ભારત ના કરોડો ખેડૂતો માટે મોટા સમાચાર,દેશ ના કરોડો ખેડૂતોને કેન્દ્ર ની મોદી સરકાર આપી રહી છે કરોડો રૃપિયાની સબસીડી,જાણો

0
86

આંતરરાષ્ટ્રીય બજારમાં DAP અને તેના કાચા માલના ભાવમાં 80%નો વધારો. સરકારે 50 કિલો ની થેલી પર 2501 રૂપિયાની સબસિડી આપી. પણ ખેડૂતો પર બોજ પડવા દીધો નહીં. અને સંગ્રહખોરી પર કડક પગલાં લીધા,આ ઉપરાંત ખાતરના કાળા બજાર અંગે ચેતવણી આપવામાં આવી છે.

રસાયણ અને ખાતર મંત્રી ડો. મનસુખ માંડવિયાએ દાવો કર્યો છે કે, ખરીફ સીઝન માટે સરકાર પાસે યુરિયા,ડીએપી,એનપીકે અને અન્ય ખાતરોનો સ્ટોક માંગ કરતાં વધુ છે. સરકાર ખાતરની અછતને મંજૂરી આપશે નહીં અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા માલના ભાવમાં વધારાના બોજ માંથી પસાર પણ થશે નહીં. આ વર્ષે ખેડૂતોને લગભગ 2.5 લાખ કરોડ રૂપિયાની ખાતર સબસિડી આપવામાં આવશે.

આ અત્યાર સુધીનો રેકોર્ડ હશે. ડો.માંડવીયાએ જણાવ્યું હતું કે, જમીન સ્તરે ખાતરનો ઉપયોગ સંતુલિત થાય તે માટે આપણે આવી યોજના બનાવવી જોઈએ. રાજ્ય સરકારોએ દરેક જિલ્લા સ્તરે કેટલું ખાતર ઉપલબ્ધ છે અને કેટલું વધુ જરૂરી છે તેનો સ્ટોક લેવો જોઈએ.

કેબિનેટ ખરીફ સીઝન માટે રૂ.60,939 કરોડની સબસિડી ને મંજૂરી આપ્યા બાદ તેમણે ખાતરોની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી. આ બાબતે તેઓએ જણાવ્યું હતું કે સરકારે ડીએપી પર પ્રતિ થેલી 1,650 રુપિયા ની સબસિડીને બદલે રૂપિયા 2,501 પ્રતિ થયેલી સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યો અને ખેડૂતોને ઉપલબ્ધતા સંબંધિત સચોટ માહિતી આપતા રહેવાની સલાહ આપવામાં આવી છે. આ સમયે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર પણ હાજર હતા. બંને મંત્રીઓએ કહ્યું કે સરકાર ખાતરનો સંગ્રહ, કાળાબજાર કે ખાતર ડાયવઝઁન જેવા મામલામાં કડક કાર્યવાહી કરશે.

આર.કે ચતુર્વેદી ખાતર વિભાગના સચિવ એ દેશમાં ખાતરોની વર્તમાન સ્થિતિ વિશે માહિતી આપી હતી. છેલ્લા ત્રણ વર્ષમાં ખાતરનો વપરાશ આંતરરાષ્ટ્રીય ભાવમાં વૃદ્ધિ ના વલણો, છેલ્લા દસ વર્ષ દરમિયાન આપવામાં આવેલી ખાતર સબસિડી અને ખાતરની આયાત માટે ટૂંકા ગાળાના, લાંબાગાળાના કરારો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. હાલમાં સરકાર યુરિયા પર 2,184 રૂપિયા પ્રતિ થેલી ના દરે સબસિડી આપી રહી છે.

માંડવીયાએ જણાવ્યું હતું કે ડી-એમોનીયમ ફોસ્ફેટ અને તેના કાચા માલમાં આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો મુખ્યત્વે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ડીએપી અને તેના કાચા માલના ભાવમાં લગભગ80 ટકાનો વધારો થયો છે. સલ્ફરના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આમ છતાં સરકારે ખેડૂતોને રાહત દરે ખાતર આપી રહી છે.

બે વર્ષ પહેલા ખાતરની સબસીડી માત્ર 75 થી 80 હજાર કરોડની હતી. પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા માલના ભાવમાં વધારો થતાં ખેડૂતોને ખેતી ખૂબ મોંઘી બની છે. માટે સરકારે સબસીડી માં સતત વધારો કરી રહી છે. હાલમાં સબસીડી 1.62 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ વર્ષના અંત સુધીમાં 2.5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાનો અંદાજ પણ છે. ટૂંક સમયમાં ખાતર કંપનીઓને મંજૂરી દરો મુજબ સબસીડી આપવામાં આવશે જેથી તેઓ ખેડૂતોને પોષણક્ષમ ભાવે ખાતર આપી શકે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.