રાજ્યમાં વાવાઝોડું અને માવઠાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી,જાણો

0
30

ગુજરાત રાજ્ય નું વાતાવરણ દિવસેને દિવસે ઉનાળામય બનતું જાય છે. શિયાળાની ઠંડી અને ધીમે ધીમે નબળી પડતા ગરમીએ માથું ઊંચકી લીધું છે. ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે ફેબ્રુઆરી મહિનો પુરો થતા તડકો ફાટી નીકળશે. એકાએક જ વાતાવરણમાં તડકા નું પ્રમાણ વધી જતાં લોકોને ગરમી ની હાલાકી સહન કરવી પડશે.

તેઓએ આગાહી કરતાં વધુ જણાવ્યું કે માર્ચ મહિનાની શરૂઆતમાં ઉત્તર ભારતમાં હિમવર્ષા તેમજ કમોસમી વરસાદ પડવાની આગાહી રહેલી છે. જેના પગલે ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવી જશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પ્રક્રિયા ઉત્પન્ન થશે અને દરિયા કિનારા નજીકના વિસ્તારોમાં વાદળો બંધાય અને કમોસમી વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.

ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતમાં ગરમીની સાથે સાથે વાદળછાયું માવઠું વરસવાની શક્યતા છે તેમજ દરિયામાં ઉંચા મોજા ઉછળવાની પણ આગાહી કરવામાં આવી છે. હાલ ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી આસપાસ પહોંચી ગયો છે.

ગુજરાતનું સૌથી ઠંડુ શહેર નલિયા પણ 25 થી 30 ડિગ્રી તાપમાન સાથે ઊતરતાં તાપમાં બળી રહ્યું છે તો કંડલા અને અમરેલી જિલ્લામાં તાપમાનનો પારો 34 થી 37 ડિગ્રીએ પહોંચી ગયો છે.જ્યારે રાજકોટ અને સુરેન્દ્રનગર માં તાપમાન 34 ડિગ્રી નોંધાયું છે.

દક્ષિણ ગુજરાતના ભાગોમાં ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું નથી પરંતુ સામાન્ય રીતે 30 થી 32 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજસ્થાનના ગરમ પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે જેના પગલે ઉત્તર ગુજરાતમાં રેતીના તોફાન આવવાની શક્યતા રહે છે. અંબાલાલ જણાવ્યું કે માર્ચ મહિનાની શરૂઆત તથા ધીમેધીમે ગરમી આવતી રહેશે અને તાપમાન 40 ડિગ્રીની આસપાસ પહોંચી જાય તેવી સંભાવના છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.