Breaking News

મોઢામાંથી હમેશાં ગંદી વાસ આવતી હોય તો આ ઉપાય એકવાર કરી લો, કાયમ માટે આ સમસ્યા માંથી મળી જશે છૂટકરો….

મોર્ડન જમાનામાં બધા પોતાને પરફેક્ટ જ રાખવા માંગે છે. પરફેક્ટ રહેવા માટે લોકો રાત દિવસ મહેનત કરે છે. સારું સારું ખાય છે સારા સારા કપડા પહેરે છે અને બીજુ ઘણુબધુ કરે છે. એટલે કે પરફેક્ટ રહેવા માટે આપણે નાની નાની બધી વસ્તુ પર ધ્યાન આપવું પડે છે. પરંતુ ઘણીવાર આપણી નાની ભૂલ પણ આપણને શરમિંદા થવા મજબુર કરે છે. ઘણા લોકો ભાગદોડ વાળી આ જિંદગીમાં દાંતોની સફાઈ પર વધુ ધ્યાન આપતા નથી તેથી આપણે કરેલી તમામ મહેનત પાણી માં જાય છે.જે વ્યક્તિના મોઢામાંથી વાસ આવતી હોય છે તેનાથી લોકો દૂર ભાગે એ સહજ છે. આ વાસનું એક કારણ ઓરલ હાઇજીનનો અભાવ છે જ, પરંતુ એવા લોકો જે બે વાર બ્રશ કરે છે અને મોઢું સાફ રાખે છે તેમના મોઢામાંથી પણ વાસ આવી શકે છે.

સમાંન્ય રીતે દાંત, પેઢાં, જીભ અને ગલોફાંની યોગ્ય સફાઈ ન રાખવામાં આવે ત્યારે મોઢામાંથી ગંદી વાસ આવે છે. પણ શું જાણો છો કે અન્ય કેટલાક કારણો પણ છે જેમાં ધ્યાન ન રાખવામાં આવે ત્યારે પણ મોંમાંથી સતત દુર્ગંધ આવે છે. મોંમાંથી ખરાબ વાસ આવવાથી લોકો શરમજનક પરિસ્થિતિ પેદા થાય છે. ક્યારેક ક્યારેક શરીરને જેટલા પાણીની જરૂર હોય છે એટલું પાણી ન પીવા પર પણ મોંમાંથી વાસ આવતી હોય છે. જેમના મુખમાંથી વાસ આવતી હોય છે. ચાલો જાણીએ મોઢામાંથી વાસ આવવાના કારણો અને ઉપાય.

આ કારણોથી મોઢામાંથી આવે છે વાસ ઓરલ હાઈજીનનું ધ્યાન ન રાખવું. જેમ કે મોઢું, દાંત,પેઢાં, જીભી બરાબર સફાઈ કરવી જરૂરી છે. ઓછું પ્રવાહી લેવાને કારણે થતી ડ્રાય માઉથની સમસ્યાને કારણે પણ મોઢામાંથી વાસ આવે છે. જે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય કે શ્વસનને લગતા કોઈ પણ પ્રૉબ્લેમ જેમ કે શરદીથી લઈને અસ્થમા સુધી કોઈ પણ પ્રકારની તકલીફમાં તેના મોઢામાંથી વાસ આવી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિને પાચનને લગતા પ્રોબ્લેમ્સ હોય જેમ કે અપચો હોય કે કબજિયાત હોય ત્યારે તેના મોઢામાંથી વાસ આવી શકે છે. ડુંગળી, લસણ, કોફી વધુ લેતા હોય, તમાકુ ચાવતા હોય અને સ્મોકિંગની આદત હોય એવી વ્યક્તિઓના મોઢામાંથી પણ વાસ આવતી હોય છે.

આ ઉપાયો કરવાથી સમસ્યા કાયમ માટે થઈ જશે દૂરસવાર-સાંજ સરખી રીતે બ્રશ કરવું જોઈએ.પાચન ક્રિયાની ખરાબીને લીધે શ્વાસ દુર્ગંધયુક્ત થઈ જાય છે. તેનાથી છુટકારો મેળવવા માટે પાંચ મુનક્કા અને પાંચ એલચીને છોલીને તેના દાણા મોઢામાં મુકવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે.અજીર્ણ, કફની ખરાબી, અપચાને લીધે મોઢામાંથી વાસ આવતી હોય તો દરરોજ નિયમિત 10 ગ્રામ મુનક્કા ખાવા જોઈએ.સવારે લીમડોનું દાતણ સૌથી ઉત્તમ છે. દાતણ કરવાથી દાંત મજબૂત તથા નિરોગી બને છે. મુખ સાફ રહે છે અને વાસ પણ નથી આવતી.એલચી અને ફુદીનાના પાન ચાવવાથી પણ મુખની દુર્ગંધથી છુટકારો મળે છે.

જો વાસનું કારણ ઓરલ હાઇજીન હોય તો દરરોજ સવારે ઊઠીને અને રાત્રે સૂતાં પહેલાં બ્રશ કરવું ખૂબ જરૂરી છે. ઘણા લોકો વાસ દૂર કરવા માટે માઉથવૉશનો પ્રયોગ કરતા હોય છે, પરંતુ ફક્ત માઉથવોશ મોંને સાફ કરે છે દાંત વચ્ચે ફસાયેલા ખોરાકને નહીં, જે વાસ માટે જવાબદાર બને છે. માટે માઉથવૉશ કરતાં પણ વધુ જરૂરી બ્રશિંગ છે.એક કપ પાણીમાં અડધી ચમચી જીરૂં 2-3 મિનિટ ઉકાળી આ પાણીથી કોગળા કરવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે. દિવસ દરમિયાન ઓછામાં ઓછા 8થી 10 ગ્લાસ પાણી પીવું.ભોજન બાદ, તમે એક ઇલાયચી દાણો ખાઇ શકો છો અને તેને લાંબા સમયના રૂપમાં 20 મિનિટ માટે શ્વાસની વાસ ભગાડવા માટે ચાવી શકો છો.

દાડમની છાલને પાણીમાં ઉકાળી તે પાણીથી કોગળા કરવાથી આ સમસ્યા દૂર થશે. દિવસમાં એક વખત સરસિયાંના તેલમાં થોડું મીઠું નાખી દાંત તથા પેઢાંની માલિશ કરવી. ધ્યાન રાખવું લાર થૂકતા રહેવું. તેનાથી મુખ એકદમ સ્વસ્થ થઈ જાય છે.ભોજન બાદ દુર્ગંધ દૂર કરવા માટે તમે તાજા કોથમીરના પાંદડા ચાવીને ખાઇ શકો છો.તુલસીના ચાર પાન દરરોજ ખાયને તેની ઉપર પાણી પીવાથી પણ મુખની દુર્ગંધ દૂર થઈ જાય છે.એક લવિંગ મુખમાં રાખીને ચૂસવાથી લાભ થાય છે.જમ્યા પછી બંને સમયે અડધી ચમચી વરિયાળી ચાવવાથી અમુક દિવસમાં જ મોંમાંથી આવતી આવતી દૂર થઈ જાય છે અને પાચન ક્રિયા પણ સારી થઈ જાય છે.

મોઢાની દુર્ગંધને વધુ પાણી પીને પણ દુર કરી શકાય છે જી, હા તેના માટે તમારે રોજના 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. તેથી તમે આ સમસ્યાથી તમને બચાવી શકો.લવિંગ – તે ભોજનમાં સ્વાદ વધારવા માટે વપરાય છે જેને આપણે શરદી અને તાવ ભગાડવા માટે પણ પ્રયોગમાં લઇએ છીએ. આનાથી તમે મોઢાની વાસને પણ ભગાડી શકો છો અને જો ગળામાં દર્દ છે તો તે પણ આનાથી જતો રહેશે.
ફુદીનાના પાન – આ પાંદડા એક પ્રાકૃતિક માઉથ ફ્રેશનર છે જે મોઢાની ગંધનો ઇલાજ કરી શકે છે.

વરિયાળી – આની સુગંધ બહુ તેજ હોય છે. આવામાં તમે થોડી ખાશો તો પણ તે ફાયદો કરશે. સાથે તે લાંબા સમય સુધી કાર્ય કરવામાં પણ સક્ષમ હોય છે.દ્રાક્ષ – આના સ્વાસ્થ્ય પ્રત્યેના મોટા મોટા ગુણો તો તમે સાંભળ્યા જ હશે પણ શું તમને એ માલુમ છે કે તે ખાવાથી મોઢામાં દુર્ગંધ નથી આવતી. તો હવે પછી જ્યારે પણ તમે કોઇ ફળ ખરીદવા જાઓ તો દ્રાક્ષ લેવાનું ન ભૂલશો. જામફળ – આ ફળ અને તેના બીજ મોઢાની સમસ્યાને દૂર કરવામાં બહુ કારગર હોય છે. આ સાથે જામફળના પાંદડામાં પણ એટલી શક્તિ હોય છે કે તે તમારા પેટને પણ સાજુ રાખે અને મોઢાની દુર્ગંધને દૂર કરે.

About bhai bhai

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *