માતાજીના મંદિરમાં ચોરી કરીને ભાગતા આ ચોર ને માતાજી એ દેખાડયો ચમત્કાર,જાણો શું થયું?

0
457

હિન્દીમાં એક કહેવત છે કે, “જેસા કરો વેસા ભરો…” આજે આ કહેવત ખરેખર સાબિત થઇ હોય તેવું લાગે છે. આંધ્રપ્રદેશમાં બનેલા આ બનાવમાં એક ચોર મંદિરમાં ચોરી કરવા માટે ત્રાટક્યો હતો. પરંતુ તે પોતાની જ જાળમાં ફસાઈ ગયો હતો.

વિસ્તૃતમાં વાત કરીએ તો, આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના જામિયા ગામમાં મંદિરમાં એક ચોર ચોરી કરવા માટે ઘૂસ્યો હતો. ભગવાનની મૂર્તિ પર પહેરાવેલા કિંમતી આભૂષણ ઉતારી લીધા બાદ તમામ ચોરી કરીને જ્યારે તે બહાર નીકળવા ગયો ત્યાં તે પોતે જ બનાવેલા જાળમાં ફસાઈ ગયો હતો.

તેણે મંદિરની અંદર ઘૂસવા માટે મંદિરના પાછળના ભાગે નાની એવી બારી ખોદી હતી જેમાંથી બહાર નીકળતી વખતે તે પોતે જ આ બારી માં ફસાઈ ગયો હતો. ઘણા સમય સુધી તેણે બહાર નીકળવાની કોશિશ કરી પરંતુ બહાર નીકળી શક્યો નહીં. છેવટે તેણે રડી રડીને લોકોને બોલાવવાનું શરૂ કર્યું. તેના આ રુદનથી લોકો એકઠા થઇ ગયા હતા અને તેને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરી આ ચોરને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત એક અન્ય ઘટનાની વાત કરીએ તો તેમાં મંદિરમાં ચોરી કરવા માટે ઘુસેલા ચોરના હાથ દાનપેટી માં ફસાઈ જતા તે ત્યાંથી બહાર નીકળી શક્યો ન હતો. જેથી બીજા દિવસે મંદિરના પંડિત એ આવી ને જોતા તેને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.

કહેવાય છે કે ભગવાન બધું જોવે છે અને કરેલા કર્મનું ફળ પણ આપે છે. ત્યારે ખરાબ કાર્યોનું ફળ હંમેશા ખરાબ જ હોય છે તેવું અહીં સિદ્ધ થાય છે. ત્યારે વિચારવા જેવી બાબત એ છે કે ભગવાનના દ્વારે ચોરી કરવા આવનાર ચોર શું એક પણ વાર વિચાર નહિ કરતા હોય…..?

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.