ભરઉનાળે અમરેલી માં ભારે પવન સાથે મેઘરાજાએ કરી દમદાર બેટિંગ,રોડ-રસ્તાઓ થઇ ગયા પાણી પાણી,જુઓ ફોટા

0
211

ગુજરાતમાં ચારે બાજુ કાળઝાળ ગરમી પડી રહી છે. જેના કારણે લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે. આજે બપોરે એકાએક ભારે ગરમી વચ્ચે અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તાર ના વાતાવરણમાં પલટો આવ્યો છે.સાવરકુંડલા ના કેટલાક ગામોમાં મિનિ વાવાઝોડું ફૂંકાયું છે. ત્યાર પછી આદસંગ,થોરડી, ઘનશ્યામનગર જેવા ગામોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડયું હતું.

મળેલી માહિતી પ્રમાણે ખાંભા તાલુકાના ભાણીયા,નાનુડી,પીપળવા ગામ માં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. આ સિવાય રાજુલાના ધુડીયા આગરીયા, મોટા આગરિયા, નવા આગરીયા ગામમાં વરસાદ પડી રહ્યો છે. કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે કેરીના પાકને નુકસાન પહોંચવાની સંભાવના છે.

ભરઉનાળામાં ચોમાસા જેવા માહોલનો સર્જાયા છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં ત્રણ દિવસ વાતાવરણમાં પલટો જોવા મળવાનો છે. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા,અરવલ્લી સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે પવન અને માવઠું થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે. જેથી માર્કેટયાર્ડ એ વેપારીઓ-ખેડૂતોને સાવચેત રહેવાની સૂચના આપી છે.

ગુજરાત રાજ્યમાં વૈશાખી વાયરા લોકોને દઝાડી રહ્યા છે. આટલું જ નહીં તેજ પવન સાથે લૂ વર્ષા અને ધૂળની ડમરીઓ ઊડી રહી છે. અમદાવાદમાં આજે 44 ડિગ્રી તાપમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે. અમદાવાદ માં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત કચ્છ અને કંડલામાં હવામાન વિભાગ દ્વારા હીટ વેવ ની આગાહી કરવામાં આવી છે. જ્યારે દરિયાઇ વિસ્તારમાં લોકો ને ગરમીથી આંશિક રાહત મળી રહી છે.આપણે જણાવી દઈએ કે આ વરસાદ આવવાથી લોકો ને ગરમી થી થોડાક સમય માટે રાહત મળી હતી.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.