ખેડૂતો માટે મોટા સમાચાર,સૌરાષ્ટ્ર માં તોફાની વરસાદ ને લઈને હવામાન વિભાગ ની મોટી આગાહી,જાણો

0
125

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે રાજકોટમાં રવિવાર અને સોમવારે કરા સાથે વરસાદ ની આગાહી કરી છે તો બનાસકાંઠા અને સાબરકાંઠા માં આજે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની આગાહી ને લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેતરમાં ખુલ્લામાં પડેલો પાક સુરક્ષિત જગ્યાએ મૂકવામાં ખેડૂતોને અપીલ કરવામાં આવી.

બીજી તરફ હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લાના દાંતા પંથકમાં વરસાદ વરસ્યો હતો. દાંતા તાલુકાના મંડાલી,સનાલી,જશવંતપુરા વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. પવન સાથે અચાનક વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતીત બન્યા છે.

દિલ્હીમાં કોરોનાવાયરસ ના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 1656 નવા કેસ નોંધાયા છે. આ સિવાય છેલ્લા 24 કલાકમાં 1306 લોકોએ કોરોના ને માત આપી છે.હવે રાજધાનીમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા વધીને 6096 થઈ ગઈ છે.આજે 4 ફેબ્રુઆરી પછી કરો નાના સૌથી વધુ સક્રિય કેસ નોંધાયા છે.

30000 થી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન દિલ્હીમાં 30709 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એમાં 1656 નવા કોરોના ના કેસ નોંધાયા હતા.મંગળવારે દિલ્હીમાં કોવિડ-19 ના 1414 કેસ નોંધાયા હતા અને ચેપ દર 5.97 ટકા નોંધાયો હતો.

સોમવારે દિલ્હીમાં 1076 કેસ નોંધાયા હતા.રવિવારે 1485, શનિવારે1520 અને શુક્રવારે 1607કેસ નોંધાયા હતા. દિલ્હીમાં કોરોના ના વધતા કે ચિંતાજનક છે. છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હીમાં કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યા છે. જેને લઈને દિલ્હીના ડોક્ટરોનું કહેવું છે કે આવનારા સમયમાં દિલ્હીમાં કોરોના ટોચ પર હશે જો કે દિલ્હીમાં છેલ્લા બે અઠવાડિયામાં દરરોજના એક હજારથી વધુ કે સામે આવી રહ્યા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.