Breaking News

માત્ર ખોરાકમાં ઉમેરિદો આ વસ્તુ, શરીરનાં નાની મોટી તમામ બીમારીઓ થઈ જશે દૂર…..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આપણે જાણીએ છીએ કે મીઠું એ સ્વાસ્થ્ય માટે સારું હોય છે, બજારમાં અલગ અલગ પ્રકારના મીઠું વપરાય છે જેવાકે કાળું મીઠું, સફેદ મીઠું વગેરે જોવા મળે છે. આજે આપણે કાળું મીઠાના ફાયદાઓ વિશે જાણીશું. સામાન્ય રીતે ભારતીય કાળું મીઠું રસોડામાં બનતી વાનગીઓનો સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લેવાય છે. પણ આયુર્વેદ સારવારમાં તેને એક ઔષધિ તરીકે ગણવામાં આવે છે.

સામાન્ય દેખાતું આ કાળું મીઠું પેટની ખરાબી, સોજો, પેટ ફૂલવું, ગન્ડમાલા, હિસ્ટીરિયા, મોટાપો, ઊંચા લીહીનું દબાણ, થાઈરોઈડ, ચર્મ રોગો સાથે સાથે નબળી દ્રષ્ટિના રોગીઓ માટે ઘણું જ ઉપયોગી છે. સફેદ મીઠાની સરખામણીએ કાળા મીઠામાં સોડીયમનું પ્રમાણ ઓછું હોય છે. અને એ જ કારણ છે કે ઊંચા લોહીના દબાણને કારણે ઓછું મીઠું ખાવા વાળાના આહારમાં કાળું મીઠું ઉમેરવાની ભલામણ કરી શકાય છે.રોજ સવારે કાળું મીઠું પાણીમાં ભેળવીને પીવું જોઈએ. આ મિશ્રણને સોલ્ટ વોટર કહેવામાં આવે છે. અને આ સોલ્ટ વોટરથી તમારું બ્લડ શુગર, બ્લડપ્રેશર, ઉર્જામાં સુધારો, મોટાપો અને બીજી જાતની બીમારીઓ તરત જ ઠીક થઇ જશે. પણ એક વાતનું જરૂર ધ્યાન રાખજો કે રસોડામાં રહેલા સાદા મીઠાનો પ્રયોગ ન કરશો. નહિ તો તે ફાયદો નહિ કરે.

કાળા મીઠામાં ૮૦ ખનીજ અને જીવન માટે જરૂરી બધા કુદરતી તત્વ મળી આવે છે. મીઠા વાળું પાણી બનાવવા માટે એક ગ્લાસ હળવા ગરમ પાણીમાં એક ચમચીના ત્રીજા ભાગ જેટલી ચમચી કાળું મીઠું ભેળવો. પછી ગ્લાસને હલાવીને મીઠું ભેળવો અને ૨૪ કલાક માટે મૂકી રાખો. આ ગ્લાસને ઢાંકણથી ઢાંકી દો.કાળા મીઠા વાળું પાણી મોઢામાં લાળ વાળી ગ્રંથીને સક્રિય કરવામાં મદદ કરે છે. અને શરીરમાં સારી પાચન શક્તિ સ્થાપિત કરવા માટે આ પહેલું પગલું ખુબ જરૂરી છે. પેટની અંદર કુદરતી મીઠું હાઈડ્રોકલોરીક એસીડ અને પ્રોટીનને પચાવનાર ઇંજાઈમને ઉત્તેજીત કરવામાં મદદ કરે છે. તેનાથી ખાધેલું ભોજન તૂટીને આરામથી પચી જાય છે. તે ઉપરાંત ઈંટેસ્ટાઇનીલ ટ્રેકટ અને લીવરમાં પણ ઇંજાઈમને ઉત્તેજિત થવામાં મદદ મળે છે, જેનાથી ખાવાનું પચવામાં સરળતા રહે છે.

કાળા મીઠામાં રહેલ ક્રોમીયમ એક્ને સામે લડે છે, અને સલ્ફરથી ત્વચા ચોખ્ખી અને કોમળ બને છે. તે ઉપરાંત મીઠાવાળું પાણી પીવાથી એગ્જીમા અને રેશની તકલીફ દુર થાય છે. અને ત્વચા ને લગતી સમસ્યા પણ દૂર થાય છે. જો રોજ કાળા મીઠાનું સેવન કરવાથી વાળમાં થવા વાળી રુસીની સમસ્યા ઘણી જલ્દી જ દૂર થઇ જાય છે. અને એટલું જ નહીં કાળું મીઠું વાળોની મજબૂતીને પણ હંમેશા માટે કાયમ રાખવામાં મદદગાર સાબિત થાય છે.જો શરીરની માંસપેશીઓમાં હંમેશા દુઃખાવો રહે છે કે પછી સાંધામાં દુઃખાવો બની રહે છે, તો કાળું મીઠું આરામ આપવી શકે છે. સાંધાના દુઃખાવાથી છુટકારો મેળવવા માટે કપડામાં એક કપ કાળું મીઠું નાખીને એને બાંધીને પોટલી બનાવો. ત્યારબાદ એને કોઈ પેનમાં ગરમ કરો અને એનાથી સાંધાનો શેક કરો. આવું દિવસમાં 2-3 વાર કરવાથી રાહત મળે છે.

જો ચામડી સુકી છે અને ઘણી ખંજવાળ આવી રહી છે, તો કાળા મીઠાના પાણીથી ન્હાવાથી ઘણો ફાયદો થાય છે. કાળા મીઠામાં રહેલ ખનીજ તંત્રિકા તંત્રને શાંત કરે છે. મીઠું, કોર્ટી સોળ અને એડનલીન જેવા બે ખતરનાક સ્ટ્રેસ હાર્મોનને ઓછા કરે છે. તેથી તેનાથી રાત્રે ઊંઘ લાવવામાં મદદ મળે છે. ફાટેલી એડીઓ માટે આ પણ એક સરસ ઉપાય છે. એના માટે એક ગરમ પાણીની ડોલમાં કાળું મીઠું નાખીને એમાં પગને દુબાડો. તેનાથી એડીઓ ઠીક થઇ જશે.

એક કપ અથવા એક ગ્લાસ પાણીમાં કાળું મીઠું નાખીને મિશ્રણ બનાવો. પછી એક ચમચી લીંબુનો રસ એમાં ઉમેરો. તરસ લાગવા પર દિવસમાં ઘણી વાર આ મિશ્રણ પીવો. એવું કરવાથી પેટમાં ચરબી જમા નહિ થાય. એનાથી અને ન ફક્ત મોટાપો રોકાશે પણ વજન પણ ઓછું થશે. તેમજ તે પાચનને સારું કરીને શરીરની કોશિકાઓ સુધી પોષણ પહોચાડે છે, જેથી મોટાપાને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

જો નાક બંધ છે અને ગળામાં ખરાશ છે, તો કાળું મીઠું મદદગાર સાબિત થઈ શકે છે. ઈનહેલરમાં થોડું કાળું મીઠું નાખીને દિવસમાં બે વાર સૂંઘવાથી ફાયદો થશે. જો ગેસથી છુટકારો મેળવવો છે, તો એક કોપરના વાસણને ગેસ પર ચડાવો પછી એમાં કાળું મીઠું નાખીને એને થોડીવાર માટે ગરમ કરો. હવે એનો રંગ બદલાય જાય એટલે ગેસ બંધ કરી દો. પછી એમાંથી અડધું મીઠું લઈને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને પીવાથી ગેસની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

કાળા મીઠામાં ઘણા બધા ખનીજ હોવાને કારણે તે એન્ટીબેક્ટેરીયલનું કામ પણ કરે છે. તેના કારણે જ શરીરમાં રહેલ ખતરનાક બેક્ટેરિયાનો નાશ થાય છે.કાળા મીઠા વાળું પાણી તે મિનરલ ઉણપની પુરતી કરે છે અને હાડકાને મજબુતી પૂરી પાડે છે. તેમાં સોડીયમનું પ્રમાણ ઓછું હોય છે તેથી ઊંચા લોહીના દબાણ વાળા લોકો માટે સારું રહે છે.

મીઠું ઘણા પ્રકાર હોય છે જેવાકે સાદું નમક:- આ નમક માં સોડિયમ નુ પ્રમાણ વધરે પડતું જોવા મળે છે. આમાં આયોડીન પણ ભરપુર પ્રમાણમાં હોય છે, જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ ને વધારવામાં મદદરૂપ થાય છે. જો આ નમક માર્યાદિત પ્રમાણ માં લેવામાં આવે તો તેના ઘણા ફાયદાઓ છે પણ જો વધારે ઉપયોગ માં લેવાય તો તેનાથી હાડકા નબળા થાય છે. આજ નો યુવાન પોતાના હાડકા ના દુખાવા ની ફરિયાદ વધારે કરતો હોય છે જેનું મૂળ કારણ ખાન-પાન માં વધારે વપરાતા નમક નુ સેવન છે.

સિંધવ નમક:- આ નમક ને અંગ્રેજી માં રોક સોલ્ટ કેહવામાં આવે છે અને ધાર્મિક માન્યતાઓ પ્રમાણી આ નમક ને ઉપવાસનું નમક અને લાહોરી મીઠું પણ કહેવામાં આવે છે. આ નમક શુદ્ધિકરણ કર્યા વગર બનાવવામાં આવે છે તેમજ તે તેના મૂળ સ્વરૂપ માંજ ઉપયોગ માં લેવાય છે. આમાં કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ નુ પ્રમાણ આપડા સાદા નમક કરતા વધારે જોવા મળે છે સાથો-સાથ આપણા સ્વાસ્થ્ય માટે પણ વધુ ફાયદાકારક મનાય છે. કિડની અને હ્રદય રોગ ની સમસ્યાઓ થી પીડાતા રોગીયો માટે આ નમક વરદાનરૂપ છે.

કાળું નમક:- કાળું નમક બધા માટે ફાયદાકારક છે અને આના ઉપયોગ થી પેટમાં દુઃખાવો, ચક્કર આવવા, ઉલ્ટી થવી, કબજીયાત રેહવો, અપચો થવો અને ગભરામણ થવી જેવી સમસ્યાઓથી છુટકારો મળે છે. ડોક્ટર પણ ગરમી ના મૌસમ માં કાળા નમક ને લીંબુ પાણી અથવા છાસમાં ઉમેરીને પીવાનું કહે છે. એમાં શંકા ને સ્થાન જ નથી કે તે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પણ તેમાં રહેલ ફ્લોરાઈડ ના વધારે પ્રમાણ માં આરોગવામાં આવે તો નુકશાનકારક બની જવા નો ખતરો રહે છે.

ઓછા સોડિયમ વાળું નમક:- આ નમક બજારમાં પોટેશિયમ નમક તરીકે ઓળખાય છે અને આપણા સાદા નમક જેવા જ બધા ગુણધર્મો હોય છે. જે બ્લડ પ્રેશર ના રોગી હોય તેમના માટે આ વધારે ઉપયોગ માં લઇ શકાય આવું નમક છે તેમજ ડાયાબિટીસ અને હદય રોગીઓ માટે પણ આરોગવું હિતાવત છે.દરિયાઈ નમક:- આ નમક તેના નામ મુજબ દરિયા ના પાણી ને એક જગ્યાએ એકત્રિત કરીને સૂર્ય ઉર્જા મારફતે બાષ્પીભવન ની ક્રિયા થી બનાવવામાં આવે છે અને આ સાદા નમક જી જેમ સ્વાદે ખારાસ વાળું નથી હોતું. આ નમક ને ગેસ, કબજીયાત, પેટ ફૂલવું, તણાવ અને સોજા જેવા રોગો માટે અકસીર ઈલાજ માનવામાં આવે છે.

About bhai bhai

Check Also

30 રોગોનો જડમૂળથી સફાયો કરીદે છે સામાન્ય રીતે મળતી આ ખાસ વસ્તુ,જાણીલો કઈ રીતે કરવો ઉપયોગ…..

પ્રાચીન આયુર્વેદ પ્રમાણે ગાયના ઘીમાં ભરપૂર ન્યૂટ્રિઅન્ટ્સ, ફેટી એસિડ્સ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ, એન્ટીઓક્સીડેન્ટ્સ અને એન્ટીવાયરલ જેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *