Breaking News

મંદિરમાં દીવાની જ્યોતમાંથી નીકળે છે કેસર, સાચુંનાં લાગે તો જોઈલો તસવીરો……

ભારત દેશ વિવિધતામાં એકતાનો દેશ છે અને ભારત દેશની અંદર હજારો લાખોની સંખ્યામાં મંદિરો આવેલા છે. ભારત દેશની અંદર અનેક એવા પ્રાચીન મંદિરો આવેલા છે જેની અંદર અનેક પ્રકારના એવા રહસ્યમય વસ્તુઓ છે જેના વિશે કોઈ પણ મનુષ્ય વિચારી પણ ન શકે. ભારત દેશની અંદર આવેલા મોટા ભાગના મંદિરો પાછળ અમુક વિશેષ પ્રકારના રહસ્યો છુપાયેલા હોય છે. જેને અત્યાર સુધી કોઈ જાણતું નથી ત્યાં સુધી કે વૈજ્ઞાનિકો એ પણ આ મંદિર ના રહસ્યો આગળ ગોઠણ ટેકવી દીધા છે.આજે અમે તમને એક એવા મહત્વ ના મંદિર વિશે જાણકારી જણાવવા જઈ રહ્યા છીએ કે એ મંદિર ખુબ જ પ્રસિદ્ધ છે કારણ કે આ મંદિર ની અખંડ જ્યોત થી કાજલ ની જગ્યા એ કેસર નીકળે છે.

જી હા તમે એકદમ સત્ય સાંભળી રહ્યા છો આ મંદિર માં અખંડ જ્યોત બળે છે જેમાં કાજલ ની જગ્યાએ કેસર નીકળે છે એ મંદિર રાજસ્થાન જિલ્લા ના જોધપુર માં છે બિલાડા નામના ગામ માં શ્રી આઈજી માતા નું મંદિર આવેલુ છે એ મંદિર આખા ભારત માં પ્રસિદ્ધ છે.આની સાથે જ આ મંદિર ને ખુબજ પવિત્ર સ્થળ માનવામાં આવ્યું છે.આ મંદિર ની સૌથી હેરાન કરવા વાળી બાબત એ છે કે તે મંદિર માં કેસર નીકળે છે જેને તમારી આંખો પર લગાવવાથી આંખોની બધીજ સમસ્યાઓ નું નિવારણ આવે છે.

પૌરાણિક માન્યતાઓ અનુસાર અહીં દેવી માં આવી ને રોકાયા હતા જેના કારણે આ મંદિર નું નામ આઈજી મંદીર રાખવામાં આવ્યું હતું.એવું માનવામાં આવે છે કે માતા દુર્ગાનો આવ્યા શ્રી આઈ માતા ગુજરાત ના અંબાપુર માં અવતરિત થયા હતા.અંબાપુર માં ઘણા ચમત્કારો પછી શ્રી આઈ માતા જી ભ્રમણ કરતા બિલાડા આવ્યા અને અહીંયા તેઓ એ ભક્તો ને 21 ગુણો અને સદાય સાચા રસે ચાલવાના ઉપદેશ આપ્યા જેને આજના સમય માં પણ લોકો પાલન કરે છે.આ ઉપદેશો પછી તેઓ એ હજારો ભક્તો ની સામે પોતાની જાત ને અખંડ જ્યોતિ માં વિલીન કરી દીધા એ અખંડ જ્યોત માંથી અત્યાર સુધી કેસર નીકળે છે જે એ વાત નું સાક્ષાત પ્રમાણ છે કે આ મંદિર માં આઈ માતા અત્યારે પણ ઉપસ્થિત છે.
મંદિરમાં પહોંચીને મનને ખૂબ શાંતિ મળે છે અને સ્વર્ગનો અનુભવ થાય છે. અહીંયા સવારે 4 વાગે આરતી અને સાંજે સાત વાગે આરતીના સમયે મંદિરનો માહોલ જોવાલાયક હોય છે.

કહેવાય છે કે માતાનું આ મંદિર ખૂબ જ પ્રાચીન છે. અને અહીંયા ભક્તોના દરેક દુઃખને દૂર કરવા માટે સ્વયં માતાજી આવ્યા હતા. અને આથી જ આ મંદિરનું નામ આઈજી માતા રાખવામાં આવ્યું છે. ત્યાંના લોકોની એવી શ્રદ્ધા છે કે આ જ્યોતના દર્શન કરવાથી લોકોની દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે. અંદાજે વર્ષ 1456 માં આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. અને ત્યારથી લઈને અત્યાર સુધી ભક્તો આ મંદિરની અંદર પૂજા-અર્ચના કરે છે તથા ભક્તિભાવથી ત્યાં દર્શન કરવા આવે છે. આ મંદિરની અંદર માતાજીની એક ગાદીની સ્થાપના કરવામાં આવી છે. અને લોકો તેના દર્શન કરવા માટે દૂર-દૂરથી વધારે છે

આ મંદિર માં ભક્તો ની મોટી ભીડ લાગેલી રહે છે ભક્તો નો એવો વિશ્વાસ છે કે એકવાર આ અખંડ જ્યોત ના દર્શન થી બધાજ પ્રકાર ની સમસ્યાઓ નો નાશ થઈ જાય છે.અહીંયા માતા ની ખાલી તસ્વીર જ છે જેને ગાદી પર સ્થાપવામાં આવી છે.માતા ના દર્શન માટે લોકો દૂર દૂર થી આવે છે અને અહીંના લોકો નું માનવું છે કે અખંડ જ્યોતિ માં મળતું કેસર જો આંખમાં લગાવવામાં આવે તો આંખ સબંધિત બધીજ સમસ્યાઓ નું નિવારણ થાયછે.ખાસ કરી ને અહીં નવરાત્રી પર ભક્તો ની મોટી સંખ્યા માં ભીડ જોવા મળે છે.જો તમે એ મંદિર ના દર્શન કરશો તો સંગેમરમર ના બનેલા આ મંદિર ના દર્શન કર્યા જ કરશો.આ મંદિર ના અંદર પહોંચી ને તમારા મન ને ખુબ જ સૂકુન મળે છે એવું લાગશે કે તમે સ્વર્ગ માં આવ્યા છો.

એક પૌરાણિક કથા ની માન્યતા અનુસાર દિવાન વંશના રાજા માધવ જ્યારે અચાનક ગાયબ થઈ ગયા હતા. ત્યારે માતા તેને ગોતવા માટે નીકળી હતી અને રાજા માધવ માતાને આ જગ્યાએ મળ્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી હજી આ જગ્યાએ માતા બિરાજમાન છે. અને આ જગ્યાએ માતાજીની અંદાજે 550 વર્ષથી એક અખંડ જ્યોત શરૂ કરવામાં આવી છે. લોકોની માન્યતા એવી છે કે આ અખંડ દિપક માંથી નીકળતી જ્યોત માંથી કેસર નીકળે છે. અને આ કેસર લોકોની આંખોની દરેક સમસ્યાને દૂર કરવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે.

આ ઉપરાંત લોકોની એવી માન્યતા પણ છે કે જો કોઈપણ વ્યક્તિ પૂરી શ્રદ્ધાથી માતાના મંદિરે દર્શન કરવા આવે તો તેની દરેક મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. અને સાથે સાથે આંખોને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા ધરાવતા વ્યક્તિઓ દૂરથી આ જગ્યાએ માતાના આશીર્વાદ મેળવવા માટે અને તેની આ અખંડ જ્યોત માંથી કેસર મેળવી તેને પોતાની આંખોમાં લગાવવા માટે તથા પોતાની આંખોના દરેક રોગોને દૂર કરવા માટે આવતા હોય છે.

About bhai bhai

Check Also

ઘરમાં કબૂતરનું આવવું શુભ માનવામાં આવે છે કે અશુભ.આવો જાણીએ

કબૂતરને લઈને ઘણી માન્યતાઓ છે જ્યારે આ દરમિયાન ઘણી બધી બાબતો લોકોના મગજમાં પણ આવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *