પગના તળિયા બાળી દે તેવી ગરમી વચ્ચે ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ ને લઈને હવામાન વિભાગની મોટી આગાહી,જાણો

0
997

આપણે બધા હાલમાં ઉનાળાની ભયંકર ગરમીનો અહેસાસ કરી રહ્યા છીએ અને માર્ચ મહિના ના મધ્યથી લોકોને ભયંકર ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હાલમાં હીટવેવની અસર કરતા તાપમાનમાં એકથી ચાર ડિગ્રીનો ઘટાડો થયો છે જેના કારણે લોકોએ ગરમીથી થોડો ઘણો સામાન્ય રાહતનો શ્વાસ લીધો છે.

ગરમીના હજુ 70 જેટલા દિવસો બાકી હોવાની સાથે-સાથે કાળઝાળ ગરમી ની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ તાપમાનનો પારો 38 ડિગ્રીની આસપાસ રહેતાં બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાવાની શક્યતા છે.

24 કલાક બાદ બે થી ચાર ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે અને આ કારણોસર હવે ચારથી પાંચ દિવસ રાજ્યમાં તાપમાન ઓછું રહેશે જેથી ગરમી ના પવનમાંથી રાહત મળશે. ઉનાળામાં માર્ચ મહિનામાં નોંધાયેલા આંકડા એ રેકોર્ડ તોડી દીધા હતા પરંતુ મળતી માહિતી અનુસાર ચાલુ વર્ષે ઉનાળાના માર્ચ ના મધ્યમાં તાપમાન 40 ડિગ્રી ઉપર પહોંચી ગયું છે.

એપ્રિલ અને મે મહિનામાં તો તાપમાન વધીને 43 થી 44 ડિગ્રી પહોંચી જાય છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચાર-પાંચ દિવસ ગરમીથી રાહત મળશે. અમદાવાદ શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી ખૂબ જ ભયંકર ગરમીનો અહેસાસ થઇ રહ્યો હતો ત્યારે આજે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાદળછાયું વાતાવરણ સર્જાયા નું મુખ્ય કારણ અરબી સમુદ્ર અને બંગાળનો ઉપસાગર માંથી ભેજ આવવાનું છે. જેના કારણે એક થી બે દિવસ ગરમીમાંથી છુટકારો મેળવી શકાય છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં 25 થી 27 માર્ચ ના આ સમયગાળા દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.