ગરીબોના મસીહા ખજુરભાઈએ પેરેલાઈઝ અને પથારીવશ લોકો માટે બન્યા ભગવાન,ફરી એકવાર કર્યું એવું કામ કે…

0
201

ગુજરાતના સોનુ સુદ એવા ખજૂર ભાઈ પોતાના સેવાકીય કાર્યોને લઇને ખૂબ જ ચર્ચામાં રહેતા હોય છે. તેઓએ સમાજસેવા માટે ની એક અનોખી પહેલ ચાલુ કરી છે. તમે જાણતા જ હશો કે ગત વર્ષે આવેલા વાવાઝોડામાં કેટલાય લોકો બેઘર બન્યા હતા ત્યારે તે લોકોને નવા ઘર બનાવી આપ્યા હતા. તેઓની મદદ કરવાની આ પહેલ હજુ પણ યથાવત છે. તેઓની આ સેવા ભાવના ના કારણે તેઓ લાખો લોકોના દિલ પર રાજ કરી રહ્યા છે.

ખજૂર ભાઈ 200 ઘર પુરા કર્યાની ખુશીમા તેમની ટીમ સાથે દુબઈના પ્રવાસે ગયા હતા. તેમની ટીમમાં રહેલા કડીયા અને અન્ય વ્યક્તિઓને તેઓ દુબઈના પ્રવાસે લઇ ગયા હતા. ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાની ખૂબ જ દયાળુ છે. ત્યારે દુબઈથી પાછા આવીને તેઓએ મદદ માટેની એક અનોખી પહેલ ચાલુ કરે છે. તમને જાણીને આનંદ થશે કે, પથારીવશ અને પેરેલાઈઝ લોકોને ગરમીથી રાહત મળે એ માટે ખજૂરભાઈ તેઓને કુલરની સુવિધા પૂરી પાડી રહ્યા છે.

દુબઈમાં ફુલ ઓન મસ્તી કરીને ખજૂરભાઈ એક નવા જ વિચાર સાથે પાછા ફર્યા છે. તેઓએ દુબઈથી આવીને સોશિયલ મીડિયા મારફતે જાહેરાત કરી છે કે તેઓ પથારીવશ અને પેરેલાઈઝ લોકોને ગરમીથી રાહત મેળવવા માટે કુલરની વ્યવસ્થા કરી આપશે. આ ઉપરાંત જેના ઘરે ઇલેક્ટ્રિસિટી નથી તેઓને ઈલેક્ટ્રીકસીટી ની સુવિધા પૂરી પાડશે અને ત્યારબાદ કુલર ફીટ કરી આપશે. ખજૂરભાઈ એ પોતે આ માહિતી લોકો સુધી પહોંચાડી છે.

ખજૂરભાઈ એ પોતે એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં શેર કર્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે, જે લોકો પથારીવશ છે અથવા પેરેલાઈઝ છે. તેઓને કુલરની સુવિધા પૂરી પાડવામાં આવશે જેથી ગરમીમાંથી રાહત મેળવી શકાય. તેઓએ વધુમાં જણાવ્યું છે કે, જો તમારા ધ્યાનમાં કોઈ એવું વ્યક્તિ હોય તો અમને જાણ કરો અને તેનો કોન્ટેક નંબર અને એડ્રેસ આપો. અમે ખુદ તેમના ઘરે જઈને તેમના ઘરે કુલર ફીટ કરી આપીશું. ખજૂર ભાઈના આ ઉમદા કાર્યના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે.

ઉનાળામાં પડી રહેલી કાળઝાળ ગરમીથી પથારીવશ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે તેઓ માટે સારો એવો વિચાર ખજૂરભાઈ એ વ્યક્ત કર્યો છે. તેમની આ મદદ કરવાની ભાવનાના કારણે સૌ કોઈ તેમને બિરદાવી રહ્યા છે. લોકોના મુખે તેમના વખાણ પુરા નથી થઈ રહ્યા. પોતાના ઉમદા કાર્ય થકી તેઓએ એક મોટી લોકચાહના ઉભી કરી છે. આ વીડિયોમાં પણ તેઓને ભારે કોમેન્ટ મળી છે. આ ઉપરાંત કિંજલ દવે એ પણ કોમેન્ટ કરીને તેમના આ કાર્યના વખાણ કર્યા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.