Breaking News

મિત્રની બહેન ને ઘરમા એકલી જોઇને બગડી હવસખોર ની દાનત, કર્યુ એવુ કે જાણીને તમે પણ ચોકી જશો….

મિત્ર શબ્દ સાંભળતાની સાથે જ આપણો જે પ્રિય મિત્ર હોય તેનો ચહેરો આપણી નજર સામે આવી જાય છે અને તે સાથે જ આપણા ચહેરા પર સ્મિત પણ. મિત્રનો સંબંધ એક એવો અનોખો સંબંધ છે જે આ દુનિયાના બધા જ સંબંધોથી પર છે. સુખ હોય કે દુખ ચાહે ગમે તેવી પરિસ્થિતિ આવી જાય તો ભલે આખી દુનિયા સાથ છોડી દે પણ તે તો હંમેશા પડછાયાની માફક સાથે જ રહે છે. અરે એક સમયે પડછાયો પણ અંધારામાં સાથ છોડી દે છે પરંતુ જો મિત્ર હાથ પકડી લે તો તે આખી જીંદગીભર નથી છોડતો. પણ આજના યુગમાં તેવા મિત્રો મળવા અશક્ય છે. આજનો યુગ તો દેખાવાનો યુગ થઈ ગયો છે તેથી તો કૃષ્ણ અને સુદામા જેવી દોસ્તી જોવા મળતી નથી. પરંતુ અમદાવાદમાં મિત્રતાને કલંક લગાડે તેવો કિસ્સો બહાર આવ્યો છે.

મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં મિત્રતાને કલંક લાગડતો કિસ્સો સામે આવી ગયો છે. અહીં નારોલ ગામામાં ભાઈ અને માતા પિતા સાથે રહેતી 20 વર્ષીય યુવતીની તેના જ ભાઈના મિત્રએ છેડતી કરી હતી અને સાથે ખુબજ ભીભત્સ માંગણી કરી લીધી હતી અને તેની સાથે જબરદસ્તી પૂર્વક શારીરિક સબંધ બાંધ્યા હોવાનું કહેવામાં આવ્યું છે આરોપી જયેશભાઈ અવારનવાર યુવતીના ભાઈ સાથે મિત્રતા હોવાના કારણે યુવતીના ઘરે તેના ભાઈને મળવા આવતો રહેતો હતો. અને બરોબર તે દરમ્યાન તેની દાનત યુવતી પર બગડી ગઇ હતી. કોઈના કોઈ બહાને ઘરે આવીને યુવતી પર નજર બગાડી શારીરિક અડપલા પણ કરતો રહેતો હતો.

પરંતુ એક દિવસ જ્યારે ઘરમાં કોઈ ન હતું ત્યારે આ આરોપી જયેશભાઈ આ યુવતીના ઘરમાં ઘૂસીને બળજબરીપૂર્વક શારીરિક સબંધ બાંધ્યા હતા અને જો કોઈને કહીશ તો તારા ભાઈ ને મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. એક દિવસ મિત્રને મળવા આવતા જયેશભાઈની દાનત યુવતીને ઘરમાં એકલી જોઈ બગડી ગઇ હતી. અને તે મોકો જોઈને ચોકો મારવાની ફિરાકમાં જ હતો.

યુવતીના પરિવારજનો ત્યારે બહાર ગયા હતા. અને ત્યારે યુવતીને પામવા માટે આરોપી જયેશભાઈ તેના ઘરે પહોંચ્યો અને તને મળવા આવ્યો છું. તેમ કહીને યુવતીનો હાથ પણ પકડી લીધો હતો. અને જેનો યુવતી પ્રતિકાર કર્યો હતો. જોકે મનમાં મેલી મુરાદ રાખેલા વિકાસ સિંગ આ ઘટનાથી શીખના લીધી હોય તેમ એ વારંવાર યુવતીને પ્રેમસબંધ બાંધવા મેસેજ કરીને તેમજ ફોન કરીને દબાણ કરતો રહેતો હતો.

બીભત્સ માંગણી પણ કરતો હતો.યુવતીએ વારંવાર સમજાવવા છતાં પાગલ પ્રેમીનું પાગલપન બંધ જ ના થતા આખરે યુવતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી દીધી છે અને આરોપીને જેલ હવાલે કરી દીધો છે.અહીં મિત્રએ મિત્ર પર મુકેલો વિશ્વાસ તેના માટે મુસીબત સમાન બની ગયો હતો અને આ ઘટનાએ ફરી એકવાર મતલબી મિત્રતા ઉપર મોટા સવાલો ઉભા થઈ ગયા છે.

 

About bhai bhai

Check Also

સાચે નાના બાળકો ભગવાન નું સ્વરૂપ હોય છે,આ ક્યૂટ બાળકે ત્રણ પક્ષીઓને પોતાના હાથે ખવડાવ્યું ભોજન,જુઓ વિડિયો

હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *