ગરમીથી છુટકારો મેળવવા મહેશભાઈ સવાણી આ ખૂબસૂરત જગ્યાએ નીકળ્યા ફરવા,માણી રહ્યા છે એવી મોજ કે ફોટા જોઈને…

0
273

હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે ત્યારે સૌ કોઈને બહારગામ ફરવા જવાનું ખૂબ જ ગમતું હોય છે. વાત કરીએ ગુજરાતી કલાકારોની તો, હાલ સૌ કોઈ વિદેશનો પ્રવાસ કરી રહ્યા છે. તમે જાણતા હશો કે કિંજલ દવે અને ગીતાબેન રબારી પણ અમેરિકાની મુલાકાતે હતા. ત્યારબાદ ખજૂરભાઈ પણ દુબઈના પ્રવાસે ગયા હતા અને હવે આવા જ એક ગુજરાતી કે જે રજાના દિવસોનો આનંદ લઇ રહ્યા છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મહેશ સવાણી વિશે કે જેઓ એક સમાજસેવક અને શ્રેષ્ઠ બિઝનેસમેન છે.

સુરત શહેરના મોભી એવા મહેશભાઈ સવાણી મનાલી ફરવા માટે ગયેલ છે. સોશિયલ મીડિયામાં તેમના દ્વારા અનેક પિક્ચર શેર કરવામાં આવેલ છે. તમે જાણતા જ હશો કે મહેશ સવાણી ખુબ જ વ્યસ્ત રહેતા હોય છે ત્યારે થોડોક સમય તેઓએ પોતાના માટે કાઢીને મનાલી ફરવા માટે ગયેલા છે. તેઓ એક સામાન્ય વ્યક્તિની જેમ પોતાનું જીવન જીવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા જ મહેશ સવાણી ને હાર્ટ અટેક આવ્યો હતો. આ દરમિયાન તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે અગાઉ પણ એક ઉપવાસ આંદોલન દરમિયાન તેમની તબિયત લથડી ગઇ હતી. ત્યારબાદ પોતાના અંગત કારણોસર તેઓએ આમ આદમી પાર્ટી છોડી દીધી હતી અને હાલ તેઓ એક સામાન્ય માણસની જેમ જિંદગી જીવી રહ્યા છે. તમે જાણતા જ હશો કે, તેઓ એક લોકસેવક છે અને અવારનવાર લોકોની મદદ કરતા રહે છે. હાલ તેઓ પોતાના મિત્રો સાથે મનાલીની ટૂર પર છે જ્યાં તેઓ ખૂબ જ આનંદદાયક પળ વિતાવી રહ્યા છે.

મહેશ સવાણી સાથે તેમના મિત્રો એટલે કે જુનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા, જૂનાગઢના બિલ્ડર અને પૂર્વ કોર્પોરેટર નિલેશભાઈ તેમની સાથે મનાલીમાં ફરી રહ્યા છે. વેકેશનની રજાના દિવસો તેઓ ખૂબ જ આનંદ મય રીતે વિતાવી રહ્યા છે. મહેશ સવાણીના આ અંદાજ ને તમે ક્યારેય નહીં જોયો હોય. એક બેસ્ટ બિઝનેસમેન અને દેશ વિદેશની ટુર કરવા માટે તેઓ એકદમ સક્ષમ છે છતાં પણ તેઓ પોતાનો સમય સમાજ સેવામાં વિતાવતા હોય છે.

હાલ તો મહેશ સવાણી ખૂબ જ મજા કરી રહ્યા છે. તેઓએ પોતાની તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટથી શેર કરી છે અને લોકો સુધી આ માહિતી પહોંચાડી છે. આ ફોટો જોતા મહેશ સવાણી ના સાદગીભર્યા જીવન ના દર્શન થશે. લકઝુરિયસ લાઇફ જીવવાની જગ્યાએ તેઓ ખૂબ જ સાદાઈથી રહેવાનું પસંદ કરે છે. આ જ કારણ છે કે, તેઓ હજારો લોકોના દિલ જીતી ચૂક્યા છે. કઈ રીતે પોતાના માટે સમય ફાળવવો એ તો મહેશ સવાણી પાસેથી શીખવું જ પડે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.