Breaking News

મહિલાઓનું સોભગ્યનું ચિન્હ હોય છે આ વસ્તુ બતાવે છે તેમનું સાચું વ્યક્તિત્વ બતાવે છે

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, મુખલક્ષણ શાસ્ત્રમાં માથાની જેમ કપાળ-લલાટનું મહત્ત્વ શરીરનાં અન્ય અંગોના પ્રમાણમાં ખૂબ જ આંકવામાં આવ્યું છે. માત્ર કપાળ પરથી જ વ્યક્તિના ભવિષ્યની આગાહી કરવામાં આવે છે. વ્યક્તિના પ્રભાવને વ્યક્ત કરવામાં કપાળ મહત્ત્વનો ભાગ ભજવે છે.સ્ત્રી અને ચાંદલો.સૌભાગ્યવતી સ્ત્રીઓ સૌભાગ્યનાં ચિહ્ન તરીકે ચાંદલો કરે છે અને હવે તો એક રિવાજ તરીકે પણ ઘણી સ્ત્રીઓ વિવિધ પ્રકારનો ચાંદલો એક જમાનાનું સૌભાગ્યસૂચક ચિહ્ન આજે શૃંગારનું સાધન બની ગયું છે.

સામાન્ય રીતે ચાંદલાનો રંગ લાલ અને આકાર ગોળ રહેતો હતો; પરંતુ જ્યારથી ચાંદલો શૃંગારમાત્ર બન્યો ત્યારથી એનો રંગ અને આકાર પણ બદલાયા છે. વિવિધ રંગનો ચાંદલો કરતી સ્ત્રીઓનો સ્વભાવ-મનોવૃત્તિને ચાંદલાના રંગ પરથી પારખી શકાય છે; પરંતુ મહ્દ અંશે ચાંદલો લાલ રંગનો જોવામાં આવે છે. ચાંદલાના વિવિધ આકાર અને પ્રકાર તેની માનસિક પરિસ્થિતિ સૂચવે છે.ત્યારે જુદાજુદા રંગના ચાંદલા તે સ્ત્રીનો સ્વભાવ; રહેણીકરણી તેમજ માનસિક પરિસ્થિતિ સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે.

દાખલા તરીકે કાળા રંગનો ચાંદલો કરવાનું જ પસંદ કરતી સ્ત્રીના જીવનમાં ભારોભાર નિરાશામય વાતાવરણ ઘેરાયું હોવાનું જણાશે. કાળો રંગ સત્તા અને વૈભવનું પ્રતીક છે. આ સ્ત્રીઓ સત્તા અને વૈભવ મેળવવાની મહેચ્છા ધરાવતી હોય છે. તેને વૈભવશાળી જીવન જીવવાનું જ ગમે છે. સત્તા અને વૈભવ મેળવવાં સરળ નથી તેથી આવી સ્ત્રીઓ મોટાભાગે નિરાશ રહે છે. તેઓ હસમુખો અને નિર્દોષ ભાવ પ્રગટ કરતી હોય છે, પરંતુ એનું આંતરિક જીવન દુઃખી હોય છે.

લાલ ચાંદલો કરનાર સ્ત્રી ખૂબ જ ઊર્જાવાન અને કાર્યની ધૂન ધરાવતી હોય છે. એ જે કાર્ય કરે તેમાં પૂરેપૂરી લગન અને ઉત્સાહથી જોડાય છે. આવી મહિલાઓ ભાગ્યવાન હોય છે અને પરિવારને સુખ આપે છે. વાદળી ચાંદલો કરનાર સ્ત્રીઓ વાચાળ હોય છે. તેઓ સંપૂર્ણ વિશ્વાસપાત્ર પણ હોય છે. આવી સ્ત્રી જેનો સંગ કરે તે શાંત રહે છે. જોકે ક્યારેક તે હતાશા પણ પ્રગટાવી શકે છે.

ગુલાબી ચાંદલો કરનાર સ્ત્રીમાં માર્દવ એટલે કે સ્ત્રીમાં હોય એ નૈસર્ગિક લાક્ષણિકતાઓ ભરપૂર હોય છે. એ સંપૂર્ણ સ્ત્રી હોય છે. તે ઉદ્યમી ને પતિ તથા પરિવારને સમર્પિત. લાગણીશીલ અને રોમાન્સમાં માનનારી તથા રોમાંચ આપવા અને ચાહવાવાળી હોય છે. કેસરી રંગનો ચાંદલો કરનાર મહિલા તાજગીભરી રહે છે. તેનામાં યૌવનનો થનગનાટ અને ઊર્જા સતત જળવાય છે. તે સર્જનાત્મક સ્વભાવની હોવાથી સતત કશુંક નવું અને સર્જનાત્મક કરવાની ખેવના ધરાવે છે. સ્વભાવે એ સાહસિક હોય છે. આવી સ્ત્રી મોટેભાગે પ્રેમલગ્ન કરે છે ને અનેક કળાઓમાં નિપુણ હોય છે.લીલો ચાંદલો કરનારી મહિલાઓ નૈસર્ગિક જીવનમાં માને છે. તેઓ ખૂબ જ ફળદ્રુપ હોય છે અને તેઓ સમૃદ્ધિ અને પોતાના નૈસર્ગિક અભિગમથી સન્માન મેળવે છે.

ખાનદાની અને લલાટ.કપાળ-લલાટ વ્યક્તિની ખાનદાની વ્યક્ત કરે છે. ગમે તેવા વાતાવરણમાં-પરિસ્થિતિમાં પણ તેનું કપાળ અને કપાળ પરના તેજપ્રભાવ પરથી તેની ખાનદાની વિશે સચોટ અનુમાન બાંધી શકાય છે. આવું તેજસ્વી લલાટ ધરાવતી ખાનદાન વ્યક્તિઓની બીજી વિશેષતા એ હોય છે કે તેઓ હંમેશાં અન્યનું હિત કરવામાં તથા કુટુંબ પ્રત્યેની ફરજો અદા કરવામાં માનતા હોય છે. એવું લલાટ જે ચોખ્ખું હોય, અર્ધચન્દ્રકાર હોય અને વિશાળ હોય તો એ સૌભાગ્યપૂર્ણ હોય છે.

સારું કપાળ.જે સ્ત્રીઓનું કપાળ નસો વિનાનું, ચંદ્રાકાર તેમજ ઓછામાં ઓછું ત્રણ આંગળ ઊંચું હોય તેને સારું ગણવામાં આવ્યું છે. આવા પ્રકારનું કપાળ ધરાવતી સ્ત્રીઓનો સ્વભાવ આનંદી હોય છે તેમજ ઘરના વાતાવરણને આનંદમય રાખનારી ને કુટુંબ પ્રત્યેની ફરજને સમજનાર હોય છે.

કપાળમાં સ્વસ્તિકનું ચિહ્ન.જે સ્ત્રીના લલાટમાં સાધારણ રીતે સ્વસ્તિક જેવું ઉપસેલું ચિહ્ન દેખાતું હોય તેમજ કપાળમાં અન્ય કોઈ ખરાબ ચિહ્ન ન હોય તેમજ લલાટના કારણે ચહેરો સુંદર દેખાતો હોય તેવી સ્ત્રી આર્થિક રીતે સુખી હોય છે, ર્ધાિમક વૃત્તિવાળી તેમજ દેવપૂજાનું સ્થાન રાખનારી હોય છે. આવી સ્ત્રીઓ કુટુંબમાં વડીલનું સ્થાન શોભાવતી હોય છે. આવા પ્રકારનું ચિહ્ન ધરાવતી સ્ત્રીઓનું શરીર કંઈક અંશે ભરાવદાર, પ્રભાવશાળી અને વંદનીય દેખાય છે.

ગૌરવર્ણ અને સાધારણ રીતે આંખો મોટી અને ડોળો સ્વચ્છ સફેદ વધારે જોવામાં આવે છે. એમની આંખો ખાસ કરીને હરણ જેવી અથવા નાના બાળક જેવી ગોળ વધુ જોવામાં આવે છે. ચહેરો હસમુખો અને આનંદી દેખાય છે. બીજી વિશેષતા એ પણ જોવામાં આવી છે કે આવી સ્ત્રીઓને શ્વસૂરગૃહમાં આવ્યા બાદ સાસરિયાંની આર્થિક ઉન્નતિ થઈ હોય છે. આવી સ્ત્રીઓ ધનસંબંધી સારું સુખ ભોગવતી હોય છે.પુરુષનું કપાળ બહુ જ ઉપસેલું તથા ખરબચડું હોય તે વ્યક્તિઓનો સ્વાભાવ મહેનતુ હોય છે. આર્થિક જીવન ખૂબ જ અગવડતાવાળું હોય છે અને કૌટુંબિક જીવનમાં અવારનવાર મુશ્કેલીઓ આવતી હોય છે. સરવાળે એમનું જીવન પણ મહેનત માગી લે છે.

સ્ત્રીનો એક એવો શૃંગાર છે કે જે સ્ત્રીના ચહેરાની શોભા વધારે છે. પરંતુ મિત્રો જમાનો મોર્ડન છે અને આપણે જાણીએ જ છીએ કે ભારતના લોકો પશ્વિમી સંસ્કૃતિ અપનાવતા થયા છે. જેથી આપણા અમૂક નિયમોને લોકો પાળતા નથી. માટે કોઈ સ્ત્રીઓ એવી પણ હોય કે જેમને ચાંદલો કરવો પસંદ ન પણ હોય. પરંતુ ઘણી ઓછી મહિલાઓ હોય છે જેને ચાંદલો ન ગમતો હોય.

પરંતુ હિંદુધર્મમાં લગભગ બધી પરણેલી સ્ત્રીઓ ચાંદલો લગાવતી જ હોય છે. જે તેના મુખને વધારે આકર્ષિત બનાવે છે પરંતુ ઘણી ઓછી મહિલાઓને ખબર હોય છે કે આ ચાંદલો કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભો પણ થાય છે. માટે દરેક સ્ત્રીએ આ આર્ટીકલ ખાસ વાંચવો જેથી તેમને ખબર પડે કે તેમણે કપાળમાં લગાવેલો નાનો ચાંદલો પણ ઘણું સારું કામ કરી જાય છે.

મિત્રો ચાંદલો લગાવવાથી પહેલો ફાયદો આપણા શરીરને એ થાય છે કે ચાંદલો લગાવવાથી તમારા ચહેરાનો ઉપરના ભાગને શાંતિ મળે છે.જેથી તમારા ચહેરાનો ઉપરનો ભાગ ખુબ શાંત રહે છે અને તેના કારણે સારી ઊંઘ પણ આવે છે અને માથાનો દુઃખાવો પણ ઓછો થાય છે.જ્યારે પણ માથું દુઃખતું હોય ત્યારે ચાંદલો લગાવ્યો હોય ત્યાં હળવા હાથે મસાજ કરવામાં આવે તો દુઃખાવામાં રાહત મળે છે.

મિત્રો દરેક સ્ત્રીને આ જાણીને આશ્ચર્ય લાગશે કે ચાંદલો તમારી ત્વચાને ઝડપથી વૃદ્ધ થવા દેતો નથી. કારણ કે ચાંદલો લગાવવાથી ચહેરા પર કરચલીઓ પડતી નથી કારણ કે તે માંસપેશીઓને મજબુત બનાવશે માટે તમારી ત્વચા ટાઈટ રહેશે. જેના કારણે તમે લાંબા સમય સુધી તમારો ચહેરો યંગ દેખાશે. છે ને ફાયદાની વાત તો જે સ્ત્રીઓ ચાંદલો નથી લગાવતી તે આજે જ ચાંદલો લગાવવાનું ચાલુ કરી દે.મિત્રો તમે જ્યાં ચાંદલો લગાવો છો તેની નસ અને આંખોની નસ એકબીજાથી જોડાયેલ હોય છે. માટે જો ચાંદલો લગાવવામાં આવે તો તેનાથી આંખને પણ ફાયદો થાય છે.

આપણે આગળ જાણી ગયા કે ચાંદલો લગાવવાથી આપણું મન વગેરે શાંત રહે છે પરંતુ એટલું જ નહિ ચાંદલો લગાવવાથી માનસિક તણાવ પણ દૂર રહે છે.પરંતુ મિત્રો ચાંદલો કેવો લગાવવો તે પણ એક મહત્વનો મુદ્દો છે. તમે કંઈ જગ્યાએ ચાંદલો લગાવો છો તેની સાથે એ પણ ખુબ મહત્વની વાત બની જાય છે કે તમારો ચાંદલો કઈ સામગ્રીમાંથી બનેલો છે. પહેલાના જમાનામાં સ્ત્રીઓ કંકુ, ચંદન કે ભભૂતનો ચાંદલો લગાવતી જે સૌંદર્યની સાથે સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે. કારણ કે આ સામગ્રીઓ શીતળ હોય છે.

કંકુ, હળદર અને લાઈમ આ ત્રણ વસ્તુના મિશ્રણમાંથી પણ ચાંદલો બનાવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી છે. આ વસ્તુમાંથી બનાવેલા ચાંદલામા એન્ટીબેક્ટેરીયલ ગુણો હોય છે જે ઇન્ફેક્સનથી બચાવે છે.તો મિત્રો તમારે ચાંદલા દ્વારા થતા ફાયદાઓનો પૂરેપૂરો લાભ ઉઠાવવો હોય તો ઉપર જણાવેલ કોઈ પણ સામગ્રીઓનો ઉપયોગ કરવો. સૌથી સસ્તો અને સરળ ઉપાય છે કંકુનો ચાંદલો કારણ કે દરેક ઘરમાં કંકુ તો હોય જ છે.

About bhai bhai

Check Also

મોબાઈલમાં શા માટે હોય છે આ 3 બટન,આ બટનથી આ કામ પણ થાય છે,ખૂબ કામ માં આવશે આ માહિતી…

આજના સમયમાં, દરેક વ્યક્તિ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. મોબાઇલ ફોન એ લોકોની સૌથી મહત્વપૂર્ણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *