રાજ્યમા ચોમાસું બેસવાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી,જાણો

0
4382

હાલમાં કાળઝાળ ગરમીથી આખુ ગુજરાત શેકાઈ રહ્યું છે ત્યારે આ ગરમીથી રાહત મળે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના વાતાવરણમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. રાજ્યના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદ સાથે ચોમાસામાં વરસાદ ક્યારથી આવશે તેની આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે અને સાથે તેમને કહ્યું કે 25 મે થી 4 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસુ બેસવાની શક્યતા છે અને 15 જૂન આસપાસ સારા વરસાદની શક્યતા છે.18 મે થી 6 જૂન સુધીમાં અરબ સાગરમાં ચક્રવાત ની શક્યતા છે અને તેના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થઇ શકે છે.

સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં આગામી દિવસોમાં વાવાઝોડા થવાની શક્યતા વચ્ચે વરસાદી ઝાપટા સાથે ભારે પવન ફૂંકાવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જો આગામી દિવસોમાં માવઠું થાય તો કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ચિંતા છે. આપણને લગભગ ખબર જ હશે કે ગુજરાતનો દરિયાકિનારો લગભગ 1600 કિલોમીટર લાંબો છે.

સૌરાષ્ટ્ર સિવાય બાકીના દરિયાકિનારો લગભગ ભરતી થી રચાયેલ સપાટ વિસ્તાર ધરાવે છે અને તે ખેતી પર ખરાબ અસર કરે છે. ગુજરાત નો દરિયાકિનારે 42 જેટલા બંદરોનો વિકાસ થયો છે અને ચોરવાડ સમુદ્ર કિનારો એ ભારતના પશ્ચિમ કાંઠે આવેલ એક રમણીય સમુદ્ર કિનારો છે.

જે જૂનાગઢ શહેરથી 66 કિલોમીટર જેટલો દૂર આવેલો છે અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષે છે. આ સમુદ્ર કિનારે પથ્થરો અને શિલાઓ આવેલ છે અને અહીં રોમાંચક વહાણ સવારી પણ ઉપલબ્ધ છે. દીવ સમુદ્ર કિનારો સૌરાષ્ટ્રની કિનારે આવેલો છે અને તે ગુજરાત રાજ્ય સાથે કોઝવે દ્વારા જોડાયેલ છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.