Breaking News

માત્ર એક પાન નો આ ઉપાય તમારી દરેક તકલીફ કરી દેશે દૂર, નવરાત્રી માં કરવાથી થાય છે બમણો લાભ……

નવરાત્રી ઘણો જ પવિત્ર તહેવાર છે. આ નવ દિવસોમાં આપણે માતાજીના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરીએ છીએ. માતાજીનાં આશીર્વાદ મેળવવા માટે અનેક ઘરમાં અખંડ દિવો રાખવામાં આવે છે સાથે ભાવિ ભક્તો અનુષ્ઠાન પણ કરતા હોય છે. આ પવિત્ર નવ દિવસમાં આપણે ઘણી વાતોનું ધ્યાન રાખવું જોઇએ. તો આવી ધ્યાન રાખવા જેટલી કેટલીક મહત્તવની વાતો કઇ છે તે જોઇએ. નવરાત્રીમાં માતાજીની સ્તુતિ, ભજન, કિર્તન અને સ્મરણથી જીવનમાં શુભનો પ્રભાવ પડે છે.નવરાત્રી શુભતા અને શુદ્ધતાનું મહાપર્વ છે.

આ વખતે નવરાત્રિ 17 ઓક્ટોબરે આરંભ થઇ રહી છે. આ નવરાત્રીમાં તમે થોડાક વિશેષ ઉપાય અજમાવી ને પોતાની બધી સમસ્યા નું સમાધાન મેળવી શકો છો. આ ઉપાય ના ફક્ત જોવામાં અને કરવામાં પણ સરળ છે. તેમજ તરત તમને રાહત પણ આપે છે. તો ચાલો જાણીએ થોડાક એવા ઉપાયો વિશે.જો તમને ઘણી મહેનત કરવા છતાં પણ તમારું કામ બની નથી રહ્યું અથવા લગાતાર અસફળતા મળી રહી છે તો કોઈ પણ શુભ મુહૂર્તમાં વડલાનું પાન તોડીને તેના ઉપર તાજી હળદરથી સ્વસ્તિક બનાવીને ઘરમાં પૂજા સ્થાન ઉપર રાખી દો. તેનાથી તમારા બગડેલા કામ જાતે જ બની જશે.

નવરાત્રિમાં કોઈપણ શુભ મુહુર્તમાં શંખપુષ્પી નું મૂળ લાવો અને તેને ધોઈને ચાંદીના ડબ્બામાં રાખીને ઘરની તિજોરી અથવા તો અલમારી માં રાખી દો. ઘરમાં પૈસાની આવક દિવસેને દિવસે વધવા લાગશે. ક્યારેય કોઈપણ પ્રકાર ની ઉણપ નહીં રહે.નવરાત્રિમાં શુભ મુહૂર્તમાં તુલસીના છોડને ઘરે લાવીને કૂંડામાં રોપી દો. સવારે અને સાંજે આ છોડને જળ અર્પણ કરવાં તથા દેશી ઘીનો દીપક પ્રગટાવવો. તેનાથી જલ્દી માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને ઘરમાં ધન સંબંધી સમસ્યાઓનું નિવારણ આવશે.

કોઈપણ શુભ મુહુર્તમાં કેળા ના છોડ ને ઘરે લાવીને તેને કૂંડામાં રોપી દો. તથા હર ગુરુવારે તેના ઉપર થોડું કાચું દૂધ ચઢાવો અને સવારે તેમજ સાંજે જળ અર્પણ કરો. તેનાથી જલ્દી ઘરમાં ધન આવવાનું શરૂ થશે.નવરાત્રી ના દિવસે શુભ મુહૂર્તમાં હારસિંગાર નું મૂળ લાવીને તેમને વિધિવત પૂજા કરો તથા તેને ઘરે તિજોરીમાં રાખી દો. તેનાથી પણ ધન સંબંધીત મુશ્કેલીઓ દૂર થશે.

ભગવાન શિવ ના પ્રિય ધતુરા નું મૂળ ને ઘરમાં સ્થાપિત કરી આદ્યશક્તિ મહાકાલી ના બીજ મંત્ર ક્રિ નો જાપ કરો તેનાથી બધી જ પ્રકારની સમસ્યાઓ પૂર્ણ થશે અને સુખ સંપન્નતા પ્રાપ્ત થવા લાગશે.નવરાત્રિના પર્વ દરમિયાન ગોમતી ચક્રને ધારણ કરવાથી શરીર રોગમાંથી મુક્તિ મળે છે. જો ગોમતી ચક્ર ધારણ ન કરવું હોય તો તેની પૂજા કરી અને પર્સમાં સાથે રાખી શકાય છે. દરેક કામમાં સફળતા પ્રાપ્ત થશે.

ઈન્દ્રજાલ : આ એક છોડ છે જે દરિયામાંથી પ્રાપ્ત થાય છે. તેમાં ચમત્કારી ગુણ હોય છે. આ છોડને ઘરમાં રાખવાથી લક્ષ્‍મીજીનું આગમન તો થાય છે. જો કે આ છોડ ઘરમાં હશે ત્યાં સુધી નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશ નહીં કરે.નાળિયેર : માતાની પૂજા કર્યા પછી એક લાલ વસ્ત્ર લઈ તેના પર નાળિયેર રાખવું અને તેને લક્ષ્‍મી સ્વરૂપ સમજી વિધિ-વિધાનથી તેની પૂજા કરવી. આ પૂજાથી ધન-ધાન્યની પ્રાપ્તિ થાય છે.

શંખ : નવરાત્રિમાં દક્ષિણાવર્તી શંખનો પ્રયોગ દરિદ્રતાનો નાશ કરે છે. શંખમાં શુદ્ધ પાણી ભરવું અને તેને ઘરના દરેક રૂમમાં છાંટવું. આ સમયે મનમાં પ્રભુ સ્મરણ કરવું. આ પ્રયોગથી દુર્ભાગ્ય, ક્લેશ અને ગ્રહોનો દુષ્પ્રભાવ દૂર થશે.શાલીગ્રામ : શાલીગ્રામને ભગવાન વિષ્ણુનું પ્રતીક માનવામાં આવે છે. નવરાત્રિમાં શાલીગ્રામ ઘરના મંદિરમાં પધરાવી તેની પૂજા કરવી અને પછી તેને તિજોરીમાં લાલ વસ્ત્ર પર સ્થાપિત કરવું. આ ઉપાયથી ધનવૃદ્ધિને આમંત્રણ આપે છે. જો મંદિરમાં અગાઉથી શાલીગ્રામ હોય તો તેની જ પૂજા કરી અને ઉપયોગમાં લઈ શકાય છે.

આ કાર્યોમાંથી કોઇપણ એક કાર્ય નવરાત્રરીના દિવસોમાં કરવાથી તમારી આર્થિક તંગી દૂર થાય છે. માતાજીના આશીર્વાદથી તમારા જીવનના દરેક સંકટો દૂર થાય છે અને જીવનમાં સફળતા જ સફળતા મળે છે.એવું કહેવામાં આવે છે કે છોકરીની પૂજા કરવાથી જીવનના દરેક દુ:ખ સમાપ્ત થાય છે અને તમામ સુખ-સંપત્તિ પ્રાપ્ત થાય છે. નવરાત્રીના અંતિમ દિવસે કન્યાઓની પૂજા-અર્ચના અને તેમને ભોજન પ્રદાન કરવા નું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે નવરાત્રીના આઠમા અને નવમા દિવસે સવારે કન્યા પૂજન કરવામાં આવે છે. અને એવું કહેવામાં આવે છે કે માતા દુર્ગા ભેટ, પૂજા અને પાઠથી એટલી ખુશ નથી, જેટલી તે છોકરીની પૂજા કરતી વખતે થાઈ છે. માતા દુર્ગા તેના ભક્તોના તમામ વેદનાઓને દૂર કરે છે. માતા મહાગૌરીની પૂજા ગુપ્ત નવરાત્રિના આઠમા દિવસે કરવામાં આવે છે અને નવમા દિવસે દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. બંને દિવસોમાં કન્યા પૂજાનું એક અલગ જ મહત્વ છે.

About bhai bhai

Check Also

શું તમે જાણો છો કે કાનખજૂરો દેખાવું શુભ છે કે અશુભ જાણો શું છે રહસ્ય

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દુનિયાભરમાં ઘણી એવી વસ્તુઓ છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *