Breaking News

મોટા ભાગ ના લોકોને નથી ખબર હનુમાન ચાલીસા કરવાની સાચી રીત,જાણી લો એની સાચી રીતે,ખૂબ પ્રસન્ન થશે હનુમાનજી…

મિત્રો, ઘણા લોકો નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ કરતા હોય છે. તેમજ ઘણા લોકો મંગળવાર અને શનિવારના રોજ નિયમિત હનુમાનજીના દર્શન કરવા પણ જતા હોય છે. ઘણા લોકો શનિવારે અથવા તો મંગળવારના રોજ હનુમાન ચાલીસાનો 3, 5 કે 11 વખત પાઠ કરતા હોય છે. આ સમયની મહામારીમાં ઘણા લોકો પાસે સમય ન હોવાના કારણે હનુમાન ચાલીસાનો પાઠ ન કરી શકે. તો લોકો મંદિર માત્ર દર્શન માટે પણ જતા હોય છે. તો આજે આ લેખમાં અમે તમને હનુમાન ચાલીસા વિશે ખુબ જ ખાસ વાત જણાવશું. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

એક સંદર્ભ મુજબ, જ્યારે ઔરંગઝેબએ તુલસીદાસને બંદી બનાવી લીધા હતા, ત્યારે હનુમાનજીની શ્રદ્ધાના કારણે જ તેમણે જેલમાં જ હનુમાન ચાલીસાની રચના કરી હતી. જેની અંદર ત્રણ દોહા અને 40 ચોપાઈઓ છે. હનુમાન ચાલીસામાં હનુમાનજીના જીવનનો સાર છુપાયેલો છે જેને વાંચવાથી જીવનમાં શક્તિ અને પ્રેરણા મળે છે.

હનુમાન ચાલીસના પાઠ માત્ર આપણાં ધર્મ, આસ્થા કે શ્રધ્ધા સાથે સીમિત નથી, પરંતુ આપણી શારીરિક અને માનસિક સમસ્યાઓ પણ દૂર કરવા માટે મદદરૂપ થાય છે. હનુમાન ચાલીસાનો જાપ કરવાથી દરેક પરેશાની અને રોગનો ઉપચાર શક્ય છે. તેના માટે દરરોજ મંગળવારે અને શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો સૌથી શ્રેષ્ઠ રહેશે.

લોકો હનુમાન ચાલીસાનો પાઠ તો કરે છે પરંતુ ઘણીવાર તેમને આ પાઠ કરવાની સાચી રીત ખબર નથી હોતી. તેથી તે અજાણતા દોષ કરી બેઠે છે. જો તમે પણ આ પાઠ કરવાની સાચી રીત નથી જાણતા તો આ લેખમાં એ રીતે જણાવવામાં આવી છે. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

ગમે ત્યાં બેસીને અથવા તો ગમે તેવી પરિસ્થિતિમાં હનુમાન ચાલીસાનો પાઠ કરી શકાય છે. પરંતુ તમારે આવું ન કરવું જોઈએ. કારણ કે જો તમે આવું કરો છો, તો અજાણતા જ તમે દોષિત થઈ જાવ છો. આથી હનુમાન ચાલીસાનો પાઠ કરવાની ખુબ જ સરળ રીત છે અને જો તમે એમ કરો છો તો હનુમાનજી તમારા પર જરૂરથી પ્રસન્ન થશે.

જેમ કે તમે જાણો જ છો કે, હનુમાનજી ભગવાન શ્રી રામના ભક્ત છે. આથી કોઈ પણ ભક્ત પોતાના સ્વામીને પ્રસન્ન કરવા હંમેશા આતુર હોય છે. આથી જો તમે હનુમાનજીને પ્રસન્ન કરવા માંગતા હો, તો પ્રભુ શ્રી રામને પ્રથમ પ્રસન્ન કરવા જોઈએ. આથી હનુમાન ચાલીસાનો પાઠ કરતા પહેલા શ્રી રામનું નામ લેવું જોઈએ અને પછી હનુમાન ચાલીસાનો પાઠ શરુ કરવો જોઈએ.

ઘણીવાર તમે ઉતાવળમાં હનુમાન ચાલીસાનો પાઠ કરતા હો છો. આમ ઉતાવળમાં પાઠ કરવાથી શબ્દોનું ઉચ્ચારણ વ્યવસ્થિત નથી થતું અને ખોટા ઉચ્ચારણ થાય. માટે શાંતિથી કોઈ એક સ્થાન પર બેસીને નિરાંતે પાઠ કરવો જોઈએ. આમ કરવાથી મનને પણ આનંદ મળશે. આ ઉપરાંત તમે જ્યારે પણ હનુમાન ચાલીસાનો પાઠ કરો ત્યારે મનમાં ન કરવો પણ મોટેથી બોલીને પાઠ કરવો જોઈએ.

આ સિવાય કોઈ પણ પૂજા કે પાઠ કરતા પહેલા તમારે સંપૂર્ણ સ્વસ્થ થઈને એટલે કે સ્નાન કરીને, સ્વસ્છ કપડા પહેરીને પાઠ કરવો જોઈએ. આ સિવાય તમે જે આસન પર બેસીને પાઠ કરવા હોય તે સ્વસ્છ અને લાલ રંગનું હોવું જોઈએ અને આ લાલ રંગનું આસન ઉનનું હોય તો વધુ સારું.

તમે એ પણ જાણો છો કે, હનુમાનજી બ્રહ્મચારી છે. આથી કોઈ પણ મહિલાઓએ હનુમાનજીને સ્પર્શ ન કરવો જોઈએ, તેમને વસ્ત્ર પહેરાવી નથી શકતી, કે સ્નાન પણ નથી કરાવી શકતી, પણ પાણી ચડાવ્યા વગર પૂજા અધુરી ગણાય છે. માટે મહિલાઓએ હનુમાન ચાલીસાનો પાઠ કરતા પહેલા એક લોટામાં પાણી લઈને બેસવું જોઈએ અને પાઠ પુરા થયા પછી તે પાણીની પ્રસાદી લેવી જોઈએ.

હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવી ખૂબજ સરળ છે. તેમનું નામ સ્મરણ કરવા માત્રથી જ બધા સંકટ દૂર થઈ જાય છે, પરંતુ અમુક બાબતોનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે.કોઈપણ દેવની સાધના કરવાનો પહેલો નિયમ છે શુધ્ધતા અને પવિત્રતા. હનુમાનજીને ધરવામાં આવતો પ્રસાદ શુદ્ધ ઘીનો બનેલો હોવો જોઈએ.

હનુમાનજીને તલના તેલમાં મળેલા સિંદૂરનો લેપ કરવું જોઈએ.હનુમાનજીને કેસરની સાથે ઘસેલું ચંદન લગાવવું જોઈએ.લાલ અને પીળા રંગના ફૂલ ચડાવવા જોઈએ. કમળ, ગલગોટા, સૂર્યમુખીના ફૂલ ચડાવનાર પર હનુમાનજી પ્રસન્ન થાય છે.

નૈવેદ્યમાં સવારે પૂજનમાં ગોળના લાડું, બપોરે ગોળ, ઘી અને ઘઉંની રોટલીનું ચૂરમું અર્પિત કરવું જોઈએ. રાત્રે કેરી, જામફળ, કેળા વગેરે ફળોનો પ્રસાદ અર્પિત કરવું.હનુમાનજીની મૂર્તિની સામે ઊભા રહી તેના નેત્રને જોતા મંત્રના જપ કરવા જોઇએ, પરંતુ મહિલાઓએ તેમના ચરણ તરફ જોઈને મંત્રનો જાપ કરવો જોઇએ.

આમ જો મિત્રો, તમે પણ હનુમાનજીને પ્રસન્ન કરવા માંગતા હો, તો જરૂરથી આ લેખ અનુચાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની સાચી રીત જાણી પાઠ કરવાનું શરૂ કરો.

About Admin

Check Also

કરજણ માં છે બાપા બજરંગ દાસનું સેવા આશ્રમ, તસવીરો માં જુઓ ત્યાંનો મન મોહક નજારો.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ગુજરાતની એક એવી પવિત્ર ભુમી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *