માતા પોતાના 3 બાળકો સાથે ટ્રેનની સામે કૂદી પડી, માતા અને 2 બાળકીઓના કરૂણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના

0
27

અજમેરમાં એક મહિલાએ ત્રણ બાળકો સાથે ટ્રેનની આગળ કૂદી પડી હતી. આ ઘટનામાં મહિલા અને બે પુત્રીઓનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં દોઢ વર્ષનો માસૂમ બાળક બચી ગયો હતો. હાલમાં તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, ગેહલોત કોલોની પાસે રેલવે ટ્રેક પર એક મહિલા 3 બાળકો સાથે આવી હતી. ત્યારબાદ મહિલા 3 બાળકો સાથે ટ્રેન ની સામે કૂદી પડી હતી.

આ ઘટનામાં બે પુત્રીઓ અને મહિલાનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું છે. એક બાળકનો બચાવ થયો છે. આ ઘટનાની જાણ ટ્રેન ચાલકે રેલવે પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

ઉપરાંત ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.  મૃત્યુ પામેલી મહિલાનું નામ માય હતું. આ ઘટનામાં 7 વર્ષીય પુત્રી સુમન અને 4 વર્ષીય પુત્રી મનીષાનું મૃત્યુ થયું છે. તેઓ ઇન્દ્રા કોલોનીના રહેવાસી હતા. આ પરિવાર ખૂબ જ ગરીબ હતો.

તે એક ઝૂંપડામાં રહેતા હતા. આ ઘટનામાં આબાદ બચાવ થયેલા બાળકનું નામ ક્રિષ્ના છે. મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું તેનું હજુ કોઈ પણ કારણ સામે આવ્યો નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.