Breaking News

મળો બોલિવૂડ ના એવા સિતારોઓને, જેમને લગ્ન બાદ અફેર કરવાનું છોડી દીધું…..

બોલીવુડમાં એક્સ્ટ્રા મેરીટલ અફેર કોઈ નવી વાત નથી. દિલીપકુમારથી લઈને અમિતાભ બચ્ચન, અજય દેવગણથી લઈને આમિર ખાન સુધી, બોલિવૂડમાં ઘણા એવા કલાકારો છે જેમના લગ્ન પછી પણ અફેર્સ રહ્યા છે, પરંતુ તેમની વચ્ચે કેટલાક એવા કલાકારો પણ છે, જેઓ લગ્ન પછી પત્ની પ્રત્યે એક દમ લૉયલ છે. જે અફેર તો દૂરની વાત, તેમનું નામ પણ ક્યારેય કોઈ સ્ત્રી સાથે સંકળાયેલું નથી..

સોનુ સૂદે ભલે બોલીવુડમાં વિલનથી પોતાની ઓળખ બનાવી હોઈ, પરંતુ તે એટલા હેન્ડસમ અને એટલી સ્માર્ટ વ્યક્તિત્વ છે કે છોકરીઓ તેમના પર દિલ હારી બેસે છે. સોનુ સૂદ જ્યારે કોરોના યુગમાં લોકોને મદદ કરી રહ્યો હતો ત્યારે પણ ઘણી છોકરીઓ તેમને સોશિયલ મીડિયા પર લગ્નના પ્રસ્તાવ મોકલતી હતી, પરંતુ સોનુએ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મેળવતા પહેલા તેના કોલેજનો પ્રેમ સોનાલી સાથે લગ્નના બંધનમાં જોડાઈ ગયા હતા અને ઈન્ડસ્ટ્રીમાં આટલું નામ કમાવવા છતાં સોનુએ ક્યારેય તેની પત્ની સાથે છેતરપિંડી કરી નહીં અને પોતાનું નામ ક્યારેય કોઈ અભિનેત્રી અથવા છોકરી સાથે જોડ્યું નહીં.

અભિષેક બચ્ચન-એશ્વર્યાનાં લગ્નને 13 વર્ષ થયાં. એશ્વર્યા સાથે લગ્ન પહેલા અભિષેકે કરિશ્મા કપૂર અને રાની મુખર્જીને ડેટ કરી હતી. અભિષેકે કરિશ્મા સાથે સગાઈ કરી હતી, પરંતુ પારિવારિક સમસ્યાઓના કારણે તે બંને લગ્ન કરી શક્યા ન હતા. રાણી મુખર્જીએ બચ્ચન પરિવારની પુત્રવધૂ બનવાનું સ્વપ્ન પણ જોયું હતું, પરંતુ અંતે એશ્વર્યા રાય બચ્ચન પરિવારની પુત્રવધૂ બની. એશ્વર્યા સાથે લગ્ન કર્યા પછી અભિષેકે ક્યારેય કોઈ છોકરી તરફ નજર કરીને નથી જોયું તે બસ ફેમીલી મેન બની ગયા તેના માટે એશ્વર્યા અને પુત્રી આરાધ્યા તેની આખી દુનિયા છે.વેલ અભિષેક-ઐશ્વર્યા હંમેશા ચર્ચામાં બની રહે છે. . પરિવારની લડકી આરાધ્યાની ગણતરી આજે  લોકપ્રિય સ્ટાર કિડ્સમાં થાય છે અને છ વર્ષની આરાધ્યાની પણ જબરદસ્ત ફેન ફોલોવિંગ છે.

શાહિદ કપૂર પણ લોયલ હસબન્ડની યાદીમાં સામેલ છે. શાહિદ પણ પહેલા દિલફેંક આશિક હતો, પરંતુ જ્યારેથી મીરા રાજપૂત તેની જિંદગીમાં આવી અને બંનેના લગ્ન થયા, ત્યારબાદ શાહિદ કપૂર પણ એક પરફેક્ટ પતિ બની ગયો. કરીનાથી લઇને પ્રિયંકા ચોપડા અને વિદ્યા બાલન સુધી શાહિદ લગ્ન પહેલા ઘણા રોમાંસના કિસ્સા હતા પરંતુ લગ્ન બાદ માત્ર અને માત્ર મીરાએ તેના દિલ પર રાજ કર્યું.બોલીવુડ અભિનેતા શાહિદ કપૂર અને મીરા રાજપૂતના લગ્નને 4 વર્ષથી વધુ સમય થયો છે. શાહિદ અને મીરાના બે બાળકો દીકરી મીશા અને દીકરો ઝૈન છે. બન્ને પોતાની લાઇફમાં ખૂબ જ ખુશ છે.

જો રિતેશ દેશમુખને વન વુમન મેન કહેવામાં આવે તો તે ખોટું નહીં હોઈ. બોલીવુડના પરફેક્ટ કપલ્સમાં એક છે રિતેશ અને જેનીલિયા. બંનેએ 10 વર્ષ ડેટિંગ બાદ લગ્ન કર્યા. લગ્નના આટલા વર્ષો પછી પણ રિતેશની કોઈ પણ અભિનેત્રી સાથે જોડાવાના સમાચાર નથી આવ્યા.દસ વર્ષ સુધી જેનેલિયા ડિસુઝા અને રિતેશ દેશમુખ વચ્ચે ચોરી છુપી લવ અફેર ચાલી રહ્યું હતું. બંનેએ કોઈને કાનો કાન ખબર પણ પડવા દીધી હતી નહિ. ત્યાર બાદ બંનેએ નવ વર્ષ પછી તા. ૩ ફેબ્રુઆરી, ૨૦૧૨માં રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસુઝાના લગ્ન હિન્દૂ વિધિ વિધાન અને ક્રિશ્ચિયન રીત મુજબ એમ બંને રીત પ્રમાણે લગ્ન કર્યા હતા

લૉયલ પતિના લિસ્ટમાં બોલીવુડના અન્ના પણ ટોચ પર છે. લગ્નના 39 વર્ષ પછી પણ, તેમને પરફેક્ટ પતિ કહેવામાં આવે છે. 90 ના દાયકામાં જ્યારે સુનીલ શેટ્ટીએ બોલીવુડમાં એક્શન હીરો તરીકે એન્ટ્રી લીધી ત્યારે કેટલી છોકરીઓ તેમના તરફ આકર્ષિત થઈ. સુનીલ શેટ્ટી પરિણીત છે તે જાણીને પણ સોનાલી બેન્દ્રે તેમની પર દિલ હારી બેઠી હતી પરંતુ સુનીલ તેની પત્ની માના પ્રત્યે એટલા વફાદાર છે કે તેણે સોનાલી સાથેના સંબંધોને ક્યારેય મિત્રતાથી આગળ વધવા દીધા નહીં.

પરફેક્ટ હસબન્ડની સૂચિમાં બોબી દેઓલ પણ શામેલ છે. બોબી દેઓલ અને તાન્યાના લગ્નને 24 વર્ષ થયા છે. બોબી તાન્યાને દિલો જાનથી પ્રેમ કરે છે, પરંતુ તેના હોમ ડેકોરેટના બિઝનેસમાં પણ સપોર્ટ કરે છે. તાન્યા લોકપ્રિય ઇન્ટિરિયર ડિઝાઇનર છે.બોબી દેઓલે 30 મે 1996 માં તાન્યા આહુજા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી, તેમને આર્યામાન દેઓલ અને ધરમ દેઓલ નામના બે સંતાનો થયા. એક ઇન્ટરવ્યુ દરમિયાન બોબીએ કહ્યું હતું કે તાન્યા સાથે લગ્ન કરવું તેમના માટે સહેલું નહોતું. તેણે તાન્યાને પહેલા ઇટાલિયન રેસ્ટોરન્ટમાં જોઈ હતી.બોબીએ તાન્યાને એટલી પસંદ કરી કે તે ઘણા દિવસો સુધી તેની પાછળ ફર્યો અને તેને ઘણીવાર ફોન કરવાનો પ્રયાસ કર્યો. આખરે બંને મળ્યા અને પ્રેમ થઈ ગયો. બંનેના લગ્ન વર્ષ 1996 માં થયા હતા અને આજે તે બે બાળકોના માતા-પિતા છે.

About bhai bhai

Check Also

આર્યન ખાન માટે જેલ માં કેમ મોકલવામાં આવ્યા પૈસા,કારણ જાણીને તમે પણ ચોંકી જશો

મિત્રો બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાનનો કેસ આ સમયે ઘણી હેડલાઇન્સમાં છે એનસીબી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *