Breaking News

મુઘલોની આ દીકરી થઈ ગઈ હતી ભગવાન શ્રી કૃષ્ણની દીવાની,તો બદલામાં મળી આવી ભયંકર સજા..

ઔરંગઝેબનું જીવન વિવાદાસ્પદ રહ્યું હતું, જેમાં જજિયા વેરો, શરિયત (ઇસ્લામી કાનૂન) નિતીઓ, હિંદુ મંદિરોનો વિનાશ, તેના ભાઇ દારા સિકોહ, મરાઠા રાજા સાંભાજી અને શિખોના નવમા ગુરુ તેગ બહાદુરની હત્યાઓનો સમાવેશ થાય છે. ઇસ્લામી કાનૂન અનુસાર તેણે સંગીત, જુગાર, વ્યભિચાર, દારૂ અને નશીલા પદાર્થોના સેવન પર પ્રતિબંધ મૂક્યો હતો.વિવિધ ઇતિહાસકારોના મત અનુસાર, તેની મંદિર તોડવાની પ્રવૃત્તિઓની સાથે તેણે મંદિરોનું બાંધકામ,અને સમારકામ પણ કરાવ્યું હતું.

ઔરંગઝેબની પુત્રી જબુન્નિસાને પોતાના પિતાની ઇચ્છા વિરુદ્ધ પ્રેમ કરવો પડ્યો હતો ભારે અને અંતે ૨૦ વર્ષ સુધી દિલ્હીના સલીમગઢ કિલ્લામા કેદ થયા બાદ અહી તેનુ નિધન થયુ હતુ. શાહજહાં અને મુમતાઝ મહેલના પ્રેમની વાતો બાળકથી માંડીને વૃધ્ધો સુધી બધાને હૈયે હોય છે. તે જ સમયે તે બંનેના છઠ્ઠા સંતાન અને ત્રીજો પુત્ર ઓરંગઝેબ જે ક્રૂર મોગલ શાસક તરીકે પણ ઓળખાય છે. ઓરંગઝેબની પુત્રી જેબુન્નિસાને પોતાના પિતાની ઇચ્છા વિરુદ્ધ પ્રેમમા પડવુ ભારે પડ્યુ હતુ અને આખરે અહી દિલ્હીના સલીમગઢ કિલ્લામા ૨૦ વર્ષ જેલવાસ ભોગવ્યા બાદ તે અહી અવસાન પામી હતી.

ઇતિહાસકારોના કહેવા મુજબ તે બે દાયકાઓ સુધી કિલ્લામા કેદ રહી હતી અને શેર-ઓ-શાયરીથી પોતાનુ મનોરંજન કરતી હતી. ૧૭૦૭ મા તેના પર થતા ત્રાસને કારણે મૃત્યુ પામ્યા હતા. પરંતુ મૃત્યુ પામતા પહેલા તેઓ કૃષ્ણભક્ત તરીકે જાણીતા થયા હતા.

ઇતિહાસકારો કહે છે કે જ્યારે જબુન્નીસાએ એક કાર્યક્રમ દરમિયાન બુંદેલા મહારાજા છત્રસાલને જોયો ત્યારે તેણ પોતાનુ દિલ તેને આપી બેઠી હતી. આ ઘટનાની જણ ઓરંગઝેબને થઈ. ઓરંગઝેબ મહારાજા છત્રસાલને પોતાનો દુશ્મન માને છે. ઓરંગઝેબે જબુન્નિસાને ઠપકો આપ્યો. રાજા છત્રસાલ મસ્તાનીના પિતા હતા.

મહારાજા છત્રસાલને પસંદ કર્યા પછી જબુન્નિસાનુ હૃદય મરાઠા છત્રપતિ શિવાજી ઉપર આવ્યુ. શિવાજીની બહાદુરીની કથાઓથી ઘાયલ જેબુન્નીસાએ જ્યારે આગ્રામા મરાઠા છત્રપતિ શિવાજીને જોયો ત્યારે જબુન્નિસા પોતાનુ દિલ આપી બેઠી. જબુન્નીસાએ પોતાના પ્રેમની વિનંતી શિવાજી મહારાજને મોકલી પરંતુ શિવાજીએ તેનો પ્રસ્તાવ સ્વીકાર્યો નહિ.

જબુન્નીસાએ બે વાર પ્રેમ ઠોકર ખાધા પછી શાયરી કરવા લાગી. આ સાથે તે મુશાયર અને મહેફિલમા ભાગ લેવાનુ શરૂ કર્યું. આમાંની એક મહેફિલમા જબુન્નિસા કવિ અકિલ ખાન રાજીને મળી અને તે મુલાકાત પ્રેમમા ફેરવાઈ. હવે લોકોએ આ બંનેના પ્રેમની વાત શરૂ કરી દીધી હતી.

અકિલ ખાનજી તરફથી તેમની પુત્રીના આ પ્રેમને ઓરંગઝેબ સહન કરી શક્યા નહી. લાખ વખત ના પાડ્યા પછી પણ જબુન્નિસાએ વાત ન સાંભળી તેથી ઓરંગઝેબે તેને ૧૯૬૧ મા દિલ્હીના સલીમગઢ કિલ્લા પર કેદ કરી દીધી અને અકિલ રાઝીને હાથીઓના પગનીચે કચડી નાખ્યો અને અનામી જગ્યાએ દફનાવવામા આવ્યો હતો. કેદ દરમિયાન જબુન્નિસાએ ૫૦૦૦ થી વધુ ગઝલ, શેર અને રૂબૈયા અને કવિતા સંગ્રહ ‘દિવાન-એ-મખી’ લખી હતી.

ઓરંગઝેબનો હિન્દુઓ પ્રત્યેનો દ્વેષ જોઈને જબુન્નિસાએ કેદ દરમિયાન બળવો કર્યો અને કૃષ્ણને અપનાવી લીધા હતા. મોગલ સમાજમા જબુન્નીસાનુ સ્થાન મીરાબાઈ જેવુ જ છે. જબુન્નીસાના વ્યક્તિત્વનો અંદાજ આ વાતથી લગાવી શકાય છે કે મોગલ રાજવંશના તેના છેલ્લા શાસક બહાદુર શાહ ઝફર સિવાય જબુન્નિસાની કવિતાને વિશ્વ દ્વારા પ્રશંશા કરવામા આવે છે.

મિર્ઝા ગાલિબ પહેલા તે એકમાત્ર કવિ હતી જેમના રૂબીઝ, ગઝલ અને શેરોનુ અનુવાદ અંગ્રેજી, ફ્રેન્ચ, અરબી સહિત અનેક વિદેશી ભાષાઓમા થયુ હતુ.જનતામાં ઔરંગઝેબની છાપ હિંદુઓ સામે નફરત ફેલાવનારા, ધાર્મિક ઝનૂનથી ભરેલા કટ્ટરવાદી બાદશાહની રહી છે.પોતાના રાજકીય ઉદ્દેશ માટે પોતાના મોટાભાઈ દારા શિકોહની હત્યા કરનાર તરીકે તેમને યાદ કરાય છે.એટલું જ નહીં, પોતાના વૃદ્ધ પિતાને પણ તેમનાં જીવનનાં છેલ્લાં સાત વર્ષો આગ્રાના કિલ્લામાં કેદ કરીને રાખ્યા હતા.

હાલમાં એક પાકિસ્તાની નાટ્યકાર શાહિદ નદીમે લખ્યું છે કે ભારતમાં વિભાજનના બીજ તે વખતે જ વાવી દેવાયાં હતાં, જ્યારે તેમણે પોતાના મોટાભાઈ દારાને હરાવી દીધા.જવાહરલાલ નહેરુએ પણ 1946માં પ્રગટ થયેલા પોતાના પુસ્તક ‘ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’માં લખ્યું છે કે ઔરંગઝેબ ધર્માંધ અને રૂઢિચૂસ્ત વ્યક્તિ હતી.કેટલાક મહિના પહેલાં એક અમેરિકન ઇતિહાસકાર ઑડરી ટ્રસ્ચકેનું પુસ્તક ‘ઔરંગઝેબ – ધ મેન એન્ડ ધ મિથ’ બહાર પડ્યું છે.તેમાં પણ તેમણે લખ્યું છે કે ઔરંગઝેબ હિંદુઓને નફરત કરતા હતા એટલે મંદિરોને તોડ્યાં તેવી વાત ખોટી છે.

ટ્રસ્ચકે નેવાર્કની રૂટજર્સ વિશ્વવિદ્યાલયમાં દક્ષિણ એશિયાનો ઇતિહાસ ભણાવે છે.તેઓ લખે છે કે ઔરંગઝેબની ઇમેજ બગાડવા પાછળ અંગ્રેજોના જમાનાના ઇતિહાસકાર જવાબદાર છે.તેઓ હિંદુ અને મુસ્લિમ વચ્ચે વેર ઊભું કરીને ભાગલા કરો અને રાજ કરોની નીતિ અપનાવતા હતા.આ પુસ્તકમાં એવું પણ લખાયું છે કે જો ઔરંગઝેબનું શાસન 20 વર્ષ ઓછું ચાલ્યું હોત તો આધુનિક ઇતિહાસકારોએ અલગ રીતે તેમનું મૂલ્યાંકન કર્યું હોત.

About bhai bhai

Check Also

જો શારીરિક સંબંધ બાંધતી વખતે સતત થતો રહે છે દુઃખાવો યો આ એક ઉપાયથી તેને કરીશકો છો ગાયબ,જાણીલો આ ઉપાય વિશે…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સેક્સ કરવાથી તાજગીનો સંચાર થાય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *