Breaking News

માત્ર 19 વર્ષની યુવતી ને હતાં એક નહીં અનેક પુરુષો સાથે શારીરિક સંબંધ માતાએ ટોકી તો કરી નાખ્યું આવું કાર્ય.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપણે એક એવી ઘટના વિશે વાત કરીશું જે આજકાલની યુવા પેઢી ખોટા રવાડે ચઢી ગયેલી હોય એવું લાગી રહ્યું છે. એમના ભલા માટે એમને કોઈ સલાહ આપે એ એમને પસંદ નથી આવતું, પછી ભલે તે એમના માતા પિતા જ કેમ ન હોય છે. અને પ્રેમ અને વાસનામાં રસબોળ થયેલી આ પેઢીને આખી દુનિયા ખોટી લાગે છે.

હાલમાં તેલંગાનામાં બનેલી એક ચોંકાવનારી ઘટના આ વાત સાચી સાબિત કરે છે. એના વિષે જાણીને તમને પણ એના પર ઘૃણા આવશે. મળેલી જાણકારી અનુસાર તેલંગાનાનાં રંગારેડ્ડી જિલ્લાની એક 19 વર્ષની યુવતીએ પોતાની જ સગી માં ની હત્યા કરી દીધી હતી. એની પાછળનું કારણ એ હતું કે, તેની માં તેને ઘણા બધા છોકરાઓ સાથે રિલેશનશિપમાં રહેવાથી અટકાવતી હતી. એટલું જ નહીં તે યુવતીએ પોતાની માં ની હત્યા કર્યા પછી પોલીસને ભટકાવવા માટે અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમ જેવા સીન પણ ઉભા કર્યા હતા.

જેની હત્યા થઈ છે એ મહિલાનું નામ રજિતા હતું. તેની હત્યા કરનાર આરોપી તેની પોતાની દીકરી અને દીકરીનો બોયફ્રેન્ડ હતા. તેમના નામ કીર્તિ રેડ્ડી અને શશિ છે. કીર્તિ અને તેના બૉયફ્રેન્ડ શશિએ આ મર્ડરનું પરફેક્ટ પ્લાનિંગ કર્યું હતું એવું પોલીસે જણાવ્યું છે. જેમાં કીર્તિએ પોતાની માં ની હત્યા કરીને તેની શંકાની સોઈ પોતાના પિતા તરફ કરી દીધી હતી અને પોલીસને ખોટા રસ્તે દોરી હતી.

પણ પોલીસે તેનો પર્દાફાશ કરી દીધો. પોલીસે કાર્યવાહી કરીને કીર્તિ રેડ્ડી, શશિ અને બાલ રેડ્ડીને રજિતાના મર્ડર કેસમાં અરેસ્ટ કર્યા છે. આ કેસમાં કીર્તિએ પોતાની માતા રજિતાની હત્યા કરીને તેનો આરોપ પોતાના ટ્રક ડ્રાઈવર પિતા પર લગાવ્યો હતો. પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું કે, કીર્તિ અને તેનો બોયફ્રેન્ડ હત્યાનાં 2 દિવસ સુધી માં નાં મૃતદેહ સાથે રહ્યા હતા. અને એ દરમિયાન તેમણે શારીરિક સંબંધ પણ બનાવ્યા હતા.

સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, કીર્તિ રેડ્ડી અને તેના માતા પિતા દ્વારકા કોલોનીમાં રહે છે. કીર્તિના પિતા ટ્રક ડ્રાઈવર છે. તારીખ 24 ઓક્ટોબરનાં રોજ મૃતક રજિતાનાં પતિ અને કીર્તિના પિતા શ્રીનિવાસ રેડ્ડી પોતાના ઘરે આવ્યા હતા. એ સમયે એમના મકાનને તાળુ મારેલું હતુ. આથી તેમણે રજિતાને ફોન કર્યો, તો તેનો મોબાઈલ સ્વીચ ઓફ આવ્યો હતો. એ પછી તેમણે પોતાની દીકરી કીર્તિને ફોન કર્યો, તો તેણે એવું કહ્યું કે, તે વિશાખાપટ્ટનમ ફરવા આવી છે.

ઘણા સમય સુધી શ્રીનિવાસની પત્ની ન મળતા તેમણે દીકરીને ફોન કરીને કહ્યું કે, તેની માતા ગુમ છે તો તે જલદી ઘરે આવી જાય. એ પછી કીર્તિ પાછી ઘરે આવી અને પિતાની સાથે પોલીસ સ્ટેશન જઈને રજિતાનાં ગુમ થયાનો રિપોર્ટ લખાવ્યો. એ રિપોર્ટમાં કીર્તિએ એવો આરોપ લગાવ્યો કે, તેનો દારૂડિયો પિતા તેની માં ને મારતો હતો અને તેની સાથે ઝઘડતો હતો.

આ દરમિયાન જ્યારે કીર્તિનાં દોસ્ત બાલ રેડ્ડીનાં પિતાને એ વાતની જાણ થઈ કે, રજિતા ગુમ છે તો તે શ્રીનિવાસનાં ઘરે આવ્યા. તેમણે શ્રીનિવાસને કહ્યું કે, રજિતાનાં કહેવાથી કીર્તિ તેમના ત્યાં રહેતી હતી. અને આ સાંભળ્યા બાદ શ્રીનિવાસે તરત જ હયાતનગર પોલીસને ફોન કર્યો અને આની પાછળ કીર્તિનો હાથ છે એવું જણાવ્યું. કારણ કે જયારે કીર્તિ વિશાખાપટ્ટનમથી ઘરે આવી હતી ત્યારે શ્રીનિવાસે કીર્તિને તેના વિશાખાપટ્ટનમ ટૂર વિશે પુછ્યું, તો તેને સંતોષકારક જવાબ મળ્યો ન હતો. આથી શ્રીનિવાસનને તેના પર શક થયો હતો.

પછી પોલીસે એની કડકાઈથી પૂછપરછ કરી તો તે ભાંગી પડી અને તેણે કબૂલ્યું કે, તેણે અને તેના બોયફ્રેન્ડ શશિએ જ માં ની હત્યા કરી છે. કીર્તિએ જણાવ્યું કે, 19 ઑક્ટોબરનાં રોજ તેની માં એ છોકરાઓ સાથેનાં સંબંધોને લઇને તેને ખખડાવી હતી. આ વાતથી તે નારાજ થઇ ગઈ, અને તેણે પોતાના પડોશી શશિને પોતાના પ્લાનમાં સામેલ કર્યો.

જયારે રજિતા ઊંઘી રહી હતી ત્યારે તેણે તેનું ગળું તેની જ સાડીથી દબાવી દીધું. અને 2 દિવસ સુધી તેના શબને ઘરમાં જ રાખ્યું. આ દરમિયાન તેમણે શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. ત્યારબાદ તક જોઈને તેઓ શબને રેલવેના પાટા પર ફેંકી આવ્યા જેથી લોકોને લાગે કે, તેણે આત્મહત્યા કરી છે. પોલીસને જ્યારે મહિલાની કપાયેલી લાશ મળી ત્યારે તેમણે શંકાસ્પદ મોતનો કેસ નોંધીને તેના અંતિમ સંસ્કાર કર્યા હતા.

આવીજ બીજી ઘટના ભુજ નજીક સુખપર ગામમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. આ કેસમાં ચોંકાવનારો ધડાકો થયો છે કે, 15 વર્ષની સગી પુત્રીએ જ માતાની હત્યા કરી હતી. દીકરીને પાડોશી યુવાન સાથે સંબંધો બંધાયા હતા. માતા બંનેને જોઈ જતાં તેણે ઠપકો આપ્યો હતો. આ કારણે દીકરીએ પ્રેમી અને તેના મિત્ર સાથે મળી માતાની હત્યા કરી નાંખી હતી. પોલીસે પુત્રી, પ્રેમી તેમજ અન્ય યુવાનની ધરપકડ કરી છે. ભુજ તાલુકાના સુખપર ગામે બનેલી હચમચાવે એવી ઘટનામાં ઘરના બેડરૂમમાંથી મહિલાની લાશ મળી આવી હતી. રહસ્યમય રીતે ઘરના બેડરૂમમાંથી ગળું કપાયેલી હાલતમાં મહિલાની લાશ મળી આવતાં પોલીસ ચોંકી ઉઠી હતી.

મૃતક મહિલાની સગીર પુત્રીએ દાવો કર્યો હતો કે, પોતે ટ્યુશન ઘરે પરત ફરી ત્યારે માતાની લોહીલુહાણ હાલતમાં લાશ જોઈ હતી. આ ઘટનામાં પહેલાં પરિવાજનોએ આત્મહત્યાની આશંકા વ્યક્ત કરી હતી. પરંતુ પોલીસ તપાસમાં મહિલાની હત્યા થઇ હોવાનું બહાર આવતાં પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી હતી. હત્યા સમયે મહિલા ઘરે એકલી હતી. તે સમયે મહિલાની અજાણ્યા તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસતાં બે લોકો ઘર દિવાલ કુદી ઘરમાં પ્રવેશ કરતા દેખાઈ રહ્યા છે. આ દિશામાં તપાસ કરતાં છેવટે સગીર દીકરીના પ્રેમી સુધી પોલીસ પહોંચી હતી.

આવીજ બીજી ઘટના આજના સમયમાં સોશિયલ મીડિયા અગત્યનું માધ્યમ છે, ત્યારે તેના ફાયદા તો છે પરંતુ તેના ગેરફાયદા પણ છે. આવો જ એક કિસ્સો તમિલનાડુમાં જોવા મળ્યો છે, જેમાં પોલીસે 19 વર્ષની યુવતીની ધરપકડ કરી છે. આ યુવતી પર પોતાની માતાની હત્યા કરવાનો આરોપ છે. આ કેસમાં પોલીસે અન્ય 3 આરોપીઓની પણ ધરપકડ કરી છે, જેમાં યુવતીનો બોયફ્રેન્ડ પણ સામેલ છે.

આ અંગે મળતી માહિતી મુજબ, રાજ્યના અંજનેયપુરમ સ્થિત થિરુવલ્લૂરમાં રહેતી 19 વર્ષીય એસ દેવીપ્રિયા અવડીની એક કોલજમાં અભ્યાસ કરી રહી છે. દેવપ્રિયા પર તેની માતા ભાનૂમતિની હત્યાનો આરોપ છે. ભાનુમતિ દેવીપ્રિયા અને તેના ફેસબુક ફ્રેન્ડ સુરેશ સાથેના સબંધોનો વિરોધ કરતી હતી, આથી તેની ઘાતકી હત્યા કરવામાં આવી હતી.

આ કેસમાં પોલીસે દેવપ્રિયા તેના ફેસબુક ફ્રેન્ડ સહિત અન્ય 2 સગીર આરોપીઓની ધરપકડ કરી છે. આ બાબતે પોલીસે જણાવ્યું કે, દેવીપ્રિયા 1 વર્ષથી સુરેશ સાથે સબંધમાં હતી. આ બન્નેની મુલાકાત સોશિયલ નેટવર્કિગ સાઈટ ફેસબુકના માધ્યમ દ્વારા થઈ હતી, જે બાદમાં પ્રેમમાં પરિણમી હતી. દેવીપ્રિયાએ પોતાના સબંધો વિશે તેની માતાને જાણ કરતા, ભાનુમતિએ તેને ભણવા પર ધ્યાન આપવા જણાવ્યું હતુ. જો કે દેવીપ્રિયાએ માતાની વાત માનવાનો ઈન્કાર કરી દીધો હતો.

પોલીસે વધુમાં જણાવ્યું કે, માતા દ્વારા સમજાવ્યા છત્તા તેણે સુરેશ સાથે સબંધ ચાલુ રાખ્યો હતો. આથી કંટાળીને માતાએ દેવીપ્રિયાનો મોબાઈલ ઝૂંટવી લીધો હતો. આથી નારાજ દેવીપ્રિયાએ સુરેશને માતાની ફરિયાદ કરતા, તેમણે ભાનૂમતિની હત્યાનું કાવતરુ રચ્યું હતું. આખરે સુરેશે તેના 2 સગીર મિત્રો સાથે મળીને ભાનુમતિની હત્યા કરી નાંખી.

આ માટે રચેલા કાવતરા અનુસાર બન્ને સગીરો ભાનૂમતિના ઘરે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોતાની ઓળખ દેવીપ્રિયાના મિત્ર તરીકે આપી હતી. અહીં તેમણે ભાનુમતિ પર તિક્ષ્‍ણ હથિયારથી હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ દરમિયાન ભાનુમતિની ચીસો સાંભળીને પાડોશીઓ એકઠા થઈ ગયા હતા, જેથી આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કરતા તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા. જે બાદ પોલીસને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

About bhai bhai

Check Also

અહીં લગ્ન પહેલા યુવતીઓને થવું પડે છે ગર્ભવતી,કારણ છે ખૂબ અજીબ…

ભારત ની આ એવી જગ્યા છે જ્યાં લગ્ન પહેલા જાતીય સબંધ બાંધવા માટે ખુદ પરિવાર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *