Breaking News

માત્ર 12 વર્ષેજ બોલિવૂડમાં એન્ટ્રી કરી ચુક્યો હતો આ સુપરસ્ટાર, આજે પણ લાગે છે એકદમ ફિટ,તસવીરો જોઈ અચક પામી જશો……

જક્કાસ નામ જ્યારે પણ સંભળાય એટલે બધાને અનિલ કપૂર યાદ આવે.મુંબઈમા 24 ડિસેમ્બર, 1954ના રોજ અનિલ કપૂરનો જન્મ થયો હતો. તેમના પિતાજી સુરેન્દ્ર કપૂર પહેલાં અભિનેત્રી અને ગાયિકા ગીતાબાલીના સેક્રેટરી હતા. ત્યારબાદ તેમને પોતાની ફિલ્મો બનાવવાની શરૂઆત કરી.તેમની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ ચેંબૂરની એક ચાલમાં રહેતા હતા. અનિલ કપૂરનું બાળપણ પણ અત્યંત સામાન્ય હતુ. જો તેમની ફિટનેસની વાત કરવામાં આવે તો અનિલ કપૂર દિવસે ને દિવસે જવાન દેખાતો જાય છે. અનિલ કપૂર ઉપર ઉંમરની કોઈ અસર દેખાતી નથી.બોલિવૂડ અભિનેતા અનિલ કપૂર, ફિલ્મ ઉદ્યોગમાં એક ખૂબ મોટું નામ છે.

અનિલએ તેની ફિલ્મી કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે.12 વર્ષની ઉંમરમાં અનિલ કપૂરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં એન્ટ્રી કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી અનિલ કપૂર 100થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત અનિલ કપૂર હોલિવૂડ અને ટીવી શોમાં પણ કામ કરી ચૂક્યાં છે. 40 વર્ષના કેરિયર દરમિયાન અનિલ કપૂરે છ વખત ફિલ્મફેર અને બે વાર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે.

પરંતુ અનિલ કપૂરનો લુક્સ, એટીટ્યુડ, અંદાજ અને ફિટનેસને જોતાં એવું લાગે છે તેમની ઉંમર 63 નહીં પણ 36 હોય તેવું લાગે છે.અનિલ કપૂરને બે ભાઈ અને એક બહેન છે. મોટા ભાઈ બોની કપૂર પ્રસિધ્ધ ફિલ્મ નિર્માતા છે. નાનો ભાઈ સંજય કપૂર પણ અભિનેતા છે. બહેન રીના લગ્ન પછી દિલ્હીમાં રહે છે. અનિલ કપૂરની પત્ની સુનિતા છે.

તેમને ત્રણ બાળકો છે. જેમાં બે છોકરીઓ સોનમ-રિયા અને એક છોકરો હર્ષવર્ધન છે. જેમાં તેમની પુત્રીઓ ફિલ્મોમાં આવી રહી છે. સુનિતા જુહૂમાં ‘આઈડિયાજ ‘ ચલાવે છે અને અનિલ કપૂરની ડ્રેસ ડિજાઈનર પણ છે. અનિલ કપૂરનું બાળપણ અત્યંત સામાન્ય હતુ. આર્થિક અભાવને કારણે તે ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત ન કરી શક્યા.અનિલના પિતા સુરેન્દ્ર કપૂર અને પૃથ્વીરાજ કપૂર પિતરાઈ ભાઈ હતા.

છતાં અનિલ કપૂરે કેરિયરના મામલે પોતાના દમ પર નાની-મોટી ભૂમિકાઓ કરી. 1983માં પ્રદર્શિત તેમની હોમ પ્રોડકશન ફિલ્મ ‘વો સાત દિન’ થી તેમના કેરિયરને નવો વળાંક મળી ગયો. અને તે એક સફળ હીરોની હરોળમાં આવી ગયા.1987 માં પ્રદર્શિત શ્રીદેવી સાથેની ફિલ્મ ‘મિ. ઈડિંયા’ એ તેમને એક નવી ઉચાઈ પર બેસાડી દીધો. તે પછી તેમનું કેરિયર ડગમગાવા લાગ્યું હતુ. અને તેમની ફિલ્મો ફ્લોપ જઈ રહી હતી. પણ પછી ‘પરિંદા’ અને ‘રામ લખન’ જેવી ફિલ્મોએ તેમને બચાવ્યા.

તેમને ‘પુકાર’માં નેશનલ એવોર્ડ મળી ચૂક્યો છે. આ સિવાય ‘મિ. ઈંડિયા’, ‘તેજાબ’ અને ‘બેટા’ ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મ ફેયર એવોર્ડની સાથે બીજા પણ કેટલાય પુરસ્કારો મેળવી ચૂક્યાં છે.અનિલ કપૂરની જોડી જેકી શ્રોફની સાથે સૌથી વધુ હિટ રહી. અને હીરોઈનોમાં જોવા જઈએ તો તેમના જમાનાની સુપરસ્ટાર શ્રીદેવી અને માધુરી દીક્ષિત બંને હીરોઈનો જોડે તેમની જોડી સૌથી વધુ જામી.

અનિલે પોતાના કેરિયરની સર્વશ્રેષ્ઠ ફિલ્મો આ જ બે હીરોઈનો જોડે કરી છે. શ્રી દેવીની જોડે તેમની ‘મિસ ઈંડિયા’ , ‘લમ્હે’, ‘જુદાઈ’, ‘લાડલા’ વગેરે યાદગાર ફિલ્મો આપી છે તો માધુરીની જોડે ‘તેજાબ’, ‘રામ લખન’, ‘પરિંદા’, ‘કિશન કનૈયા’ જેવી હિટ ચર્ચિત ફિલ્મો કરી છે. અનિલ કપૂરે દરેક પ્રકારની ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમની તાજેતરની ફિલ્મોમાં ‘તાલ’ અને ‘નો એંટ્રી’ તેમની હિટ ફિલ્મો છે.બધુ મળીને કહી શકાય કે ભલે હવે અનિલ કપૂરનો આઠમા કે નવમાં દશકાંનો જમાનો નથી રહ્યો, છતાં તેઓ આજે પણ એક સારો અભિનય કરી શકે છે.

જેનું ઉદાહરણ હાસ્ય ફિલ્મ ‘નો એટ્રી’ અને તેમના ગંભીર અભિનયવાળી ફિલ્મ ‘બેવફા’ છે.તેઓ એક સારા અભિનેતાની સાથે સાથે એક સારા પતિ અને શ્રેષ્ઠ પિતા પણ છે. બધી ટોપ અભિનેત્રીઓ સાથે કામ કરવાં છતાં તેમનું નામ કોઈ હીરોઈન સાથે નથી જોડાયું. પરિવાર તેમની માટે સર્વોપરી રહ્યુ છે. કામ જ તેમની માટે પૂજા છે.

તેમની મુખ્ય ફિલ્મો, વો સાત દિન 1983 થી તેમને પોતાની ફિલ્મી કારકિર્દી ની શરૂઆત કરી હતી ત્યારબાદ મેરી જંગ 1985, મશાલ 1984, કર્મા 1986, લવ મેરેજ 1984, અંદર બહાર 1984, લૈલા 1984, પ્યાર કા સિંદૂર 1986, ઈંસાફ કી આવાઝ 1986, ચમેલી કી શાદી 1986, પ્યાર કિયા હૈ પ્યાર કરેંગે 1986, તેજાબ 1988, રામ લખન 1989, પરિદા 1989, બેટા 1992, લાડલા 1994, અંદાજ 1994, 1942 એ લવસ્ટોરી 1994, લોફર 1996,જુદાઈ 1997, વિરાસત 1997, દિવાના-મસ્તાના 1997, હમ આપકે દિલમે રહતે હૈ 1999, તાલ 1999, બીવી નં – 11999, હમારા દિલ આપકે પાસ હૈ 2000, લજ્જા 2001, બધાઈ હો બધાઈ 2002, રિશ્તે 2002, અરમાન 2003, કલકત્તા મેલ 2003, નો એટ્રી 2005, બેવફા 2005, માય વાઈફસ મર્ડર 2005, હમ કો દિવાના કર ગયે 2006.જેને લઈને સૌથી વધારે અનિલ કપૂર ચર્ચામાં રહે છે. 40 વર્ષના લાંબા કરિયર બાદ પણ અનિલ કપૂર આજે પણ પોતાને ફિટ રાખે છે.

અનિલ કપૂર આરોગ્યને લઈને શિસ્તબદ્ધ આહારનું પાલન કરતા જોવા મળે છે. અનિલ કપૂર ખાંડ અને જંક ફૂડને એવોઈડ કરે છે. મોડી રાત સુધી ચાલી રહેલી બોલિવૂડ પાર્ટીઓમાં તે જોવા મળતાં નથી. આજ કારણે તેઓ 63ની ઉંમરમાં પણ 36ના જોવા મળે છે.અનિલ કપૂર આજે પણ એકદમ ફિટ જોવા મળી રહ્યાં છે.

અનિલ કપૂર પોતાને ફિટ રાખવા માટે પોતાનો ડાયટને બહુ જ નિયંત્રિત રાખતા હોય છે. જેના માટે અનિલ કપૂર દિવસમાં 5થી 6 વખત થોડું-થોડું જમે છે. અનિલ કપૂરના જમવામાં શાકભાજી, દાળ, ઓટ્સ, ફિશ, બ્રોકલી, ચિકન અને પ્રોટીન શેક્સ સામેલ છે.નિયંત્રિત ડાયટની સાથે અનિલ કપૂર દરરોજ 2થી 3 કલાક વર્કઆઉઠ કરે છે. અનિલ કપૂર દરરોજ 20 મીનિટ સુધી કાર્ડિયો કરે છે.

ત્યાર બાદ તેઓ ફ્રી વેટ પુશ-અપ્સ, ક્રંચેસ, ચેયર સ્ક્વાટ વર્ક આઉટ કરે છે. અનિલ કપૂરના વર્ક આઉટમાં ઝડપી સાયકલિંગ પણ સામેલ છે.અનિલ કપૂરનો જન્મ 24 ડિસેમ્બર 1956માં મુંબઈમાં ફિલ્મ નિર્માતા સુરિંદર કપૂરના ઘરે થયો હતો. અનિલ કપૂરે વર્ષ 1979માં ઉમેશ મહેરાની ફિલ્મ ‘હમારે-તુમ્હારે’થી પોતાના ફિલ્મની કરિયરની શરૂઆત કરી હતી. અનિલ કપૂર કન્નડ અને તેલુગુ ફિલ્મમાં પણ કામ કરી ચૂક્યા છે.

અનિલ કપૂરને ત્રણ સંતાનો છે જેમાં સોનમ કપૂર, રિયા કપૂર અને હર્ષવર્ધન કપૂર.અનિલ કપૂરે ઘણી હિટો ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાંથી 1985માં આવેલી ફિલ્મ ‘મેરી જંગ’, ‘યુદ્ધ’, 1986માં રીલિઝ થયેલ ફિલ્મ ‘કર્મા’, ‘આપ કે સાથ’, ‘મિસ્ટર ઈન્ડિયા’ ‘ઘર હો તો એસા’ સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. અનિલ કપૂરે ડૈની બોયલની ઓસ્કાર પુરસ્કાર વિજેતા ફિલ્મ સ્લમડોગ મિલિયનેરમાં પણ કામ કર્યું છે.

About Admin

Check Also

નોકરીની શોધમાં આવેલા યુવકને યુવતીએ કહ્યું મારે તમારી સાથે શારીરિક સંબંધ બાંધવા છે ત્યારબાદ જે થયું તે જાણી ચોંકી જશો.

સોશ્યલ સાઈટ પર નોકરીની શોધમાં રહેતો યુવક પોતાની જાતને આવી જાળમાં ફસાઈ ગયો હતો કે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *