ગુજરાતમાં વરસાદને લઈને હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે કરી મોટી આગાહી,આ તારીખે વરસાદ પડવાની પૂરી શક્યતા…

0
32

ગુજરાત રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે વરસાદને લઈને હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી કરી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં આગામી બે દિવસ ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આગામી 48 કલાકમાં પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં સવારે ધુમ્મસ વાળું વાતાવરણ રહેશે.

આ ઉપરાંત ઉત્તર પ્રદેશ અને પંજાબમાં અલગ-અલગ વિસ્તારમાં કમોસીમી માવઠું થવાની શક્યતાઓ છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ તમિલનાડુ, પોંડિચેરી અને અનેક રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે.

આ ઉપરાંત હવામાન વિભાગે પણ ગુજરાત રાજ્યમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં વરસાદ પડે તેવી પ્રબળ શક્યતાઓ છે. આ ઉપરાંત દક્ષિણ ભારતમાં પણ વરસાદ થઇ શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં આગામી 48 કલાકમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતાઓ છે. અને અમુક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં ભારે ઉલટ પલટ થવાના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં આગામી 48 કલાકમાં સવારમાં અમુક વિસ્તારોમાં ધુમ્મસ વાળું વાતાવરણ રહેશે અને કડકડતી ઠંડી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.