રીબડા ના જાડેજા ની વાત જ અનોખી! મહીપતસિંહ બાપુએ માત્ર 1 કલાકમાં ગામ ની દીકરીઓ અને બહેન ને 75 કરોડ નું કર્યું દાન

0
596

આજના કળિયુગમાં પણ કર્ણ જેવા દાનવીર જોવા મળતા હોય છે. દાન કરવાની વાતો તો ઘણા બધા કરે છે પરંતુ હકીકતમાં કોઈ કરતું નથી. ત્યારે આજે એક એવા દાનવીર વિશે વાત કરીશ કે તેની દાનની રકમ જાણીને તમે પણ આશ્ચર્યમાં મૂકાઈ જશો. આજે સમાજની ભલાઈ માટે આગળ આવતા આવા જ દાનવીરો ની નામના થઈ રહી છે.

તમને જણાવતા આનંદ થાય છે કે, સૌરાષ્ટ્ર વિસ્તારના ધારાસભ્ય એવા મહિપતસિંહ જાડેજાએ એક જ કલાકમાં ૭૫ કરોડનું દાન કરીને માનવતા મહેકાવી છે. તેઓએ પોતાના રૂપિયાનું દાન દીકરીઓના ભણતર અને લગ્ન પાછળ કરવાનું નક્કી કર્યું હતું. ત્યારે આ દાન કરવાથી સમગ્ર ગામ લોકોમાં પણ અનેરો આનંદ છવાયો હતો. આ ઉપરાંત મહીપતસિહ એ જણાવતા કહ્યું છે કે, મારી પાસે જેટલી સંપત્તિ છે તેનું દાન દીકરીઓના ભણતર પાછળ કરવાનું મને યોગ્ય લાગ્યું. મહિપતસિંહના દાન કરવાના દાખલાએ સમાજ આગળ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

તમને જણાવી દઈએ કે, મહિપતસિંહ જાડેજા પણ કોરોના ની જપેટમાં આવી ગયા હતા અને મોતના મુખમાંથી બહાર આવ્યા હતા. સૌ કોઈને તેમની હાલત જોઈને ચિંતા હતી કે તેઓ બનશે કે કેમ? ત્યારે કોરોનાને હરાવીને મોતના મુખમાંથી બહાર આવીને તેઓએ દીકરીઓને દાન કરવાનું આ ગૌરવપુર્ણ કામ કર્યું છે. તેઓએ જણાવ્યું હતું કે, મોતના મુખે થી બહાર આવતા મારી ઈચ્છા હતી કે મારી જેટલી સંપત્તિ છે તેનું હું દીકરીના અભ્યાસ અને લગ્ન પાછળ દાન કરીશ.

ધારાસભ્ય એવા મહિપતસિંહ જાડેજાના આ ઉત્તમ કાર્યથી સમાજમાં જ એક ઉત્તમ ઉદાહરણ બેસ્યું છે. આજે પણ આવા દાનવીરો આપણા સમાજમાં હાજર હોવાથી ગરીબોની ચિંતા માં હળવાશ થઈ છે. આજના ઝડપી સમયમાં પણ આવા કેટલાય લોકો છે કે જે બીજા પાછળ પોતાનો સમય વ્યતીત કરે છે અને તેઓને દાન પુણ્ય આપે છે. માત્ર એક જ કલાકમાં ૭૫ કરોડ રૂપિયા દાન આપવું એ કોઈ સરળ વાત નથી. ત્યારે મહિપતસિંહે આ કામ કરી બતાવીને લોકોના દિલમાં અલગ જગ્યા બનાવી લીધી છે.

આજકાલ દીકરીઓ પણ જયારે દીકરાઓ સાથે કદમથી કદમ મિલાવીને આગળ વધી રહી છે ત્યારે મહિપતસિંહ ના આ વિચારથી લોકો પણ પ્રભાવિત થયા છે. આજના સમયમાં દરેક ક્ષેત્રમાં દીકરીઓ ખૂબ જ સારું એવું નામ કમાઈ રહી છે અને પોતાના પરિવારનું નામ રોશન કરી રહી છે. ત્યારે આ ઉમદા વિચારના કારણે કેટલાય લોકો પોતાની વિચારસરણી બદલવા પર મજબૂર બન્યા છે.