Breaking News

માતા પિતાએજ પુત્રીને દેહવ્યાપાર માટે મોકલી, સગા કાકાએ જ ભત્રીજી સાથે માણ્યું શરીરસુખ.

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે.

અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો અને તેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે તો આવો જાણીએ તેના વિશે.

અમદાવાદ શહેરની પાલડી પોલીસે સગીરા પર ગેંગરેપના કેસમં સાત આરોપીઓની ધરપકડ કરી છે. તેમજ આ હવસખોરોની ચૂંગાલમાંથી સગીરાને છોડાવી છે. હવસખોરોની ચુંગાલમાંથી છૂટેલી સગીરાનું નિવેદન સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સગીરાએ પોલીસને જણાવ્યું હતું કે, પૈસા માટે માતા-પિતાએ તેને ગંદુ કામ કરવા માટે મજબૂર કરી હતી. એટલું જ નહીં, જ્યારે પોતે દિલ્લીમાં હતી, ત્યારે ખૂદ કાકાએ જ તેના પર બળાત્કાર કર્યો હતો. સગીરાએ પોલીસને જણાવ્યું હતું કે, તે મૂળ પંજાબની છે અને છેલ્લા ચારેક મહિનાથી અમદાવાદના વાસણા ખાતે પરિવાર સાથે રહેવા આવી હતી. પોતાની માતાનું નિધન થયા પછી પિતાએ બીજા લગ્ન કર્યા હતા. જેની સાથે લગ્ન કર્યા તે પોતાની સાવકી માતા દેહવ્યાપાર કરતી હતી.

તેઓ પંજાબથી દિલ્લી રહેવા આવ્યા પછી કાકાએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને આ પછી તેને દેહવ્યાપારના ગંદા ધંધામાં ધકેલી દીધી હતી. સગીરાએ પોલીસને જણાવ્યું હતું કે, આ કામ કરવા માટે જ્યારે તે ના પડતી હતી ત્યારે તેને પટ્ટા વડે મારતા હતા. તેમજ તેને આ ગંદુ કામ કરવા માટે મજબૂર કરતાં હતાં. દેહવ્યાપારના ધંધામાં વધુને વધુ કમાવાની લાલચ સાથે તેઓ દિલ્લીથી જયપુર આવ્યા હતા. જ્યાં થોડો સમય રહ્યા હતા.

સગીરાએ પોલીસને જણાવ્યું હતું કે, જયપુરમાં દેહવિક્રયના ધંધા સાથે સંકડાયેલા દલાલે વધુ રૂપિયા માટે અમદાવાદ જવા માટે જણાવ્યું હતું. એટલું જ નહીં, જયપુરના દલાલે અમદાવાદના દલાલ સાથે સંપર્ક પણ કરાવી આપ્યો હતો. 2થી 3 મહિના પહેલા તે પોતાના માતા-પિતા સાથે જયપુરથી અમદાવાદ આવી હતી. પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, સગીરાને દલાલો મારફતે અમદાવાદની અલગ અલગ હોટલ પર લઇ જઈને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

જ્યારે સગીરાને દલાલો 5 હજાર રૂપિયામાં ગ્રાહક પાસે મોકલતા હતા અને દલાલો સગીરાના માતા પિતાને 50 ટકા એટલેકે અઢી હજાર રૂપિયા આપતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ ગુનામાં કચરુલાલ પટેલ (દલાલ), કૌશિક પટેલ (દલાલ), સાગર પટેલ (ફાસ્ટ ફુડ સેન્ટરનો કર્મચારી), જય મોતીવાલા (રાય યુનિ.નો વિદ્યાર્થી), મયુર પટેલ (ફાસ્ટ ફુડ સેન્ટરનો માલિક), ધવલ પટેલ (ચલોડા) અને હિતેશ પટેલ (ચલોડા)ની ધરપકડ કરી.

આવોજ એક બીજો કિસ્સો સલાબતપુરા વિસ્તારમાં રહેતી સગીર ભત્રીજી સાથે એકાદ વર્ષથી બળજબરીથી શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવી દેનાર આરોપી ફુવા ગુલામ યુસુફ ગોરૂમિયા ગુલામ રસુલ શેખની સલાબતપુરા પોલીસે પોક્સો એક્ટ તથા સગીરા પર બળાત્કાર ગુજરી ધમકી આપવાના ગુનામાં જેલ ભેગો કર્યો હતો. ભોગ બનેલી સગીર બાળકીની માતાએ પોતાના મકાન ભાડેથી રહેતા નણદોઈ ગુલામ યુસુફ ઉર્ફે ગોરૂ મિયા સેક વિરૂદ્ધ સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

જે મુજબ ભોગ બનનાર સગીરા સાથે આરોપી ફુવા એ ઘરમાં સફાઈ કામના ઇરાદે બોલાવી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો ત્યારબાદ આરોપીએ કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી એકથી વધારે વાર ભોગ બનનાર બાળકી સાથે બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દીધી હતી.

જે અંગે બાળકીની માતાએ તેનું પેટ દેખાતા હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવી હતી. જે તબીબી રિપોર્ટમાં ભોગ બનનાર ગર્ભવતી હોવાનું બહાર આવતા ફરિયાદીની માતાએ પોતાની પુત્રીને આ અંગે પૂછતા આરોપી ફુવા ગુલામ રસુલ શેખે છેલ્લા એકાદ વર્ષથી ભોગ બનનાર સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધી ધમકી આપતો હોવાનું બહાર આવ્યું હતું.

આ કેસમાં આજે અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવતા કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા એપીપી દિગંત તેવારની રજુઆતોને માન્ય રાખી આરોપી ગુલામ રસુલ શેખને તમામ ગુનામાં દોષિત ઠેરવ્યો હતો.કોર્ટે આરોપીને સગીર બાળકી પર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દેવાના ગુનામાં આજીવન કેદની સજા તથા એક લાખ રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો વધુ બે વર્ષની કેદની સજા ફટકારી હતી. આરોપી દંડ ભરે તો ભોગ બનનાર કિશોરીને પચાસ હજાર વળતર આપવા કોર્ટે નિર્દેશ આપ્યો છે.

આવી જ એક ઘટના રાજકોટના કોટડાસાંગાણી માં સામે આવી છે.રાજકોટ જિલ્લામાં કોટડાસાંગાણી પોલીસમા અરડોઈની બે સગી બહેનો ઉપર છરીની અણીએ સતત પાંચ માસથી દુષ્કર્મ થતુ હોવાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાતા તાલુકા ભરમા ભારે ચકચાર મચી જવા પામી છે.બનાવ અંગે સીપીઆઈ કે એન રામાનુજ દ્રારા તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.રામોદ ગેંગરેપની ફરીયાદની શાહી પોલીસ ચોપડે હજુ શુકાઈ નથી ત્યા વધુ એક તાલુકાના અરડોઈ ગામની બે સગી બહેનો પર છરીની અણીએ દુષ્કર્મ થયુ હોવાની પોલીસમા ફરીયાદ નોંધાતા તાલુકાભરમા ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી પ્રમાણે, આરોપી રૂત્વીક મહેશભાઈ ખંભાયતા રહે સતાપર તા.કોટડાસાંગાણી અને ભાવેશ ડાયાભાઈ ખંભાયતા રહે નવાગામ રામપરા તા.કોટડાસાંગાણી વાળાઓ બંને કૌટુંબિક કાકા ભત્રીજાએ અરડોઈ ગામની બે સગી બહેનો પર છેલ્લા પાંચ મહીનાથી ભોગ બનનારના ઘરે રાત્રીના જઈ છરીની અણીએ ધાક ધમકી આપી દુષ્કર્મ ગુજારતા હતા. જો યુવતીઓ કોઈ આનાકાની કરે તો તેમના માતા પીતાને મારી નાખવાની ધમકી આપી વારંવાર બળાત્કાર ગુજારતા હતા.

ભોગ બનનાર યુવતીઓ પૈકિ એક યુવતી સગીર હોઈ જે મામલે પોલીસે પોસ્કો એક્ટની કલમ 6 મુજબની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. બળાત્કારની ફરીયાદ પોલીસ ચોપડે શનીવારની મોડી નોંધાતા તાલુકાભરમા ભારે ચકચાર મચી જવા પામી છે.આરોપીઓ ભોગ બનનારના દુરના સગા હોઈ જેથી તેઓના ઘરે છએક માસ પુર્વે ગયેલા હોઈ ત્યારે યુવતીઓને જોઈ હોઈ ત્યારબાદ બંનેની નજર બગડી હતી.

ત્યારબાદ રાત્રીના તેમના ઘરે જ ઈ યુવતીઓને ધાક ધમકી આપી મોબાઈલ દઈ તેમની સાથે વાત કરવાની ફરજ પાડી ત્યારબાદ તેઓના ઘરે જ ઈ અવાર નવાર દુષ્કર્મ ગુજારતા હતા.હાલ તો પોલીસ દ્વારા ભોગ બનનારના મેડિકલ ટેસ્ટ કરાવવા કાર્યવાહી હાથ ધરી છે. બનાવ અંગે સીપીઆઈ કે એન રામાનુજ દ્રારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

About bhai bhai

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *