માતા પિતા માટે લાલબત્તી સમાન ઘટનાં, માટીનું ઘર બનાવી રમતાં બાળકો તેજ ઘરમાં દટાઈ જતાં 3 નું મોત…..

માતા પિતા માટે લાલબત્તી સમાન ઘટનાં, માટીનું ઘર બનાવી રમતાં બાળકો તેજ ઘરમાં દટાઈ જતાં 3 નું મોત…..

નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે નાના બાળકો તમામ વસ્તુઓ રમતમાં લઈ લેતાં હોય છે. પણ અમુક વાર રમત તેમના માટે જીવનની અંતિમ રમત સાબિત થઈ શકે છે. અને તે માટે જ નાના બાળકો રમતાં હોય ત્યારે તેમના પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે.

કચ્છમાં 3 બાળકો નદી પાસે માટીનું ઘર બનાવી રમતાં હતા. તે સમયે માટીનું ઘર તૂટી પડતાં તમામ બાળકો દટાઈ જતાં તેઓનાં મોત નિપજ્યા હતા.ભુજ તાલુકાના ખાવડાના હુસેનીવાડ ધ્રોબા ગામે માટી નીચે દટાઇ જવાથી 3 બાળકોનાં કરૂણ મોત નિપજ્યા છે. ગઇકાલ મોડી રાતનો આ બનાવ છે. ગામ પાસે આવેલ નદીમાં 3 બાળકો રમવા ગયા હતા.

નદી પાસે માટીનું દર બનાવી અંદર બેઠેલાં બાળકો પર માટી ધસી પડતા બાળકોનાં મોત થયા હતા. ત્રણ બાળકોના મોતના સમાચાર આવતા માતા-પિતા આઘાતમાં ગરકાવ થઈ ગયા છે.મોડે સુધી બાળકો પરત ના આવતાં ગ્રામજનો દ્વારા શોધખોળ સમયે ત્રણે બાળકો દટાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે ઘટનાસ્થળ પર પંચનામું કરી આગળની તપાસ હાથ ધરી છે.હુશેનીવાઢ ધ્રોબાના ગામમાં 3 બાળકોના ઘટનામાં મોત થતાં પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. તો આખું ગામ હિબકે ચઢ્યું હતું

વધુ માહિતી આપતા તમને જનાવીએ ચોમાસું આવે અને અમદાવાદના જર્જરિત મકાનોમાં રહેતા લોકોના જીવ અદ્ધર થવા લાગે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું એસ્ટેટ ખાતું કઈ હદે હપ્તાખોર અને ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયું છે તે વાતથી તો સહુ કોઈ વાકેફ છે. પરંતુ જે રીતે છેલ્લા ત્રણ સપ્તાહમાં અમદાવાદમાં એક પછી એક ત્રણ ટાંકી-મકાન પડવાની દુર્ઘટના બની છે તેના પરથી એક વાત તો સ્પષ્ટ છે કે અમદાવાદ મ્યુનિ.ને તેના નાગરિકોના જીવની કોઈ કિંમત નથી.

 

અમદાવાદ જેવા શહેરમાં 22 દિવસમાં ત્રણ ઈમારત-ટાંકીઓ પડે અને તેમાં 5 મોત થાય તે પછી પણ જર્જરિત મકાનો, બાંધકામને ઉતારી લેવાના સમયસરના પગલાં ભરવામાં મ્યુનિ.ને કોઈ રસ જ નથી. ઊલટાનું આવી કોઈ હોનારત બને ત્યારે ફાયરબ્રિગેડ કે પોલીસની રાહ જોયા વિના સ્થાનિક લોકો જ બહાદુરી દાખવતાં રાહતનાં પગલાં લેવા માંડે છે.

જેના કારણે જાનહાનિનો આંક નીચો રહ્યો છે.બોપલ વિસ્તારમાં તેજસ સ્કૂલ પાસે સવાર ના સમયે જ પાણીની એક 32 વર્ષ જૂની જર્જરિત ટાંકી ધરાશયી થઈ હતી. જેમાં 3 વ્યક્તિના મોત થયા હતા તથા છ ઘવાયા હતા. આ દુર્ઘટનાનો બનાવ જર્જરિત ટાંકીની બાજુમાં આવેલી કેટરિંગના શેડ પાસે બન્યો હતો. ટાંકી ખાબકતા તેની નીચે 6 જેટલા લોકો દબાયા હતા. જેમને રેસ્ક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યા છે.

દુર્ઘટનામાં એક વ્યક્તિના બે પગ કપાઇ જતા તેની હાલ ગંભીર છે. આ જર્જરિત થયેલી ટાંકીની આસપાસના રહીશોએ તંત્રને અનેક વાર ફરિયાદ કરી હોવા છતાં કોઈ પગલાં લેવાયા ન હતા. આ ટાંકી 32 વર્ષ પહેલાં બની હતી અને તેનો ઉપયોગ ન કરવા બાબતે નગરપાલિકાની મિટિંગમાં મૌખિક ચર્ચા થઈ હોવા છતાં પાલિકા દ્વારા તેનો ઉપયોગ કરાતો હતો.

બોપલની માનવીય બેદરકારીથી સર્જાયેલી હોનારતની કળ વળી નહોતી અમદાવાદના નિકોલ વિસ્તારમાં એએમસીની નવી બનતી ટાંકીની પાસે પમ્પ હાઉસનું ધાબુ ભરાતું હતું ત્યારે જ તે ધરાશયી થતાં 8 મજૂરો દટાયા હતા. જો કે, સ્થાનિક લોકોએ નીચે બેઝમેન્ટમાં પડેલા આઠ મજૂરોને દોરડાની મદદથી બહાર કાઢ્યા હતા. જેમાંથી 6 ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

સદનસીબે આટલા મોટા અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આટલી મોટી દુર્ઘટના બનવા છતાં અમદાવાદના મેયર, સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન કે મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે ડોકાયા પણ નહોતા. અહીં પણ સ્થાનિક લોકોએ ફાયરબ્રિગેડની રાહ જોયા વિના જ દોરડા લટકાવી અંદર પડેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દીધી હતી.

અમરાઈવાડીમાં પણ 100 વર્ષ જૂનું મકાન પડતાં 2 મોત થયા હતા.અમરાઈવાડી વિસ્તારમાં બંગલાવાળી ચાલીમાં આશરે 100 વર્ષ જૂનું મકાન ગુરુવારે બપોરે એકાએક ધરાશાયી થતાં 2 મોત થયા હતા. બંને મૃતકોમાં મહિલાઓનો જ સમાવેશ થતો હતો. જનતાનગર ટોરેન્ટ પાવર સામે આવેલું ત્રણ માળનું જૂનું મકાન ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં કાટમાળ નીચે 7 લોકો દટાયા હતા.

આ પૈકી 5 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જે મકાન પડી ગયું તે અત્યંત સાંકડી ગલીમાં અંદરના ભાગે હતું. ત્યાં રાહત સામગ્રી પહોંચાડવી વધુ મુશ્કેલ છે. બીજીતરફ આ મકાન 100 વર્ષ જૂનું હોવા છતાં તેને ફક્ત નોટિસ મોકલીને જ મ્યુનિ.એ કેમ સંતોષ માણી લીધો અને મકાનને સલામતીપૂર્વક ઉતાર્યું કેમ નહીં તે પ્રશ્ન સહુને સતાવી રહ્યો છે.

બોપલ વિસ્તારમાં તેજસ સ્કૂલ પાણીની એક 32 વર્ષ જૂની જર્જરિત ટાંકી ધરાશયી થઈ હતી. જેમાં 3 વ્યક્તિના મોત થયા હતા તથા છ ઘવાયા હતા. આ દુર્ઘટનાનો બનાવ જર્જરિત ટાંકીની બાજુમાં આવેલી કેટરિંગના શેડ પાસે બન્યો હતો. ટાંકી ખાબકતા તેની નીચે 6 જેટલા લોકો દબાયા હતા. જેમને રેસ્ક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યા છે.

દુર્ઘટનામાં એક વ્યક્તિના બે પગ કપાઇ જતા તેની હાલ ગંભીર છે. આ જર્જરિત થયેલી ટાંકીની આસપાસના રહીશોએ તંત્રને અનેક વાર ફરિયાદ કરી હોવા છતાં કોઈ પગલાં લેવાયા ન હતા. આ ટાંકી 32 વર્ષ પહેલાં બની હતી અને તેનો ઉપયોગ ન કરવા બાબતે નગરપાલિકાની મિટિંગમાં મૌખિક ચર્ચા થઈ હોવા છતાં પાલિકા દ્વારા તેનો ઉપયોગ કરાતો હતો.

bhai bhai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *