હવામાન વિભાગની ચેતવણી : બંગાળની ખાડીમાંથી ‘અસની’ તુફાન આવી તેવી શક્યતા, આ જગ્યાએ થશે ગંભીર અસર…

0
137

આગામી સમયમાં બંગાળની ખાડીમાંથી અસની વાવાઝોડું આવી શકે તેવી શક્યતાઓ છે. વાવાઝોડાને લઈને હવામાન વિભાગે ચેતવણી આપી છે. હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી અઠવાડિયાની શરૂઆતમાં દક્ષિણ-પૂર્વ હિંદ મહાસાગર ઉપર બનેલા નીચા દબાણનો વિસ્તાર આવતા ક્ષેત્ર ઝડપથી ચક્રવર્તી વાવાઝોડામાં બદલાઈ શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાવાઝોડું બાંગ્લાદેશ અને તેની નજીકના ઉત્તર મ્યાનમાર તરફ આગળ વધશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઓછા દબાણવાળું ક્ષેત્ર મંગળવારના રોજ સક્રિય થયું હતું. શનિવારના રોજ તે ઉત્તર પૂર્વ પશ્ચિમ દિશા તરફ આગળ વધી શકે તેવી સંભાવનાઓ વધી ગઈ છે.

અને ત્યારબાદ અંદબાર નિકોબાર દ્વીપ તરફ આગળ વધી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, વિચાર દબાણનું ક્ષેત્ર બન્યું છે તે 21 માર્ચના રોજ ચક્રવાતી તોફાનમાં બદલાઈ શકે તેવી શક્યતાઓ છે. અને ત્યારબાદ તે 22 માર્ચના રોજ ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશા તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે.

આ ચક્રવતી તુફાનનું નામ અસની હશે. આ ચક્રવતી તુફાનનું નામ શ્રીલંકાએ આપ્યું છે. 23 માર્ચના રોજ બાંગ્લાદેશ અને મ્યાનમાર ઉતરી વિસ્તાર તરફ આ ચક્રવતી તુફાન પહોંચશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુરુવાર અને શુક્રવારના રોજ દક્ષિણ-પૂર્વી બંગાળની ખાડી અને તેનાથી નજીક અંદબારમાં ભારે હલચલ થવાની સંભાવનાઓ છે.

આ કારણોસર હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે ની સલાહ આપી છે. હવામાન વિભાગનું કહેવું છે કે શનિવારથી મંગળવારની વચ્ચે અંદમાન સાગર થી લઈને અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહની આસપાસ માછીમારોને ન જોવું જોઈએ.

રવિવારના રોજ અંદમાન અને નિકોબાર દિવસમાં ભારે પવન ફૂંકાશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 70 – 80 કિલોમીટર પ્રતિ કલાકે ભારે પવન ફૂંકાય શકે છે. અને આગામી દિવસોમાં 90 કિલોમીટર પ્રતિ કલાક સુધી પવન ફુંકાય તેવી શક્યતાઓ છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.