રાજ્યમાં આગામી બે દિવસમાં કમોસમી વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી…

0
908

રાજ્યમાં હાલમાં દિવસેને દિવસે ગરમીનું પ્રમાણ વધતું જાય છે. રાજ્યમાં ગરમીનો પારો 38 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હજુ પણ આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધે તેવી શક્યતાઓ છે. એક તરફ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે બીજી તરફ કમોસમી વરસાદને લઈને હવામાન અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં આગામી બે દિવસ અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતાઓ છે. આગાહી મુજબ આગામી બે દિવસમાં વાતાવરણમાં પલટો આવશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં આગામી બે દિવસ કમોસમી વરસાદ પડી શકે છે. જેના કારણે ખેડૂત ભારે ચિંતામાં મુકાયા છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ભારે ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવશે અને આગામી બે દિવસ અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

જો આગામી બે દિવસ અલગ અલગ વિસ્તારોમાં કમોસમી માવઠું પડયું તો ખેડૂતોને પાકમાં નુકસાન થઈ શકે છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ છે અને અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું પડશે.

મોટાભાગના શહેરમાં ગરમીની વાત કરીએ તો શહેરનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21.7 ડિગ્રી નોંધાયું હતું. મોટેભાગના શહેરમાં સવારમાં વાતાવરણમાં ભેજનું તાપમાન 34 ટકા નોંધાયું છે. હવામાન વિભાગે પણ આગામી બે દિવસ રાજ્યમાં વાતાવરણમાં ભારે પલટો જોવા મળશે તેવી આગાહી કરી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.