Breaking News

માતા પિતા સાવધાન/ સુરતમાં 10 રૂપિયા ના પોપ-પોપએ 3 વર્ષનાં માસુમ બાળક મો જીવ લીધો

મિત્રો દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાનું બાળકોમાં ઘેલું હોય છે. દરેક બાળકને મા-બાપ ફટાકડા પણ અપાવતા હોય છે પરંતુ તેઓ એ ફટાકડાં સાથે શું કરે છે એ જોવાનું ચૂકી જતાં તમામ મા-બાપની આંખો ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. સુરતના ડિંડોલીમાં 3 વર્ષના બાળક માટે તેના પિતા ફટાકડા લઈ આવેલાં બાળક નાનું હોવાથી ફેંકે અને ફૂટે એવા પોપ-પોપ સુથારી કામ કરતા મૂળ બિહારના વતની એવા પિતા દુકાનથી લાવ્યા બાદ ઘરે મૂક્યા હતા.

જોકે બાદમાં એ ફટાકડા ફોડવાની જગ્યાએ બાળક ગળી ગયું હોય એમ બીમાર પડ્યું અને દવા લીધા બાદ પણ સારું ન થયું, પરંતુ ઝાડા-ઊલટીમાં પોપ-પોપ ફટાકડા નીકળ્યા બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લવાયું હતું, જ્યાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યું હતું તેમજ ફટાકડાં બાળક ખાઈ જવા બાબતે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું, સાથે જ તબીબોએ તમામ વાલીઓએ દિવાળીના ફટાકડા ફોડતી વખતે જાગ્રત રહેવા અપીલ કરી હતી.

24 કલાક બીમાર રહ્યા બાદ ઝાડા-ઊલટી થયેલા: રાજ શર્માએ જણાવ્યું હતું કે 8 મહિના પહેલાં જ બિહારથી સુરત આવ્યો હતો. સુથારકામ કરી પત્ની 3 વર્ષનો મોટો પુત્ર શૌર્ય અને 2 વર્ષની દીકરીનું ગુજરાન ચલાવી રહ્યો હતો. 24 કલાકથી અચાનક બીમાર પડેલા માસૂમ પુત્રને લઈ તેઓ ચિંતિત હતા. નજીકના ડૉક્ટરની સારવાર દરમિયાન ઝાડા બાદ અચાનક ઊલટી શરૂ થતાં આશ્ચર્યમાં પડી ગયા હતા.

મિત્રો એમાં આજે સવારે ઊલટીમાં ફટાકડાના પોપ-પોપ નીકળતાં પત્ની અંજલી ચોંકી ગઈ હતી. પોપ-પોપવાળી ઊલટી જોઈ ડોક્ટરને જાણ કરી: બસ, મળસ્કે દીકરાની પોપ-પોપવાળી ઊલટી જોઈ ડૉક્ટરને ફોન કર્યો હતો. સ્થાનિક ડોક્ટરના ક્લિનિકમાં બોટલ ચઢાવ્યા બાદ ડોક્ટરોએ તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ લઈ જ્વાનું કહેતાં અમે અહીં આવ્યા હતા, જ્યાં માસૂમ શૌર્યને મૃત જાહેર કરાયો હતો.

સંબંધીઓએ જણાવ્યું હતું કે, સાહેબ પોસ્ટમોર્ટમ નથી કરાવવું, ફટાકડા ખાઈ જતા કોઈએ જોયું નથી. પણ ઉલટી થયા બાદ ફટાકડા (પોપ-પોપ) માતાએ જોયું છે. બીજું કે BHMS ડોક્ટરે બોટલ ચઢાવ્યા બાદ દીકરાની તબિયત બગડી હતી. એટલે સિવિલ લઈ આવ્યા હતાં. જ્યાં શોર્યને મૃત જાહેર કરાયો છે. ખબર એ નથી પડતી કે, મૃત્યુનું કારણ શું છે. પોસ્ટમોર્ટમ ન થાય એ માટે પોલીસને પણ વિનંતી કરી છે. પણ કોઈ સાંભળતું જ નથી.

ખબર નથી પડતી મૃત્યુનું શું કારણ હશે.. હાલ પોલીસની રાહ જોઈ રહ્યા હોવાનું વધુમાં મૃતકના પિતાએ જણાવ્યું હતું. પીએમ નથી કરાવવું-પરિવાર: સંબંધીઓએ જણાવ્યું હતું કે સાહેબ પોસ્ટમોર્ટમ નથી કરાવવું, ફટાકડા ખાઈ જતાં કોઈએ જોયું નથી, પણ ઊલટી થયા બાદ ફટાકડા (પોપ-પોપ) માતાએ જોયા છે. બીજું કે BHMS ડોક્ટરે બોટલ ચઢાવ્યા બાદ દીકરાની તબિયત બગડી હતી.

એટલે સિવિલ લઈ આવ્યા હતાં, જ્યાં શૌર્યને મૃત જાહેર કરાયો છે. ખબર એ નથી પડતી કે મૃત્યુનું કારણ શું છે. પોસ્ટમોર્ટમ ન થાય એ માટે પોલીસને પણ વિનંતી કરી છે, પણ કોઈ સાંભળતું જ નથી. વધુ પડતો દારૂગોળો શરીરમાં જાય તો મૃત્યુનું કારણ બની શકે લક્ષમણ તહેલાની પોસ્ટ મોર્ટમ કરનાર તબીબ એ જણાવ્યું હતું કે વધુ પડતો દારૂગોળો શરીરમાં જાય તો મૃત્યુનું કારણ બની શકે છે.

પણ ઝાડા અને ઊલટી તો થાય છે. માસુમના કેસમાં કેમિકલ અને પેથોલોજીમાં સેમ્પલ મોકલ્યા છે અને મૃત્યુનું કારણ પેન્ડિંગ રાખ્યું છે. હા ખૂબ જ ગંભીર બાબત છે દિવાળોનો સમય છે બાળકોથી ફટાકડા દૂર રાખવા જોઈએ હું તો આજ સલાહ આપીશ. પોપ-પોપ ફટાકડાને સળગાવવા પડતા નથી: ફટાકડાની અવનવી વરાઇટીઓમાં સાવ નાનાં બાળકો માટે પોપ-પોપ ફટાકડા ભારે ડિમાન્ડમાં રહે છે.

પોપ-પોપ ફટાકડા મોટા ચણાના દાણા જેવડી સાઈઝના હોય છે. કાગળની પોટલી જેવા ફટાકડામાં રેતી અને દારૂનું મિશ્રણ કરેલું હોય છે, જે ફેંકતાં જ જમીન કે દીવાલ સાથે અથડાતાં જ ફૂટે છે. સામાન્ય અવાજ આપતાં આ પોપ-પોપ ફટાકડાના એક પેકેટની કિંમત 5થી 10 રૂપિયા સાઈઝ પ્રમાણે હોય છે. સેમ્પલ લઈ તપાસ માટે મોકલાયાં છે: તબીબે જણાવ્યું કે બાળકના પોસ્ટમોર્ટમમાં ફટાકડાના કારણે શરીરમાં કોઈ નુકસાન થયું હોય તે તેના કારણે મોત નિપજ્યું હોય તેવા હાલ સ્પષ્ટ ચિન્હ જણાતા નથી.

બાળકને ઝાડા ઊલટી થતા મોત થયું હોય શકે થે. છતાં હાલ સેમ્પલ લઈ તપાસ માટે મોકલ્યા છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ બાળકના મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. પાંડેસરામાં બે દિવસ તાવ આવી બેભાન થઈ ગયેલા યુવકનું મોત: પાંડેસરામાં જ બે દિવસથી તાવમાં સપડાયેલા યુવકનું બુધવારે મોત નિપજ્યું હતું પાંડેસરા બેંક ઓફ બરોડા પાછળ જલારામ નગર ઉમિયાધામ સોસાયટી ખાતે રહેતા અરવિંદભાઈ રાધેશ્યામ મિશ્રા ૩૨ ને 1 નવેમ્બરના રોજ તાવ આવ્યો હતો. તાવ આવ્યા બાદ તેઓ બીજા દિવસે ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી.

જોકે મંગળવારે સાંજે તેમની તબિયત વધુ લથડતા તેઓ બેભાન થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, આ ઘટના બહુ જ ગંભીર છે. બાળકોને નાના ફટાકડા પકડાવીને નિશ્ચિંત થઈ જતા માતાપિતા માટે આ કિસ્સો ચોંકાવનારો છે. બાળકો નાસમજ હોય છે, તેઓ શું પેટમાં નાંખે છે અને શું નથી નાંખતા તેની પણ તેમને ખબર હોતી નથી. આવામાં જો તેમના પર ધ્યાન આપવામાં ન આવે તો આવા કિસ્સા વધી શકે છે.

ફટાકડાની અવનવી વેરાઈટીઓમાં સાવ નાના બાળકો માટે પોપ-પોપ ફટાકડા ભારે ડિમાન્ડમાં રહે છે. પોપ-પોપ ફટાકડા મોટા ચણાના દાણા જેવડી સાઈઝના હોય છે. કાગળની પોટલી જેવા ફટાકડામાં રેતી અને દારૂનું મિશ્રણ કરેલું હોય છે. જે ફેંકતા જ જમીન કે દિવાલ સાથે અથડાતાં જ ફૂટે છે. સામાન્ય અવાજ આપતાં આ પોપ-પોપ ફટાકડાના એક પેકેટની કિંમત 5થી 10 રૂપિયા સાઈઝ પ્રમાણે હોય છે.

About bhai bhai

Check Also

‘બાળક સાથે ઓરલ સે@ક્સ એ બહુ ગંભીર ગુનો નથી’, High Court એ આરોપીઓની સજા ઘટાડી..વિવાદિત ફેંશલા થી જાણતા માં રોષ..

બાળકોની જાતીય સતામણી સાથે જોડાયેલા એક મામલામાં સુનાવણી કરતા અલ્હાબાદ હાઈકોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *