આ વખતે ગરમી ગાભા કાઢી નાખશે!100 થી પણ વધારે વર્ષ નો રેકોર્ડ તૂટ્યો,ગરમીને લઇને હવામાન વિભાગની મોટી આગાહી,જાણો

0
208

આ વર્ષે માર્ચ મહિનામાં ગરમીએ નવો રેકોર્ડ સર્જ્યો છે. અત્યાર સુધી એટલે કે છેલ્લા 100 થી પણ વધારે વર્ષોથી માર્ચ મહિનામાં આટલી ગરમી નો મહિનો રહ્યો નથી. આપને જણાવી દઇએ કે 2022 માં દેશનું સરેરાશ તાપમાન 33.10 ડિગ્રી નોંધાયુ છે. દેશભરમાં આ વર્ષે હોળી પહેલા તાપમાનમાં વધારા સાથે ગરમીએ પોતાનો રંગ દેખાડવાનું શરૂ કરી દીધું હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે દેશના તાપમાનમાં થયેલા વધારાએ છેલ્લા 121 વર્ષનો રેકોર્ડ તોડયો છે.માર્ચ મહિનાના મધ્ય ભાગથી રાજસ્થાન અને ગુજરાત અને મધ્ય પ્રદેશ સહિત ભારતના અનેક રાજ્યોમાં ગરમીએ હલચલ મચાવી દીધી છે. દેશના માર્ચ મહિનામાં સરેરાશ તાપમાન 30 ડીગ્રી સેલ્સીયસ રહ્યું હતું.

જે સામાન્ય તાપમાન કરતા 1.86 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. ભારતીય હવામાન વિભાગના ડેટા અનુસાર દેશમાં માર્ચ મહિનો 1901 માં સૌથી વધારે ગરમ મહિનો રહ્યો હતો તે દરમિયાન મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.86 ડીગ્રી સેલ્સિયસ વધારે હતું.હવામાન વિભાગના રિપોર્ટના જણાવ્યા અનુસાર સમગ્ર દેશમાં સરેરાશ વરસાદ ગયા વર્ષની સરેરાશ કરતા 71 ટકા ઓછો થયો હતો.

સૂત્રો અનુસાર દેશમાં માર્ચ મહિનામાં સરેરાશ તાપમાન 33.10 ડિગ્રી સેલ્સિયસ છે. ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધારે તાપમાન નોંધાયું છે જે સામાન્ય તાપમાન કરતા 3.91 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું તો મધ્ય વિસ્તારમાં પણ માર્ચ મહિનામાં સામાન્ય તાપમાન કરતા 1.62 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર અને મધ્ય ભારતમાં હાલ ગરમી માં કોઈ પ્રકારની રાહત મળી નથી. હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર એપ્રિલ મહિના શુષ્ક રહેવાની શક્યતા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને તેના આસપાસના વિસ્તારોમાં એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં હિટવેવની સ્થિતિ યથાવત રહેશે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.