ગુજરાતમાં માર્ચ મહિનાની ગરમીએ 122 વર્ષ નો તોડયો રેકોર્ડ,જાણો આ મહિનામાં કેવી પડશે ગરમી

0
116

હજુ તો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યાં ગરમીથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે. ભારતના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને ગરમીનો પારો 43 ડિગ્રીને વટાવી જવાની શક્યતા હવામાન વિભાગ મુજબ 1908 ની સાલ પછી આ વર્ષે માર્ચ મહિનામાં સૌથી વધારે ગરમી રહી હતી.

ત્યારે હિટવેવની હજુ બે દિવસ રહેવાને કારણે તાપમાન વધવાની શક્યતા છે.રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 41 ડિગ્રીની આસપાસ પહોંચી જતા બપોરના સમયે ચામડી બાળી દે તેવી ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. આજરોજ અમદાવાદ સહિત રાજ્યમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે

જેમાં આજે ગરમીનો પારો 43 ડિગ્રીને વટાવી જવાની શક્યતા છે અને માર્ચ મહિનામાં રાજસ્થાન, ગુજરાત અને મધ્ય પ્રદેશ રાજ્યમાં ગરમ હવા ની લુ ચાલી રહી છે.દેશમાં આ વર્ષે ગરમી 122 વર્ષનો રેકોર્ડ તોડયો છે. ગુજરાત રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો થવા છતાં લઘુતમ તાપમાન 1 થી 2 ડિગ્રી વધવા છતાં રાતના

સમયે પણ ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. હજુ બે દિવસ સુધી ભયંકર ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી છે તે પછી ગરમીમાં નજીવો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.રાજ્યના અનેક શહેરોમાં સિઝનની શરૂઆતથી જ લોકો ગરમીથી થાકી ગયા છે.

ત્યારે મે મહિનામાં કેવી ગરમી પડશે તે મુદ્દે સૌ કોઈ વિચારતા થઇ ગયા છે. બપોરના સમયે ઘરે બહાર ન જવાની પણ સલાહ સતત મળી રહી છે કારણ કે ડીહાઇડ્રેશન અને લૂ લાગવાના કિસ્સા ઓ સતત વધી રહ્યા છે.પણ રાજ્યમાં આવી ગરમી વચ્ચે રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ પડવાને લઈને પણ આગાહી કરવામાં આવી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.