ઘઉં ના ભાવ માં ભુક્કા બોલાવતી તેજી,ઘણા વર્ષો બાદ ઘઉં ના ભાવમાં થયો આટલો મોટો ઉછાળો,જાણો નવા ભાવ

0
330

આપણને બધા ને લગભગ આ વિશે જાણતા જ હશે કે આ વર્ષે વાતાવરણમાં થતા અવનવા ફેરફારના કારણે આ વર્ષે ઘઉંના પાકમાં પ્રમાણસર ઉત્પાદન જોવા મળ્યું ન હતું તેના કારણે પાક ની માંગ વધતા આ વર્ષે ઘઉંના ભાવ સારા એવા નોંધાયા છે જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.રાજ્યના અલગ અલગ માર્કેટ યાર્ડમાં સારા ભાવે ઘઉં વેચાય રહ્યા છે.

આપણા ભારતમાં ઘઉંનું સારું એવું ઉત્પાદન થઇ રહું છે અને માંગ વધતા ઘઉં ના ભાવ આસમાની સપાટીએ પહોંચ્યા છે. વિશ્વમાં માત્ર બે થી ત્રણ દેશ જ એવા છે કે જે જ્યાં ઘઉંનું ઉત્પાદન થાય છે.રશિયા અને યુક્રેન માં ચાલતાં યુદ્ધના કારણે ઘઉંના ભાવમાં ઘણી મોટી અસર પહોંચી છે.આ વર્ષે ભારતમાં ઘઉં નું ઉત્પાદન ખૂબ જ મોટા પ્રમાણમાં થયું છે.

મળતી માહિતી અનુસાર ઘઉંના સરેરાશ ભાવ 2000 રૂપિયાથી લઈને 3035 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચી ગયા છે અને અમરેલી માર્કેટ યાર્ડ માં તેનો સરેરાશ ભાવ 2270 રૂપિયાથી 2605 રૂપિયા સુધી બોલાઇ રહ્યો છે.બનાસકાંઠા માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2467 થી 2700 રૂપિયા સુધી પહોંચી ગયા છે જ્યારે થરા માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2650 થી 3050 રૂપિયા સુધી બોલાયો છે.

રાજ્યની દાહોદ માર્કેટ યાર્ડ માં ઘઉં નો ભાવ 2400 થી લઈને 2450 રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે ભરૂચ ની જંબુસર માર્કેટયાર્ડ માં ઘઉંના 2100 થી 2300 ભાવ જોવા મળ્યા હતા. દહેગામ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2350 થી 2425 રૂપિયા સુધી પહોંચી ગયા હતા.રાજ્યની કલોલ માર્કેટ યાર્ડ માં ઘઉં નો ભાવ 2350 થી લઈને 2510 રૂપિયા સુધી બોલાયો હતો

રાજ્યની મહેસાણા માર્કેટ યાર્ડ માં ઘઉં નો ભાવ 2955 થી લઈને 2555 રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે પાટણ માર્કેટયાર્ડમાં ઘઉંના 2650 થી 3085 ભાવ જોવા મળ્યા હતા. સૌરાષ્ટ્ર ની રાજકોટ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2260 થી 2300 રૂપિયા સુધી પહોંચી ગયા હતા.આપણે જણાવી દઈએ કે ઉપરોકત આપેલ તમામ ભાવ કવીન્ટલદીઠ પ્રમાણે આપેલા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.