હવામાનને લઈને હવામાન વિભાગની કઈક ને કઈક આગાહી સામે આવતી હોય છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના ડાંગ,તાપી અને નર્મદા સહિતના જિલ્લાઓમાં ગઈ 7 માર્ચ થી હળવા વરસાદની સંભાવના જોવા મળી રહી છે. આ ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાં ઠંડા પવનો પણ હોઈ શકે છે.
હવામાન વિભાગની માવઠાની આગાહી ના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહ્યો છે.હજુ વરસાદ જોવા તો નથી મળ્યો પણ જો ગુજરાત રાજ્યમાં વરસાદ થાય તો ખેતરમાં રહેલા ઉભા પાક ને નુકશાન થઈ શકે છે.આ ઉપરાંત રાજ્ય ના કેટલા જિલ્લાઓ નું વાતાવરણ શુષ્ક રહેવાની પણ સંભાવના છે.
રાજ્યના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન અને લઘુતમ તાપમાનનું પ્રમાણ યથાવત જોવા મળશે.રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના જોવા મળી છે. ખાસ કરીને છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, આણંદ, વડોદરા, દાહોદ ચુડા અને પંચમહાલ વગેરે જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા જોવા મળી રહી છે.
ગુજરાતના રાજ્યના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની સંભાવના ગુજરાત ઉપર મંડાઈ રહી છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં લો પ્રેશર ને કારણે વરસાદી ઝાપટા પડી શકે છે.
આપણે જણાવી દઈએ કે રાજ્યના અમદાવાદ, ગાંધીનગરમાં અને મધ્ય ગુજરાતમાં છૂટોછવાયો તો અમુક જગ્યાએ ક્યાંક ક્યાંક વરસાદ પડી શકે છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે આગામી હોળી ના તહેવાર સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને હળવો વરસાદ થવાની શક્યતા છે.
તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.