રાજય માં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની મોટી આગાહી,આગામી દિવસોમાં…

0
1952

આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ઉત્તર પશ્ચિમ ભારત, ત્રિપુરા ના ઘણા બધા ભાગોમાં મહત્તમ તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે એટલે કે આ રાજ્યોને ગરમીથી રાહત મળી શકે છે. અહીં ગરમીની અસર પણ ઘણી ઓછી થશે અને તેનું એકમાત્ર કારણ એ છે કે પશ્ચિમ હિમાલયન ક્ષેત્રમાં કાર્યરત પક્ષિમી વિક્ષેપ થઇ રહ્યો છે.

તેની અસરથી ઘણા બધા રાજ્યોમાં અંધારપટ છવાઈ શકે છે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હરિયાણામાં ગરમી વધી શકે છે. સ્કાયમેટ વેધર મુજબ ઉત્તર પાકિસ્તાન ની આસપાસના ઘણા વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે.

એક રેખા વિદર્ભ દક્ષિણ આંતરિક કર્ણાટક સુધી સમગ્ર મરાઠાવાડ અને ઉત્તર આંતરિક કર્ણાટક સુધી ધીમે ધીમે નીચેના સ્તરે વિસ્તરી રહી છે.મળતી માહિતી અનુસાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની આગાહી સામે આવી છે અને તેમને આગાહી કરી છે કે રાજ્ય ના અમુક વિસ્તારોમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદ પડી શકે છે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 24 કલાક દરમિયાન રાજસ્થાનના ઘણા બધા ભાગોમાં ગરમીથી લાય અને તીવ્ર ગરમીનું મોજુ આવવાની શક્યતા છે અને મધ્ય પ્રદેશ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો ઉપરાંત હીમાચલ પ્રદેશ ના ભાગો, જમ્મુ, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં પણ આજના દિવસે એટલે એમની શક્યતા રહેલી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ પશ્ચિમ બંગાળ, આસામ અને તામિલ નાડુના ભાગોમાં એક કે પછી બે સ્થળોએથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. ઉત્તર પૂર્વ ભારતના બાકી ભાગો, સિક્કિમ, તમિલનાડુના બાકીના ભાગો, કેરળ, દક્ષિણ-મધ્ય મહારાષ્ટ્રના ભાગો, ઉત્તર આંતરિક કર્ણાટક અને લક્ષદ્વીપ માં મધ્યમ થી હળવો વરસાદ થયો હતો. જ્યારે મરાઠાવાડા અને છત્તીસગઢમાં હલવો વરસાદ નોંધાઈ ગયો હતો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.