવ્યા હતા. તેનું કારણ એ જે કાઈ હોય પરંતુ ડો. બેલોરી નું માનવું છે કે આ નિયમોની પેહલી અસર મનમાં એ અહેસાસ જગાવવા માટે મોટું કારણ બને છે કે જે ખાવામાં આવી રહ્યું છે તે દુનિયામાં સુક્ષ્મ શક્તિઓ પર પણ થવાની છે.

જો કોઈ ઠરાવ પસાર થાય તો તે સુક્ષ્મ શક્તિઓ પર પહેલા થશે. અને સાધક તેની ખરાબ અસરથી બચી જશે. પ્રત્યેક વસ્તુ પ્રસાદ માનવાથી વ્યક્તિ નું ભોજન વધુ સાત્વિક અને સ્વચ્છ બની જાય છે.એવી પણ માન્યતા છે કે ભગવાન ને પ્રસાદ ચઢાવવાથી ઘર માં અનાજ નો ભંડાર હંમેશા ભર્યો હોય અને ઘર માં કોઈ અછત આવતી નથી.

લક્ષ્મીજી ને ઘનની દેવી માનવામાં આવે છે. લક્ષ્મીજીને પીળા અને સફેલ રંગની મીઠાઈઓ અતિ પ્રિય છે. ઉપરાંત તેમને કેસર પણ પ્રિય છે. લક્ષ્મીજીનો આ મનપસંદ ભોગ ચઢાવવાથી ભક્તોને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. વિષ્ણુ ભગવાનને ખીર અને રવાનો શિરો ખુબજ પ્રિય છે. તેમના ભકતો વૈષ્ણવ કહેવાય છે. તેથી તેમના ભક્તો વિષ્ણુ દેવને પ્રસન્ન કરવા આ વસ્તુઓ અર્પણ કરે છે.

ગણપતિ દાદા ને લાડુ અતિ પ્રિય છે. તેથી તેમને પ્રસન્ન કરવા તમે લાડુનો ભોગ ચઢાવી શકો છો. ઉપરાંત બાપાને ઘી, મોતીચૂર, નારિયેળ અને બેસનના લાડુ પણ પસંદ છે.નંદ કનૈયાલાલ શ્રીકૃષ્ણને માખણ અને મિશ્રી પસંદ છે. જયારે તમે કૃષ્ણ માટે પ્રસાદ કરો ત્યારે માખણનો ભોગ ચોક્કસ ચઢાવવો.સત્યનારાયણ ભગવાનની પૂજામાં તેમને રવાના લોટનો શિરો અર્પણ કરવો.

ભોળાનાથ ને ભાંગ અને પંચામૃત પસંદ છે. ઉપરાંત તેમને દૂધ, ધતુરો, શેરડીનો રસ, આકડો, બિલ્વપત્ર, ચંદન અને ફૂલો પણ અર્પણ કરવામાં આવે છે. શિવરાત્રીના દિવસે ભોળાનાથને ભાંગ ચોક્કસપણે અર્પણ કરવી. આનાથી શંકર ભગવાન તમારા પર પ્રસન્ન થશે. દુર્ગા દેવીને શક્તિના દેવી માનવામાં આવે છે. તમે તેમને ખીર, હલવો, માલપુઆ, કેળા અને પૂરણપોળીનો ભોગ અર્પણ કરી શકો છો.શ્રીરામ ને ભાત, ખીર વગેરે પ્રસાદ પસંદ છે.

Leave a Comment