Breaking News

મુકેશ અંબાણીનાં કામને લગતી આ ખાસ વાતો તમે ભાગ્યજ જાણતાં હશો, જાણો ખાસ રહસ્ય જે તમે ભાગ્યહ જાણતાં હશો……

દેશના સૌથી શ્રીમંત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની એકમાત્ર દીકરી ઈશા અંબાણીને તાજેતરમાં જ દુનિયાના ફેમસ મેગેઝીન ફોર્ચ્યુને પોતાના ’40 અંડર 40’ યાદીમાં સ્થાન આપ્યું છે. તેના જોડિયા ભાઈ આકાશ અંબાણીને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે. જણાવી આપીએ કે આ સિદ્ધી તેને રિલાયન્સ ગ્રુપની કંપની જીયો પ્લેટફોર્મ્સને આગળ વધારવા માટે નિભાવવામાં આવેલી ભૂમિકા માટે આપવામાં આવી છે.ફોર્ચ્યુન મેગેઝીન દર વર્ષે ફાઈનેંસ, ટેકનોલોજી, હેલ્થકેયર, પોલીટિક્સ, મીડિયા અને એંટરટેનમેંટ કેટેગરીમાં આ યાદી જાહેર કરે છે. તેમાં આખી દુનિયા માંથી માત્ર 40 લોકોને જ સામેલ કરવામાં આવે છે.

મુકેશ અંબાણી ૨૧.બિલીયન ડોલરના માલિક છે.મુંબઈમા ૨૭ માળનો બંગલો છે. બંગલાની  કિંમત ૬૩ કરોડ પાઉન્ડ એટલે કે લગભગ એક અરબ ડોલર છે.આ બંગલો મુંબઈના ‘ઓફ પેડર રોડ’ પર ‘અલ્ટામાઉન્ટ રોડ’ પર સ્થિત છે. ગગનચુંબી ઈમારતમાં રહેવા માટે ૪ લાખ વર્ગ ફૂટની જગ્યા છે અને આ બધું અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે.

આ ઘરની માર્કેટ વેલ્યુ આશરે ૬૦૦૦ કરોડ રૂપિયા છે ત્યારે ડોલરમાં આ ઘરની કીમત ૨ બિલિયન ડોલર છે. ત્યારે અ ઘરને બનાવવામાં આશરે ૧૧,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. તેમાં એક બોલરૂમ છે. છત ક્રિસ્ટલથી સજાયેલ છે. મુકેશ અંબાણીના ઘરમાં એક સિનેમા થીયેટર છે. આશરે ૬૦૦ લોકોનો સ્ટાફ દિવસ-રાત આ ઘરની સાફ સફાઈમાં રહે છે.વિશાળકાય એન્ટીલિયા ઘરના છ માળ પર માત્ર પાર્કિંગ અને ગેરેજ છે. એન્ટીલિયામાં 6 ફ્લોર માત્ર કાર માટે આરક્ષિત છે તેમાં એટલી જગ્યા છે કે, આશરે ૧૬૮ કાર ઉભી રાખી શકાય. સાતમાં ફ્લોર પર અંબાણી પરિવારની કારો માટે એક કાર સર્વિસ સ્ટેશન છે. એન્ટાલીક મહાસાગરના એક પૌરાણિક દ્વીપના નામ પર તેનું નામ એન્ટીલિયા રાખવામાં આવ્યું છે.

મુકેશભાઈ અંબાણી લગભગ 2.35 લાખ રૂપિયા પ્રતિ મિનિટ કમાય છે. એટલે કે એક દિવસની કમાણી 1.4 કરોડ રૂપિયા થઈ.મુકેશ અંબાણીની ધર્મપત્ની સવારે જે કપમાં ચા પીવે છે એ કપ જાપાનની બ્રાન્ડનો છે. જેની કિંમત લગભગ 3,00,000 રૂપિયા છે.મુકેશ અંબાણીની દિકરી ઈશા આખા ભારતમાં ઓછી ઉમરવાળી સેલિબ્રિટીઝમાં ફેમસ છે.

નીતા અંબાણીને ટ્રેડિશનલ ડ્રેસ પહેરવાનું પસંદ છે. પુત્રના લગ્નમાં તેણે પહેરેલી સાડીની કિંમત આશરે 50 લાખ રૂપિયા હોવાનું જણાવાયું હતું. નીતા અંબાણીને સલવાર-સૂટ અને લહેંગા પહેરવાનું પસંદ છે. તેના કપડામાં એકથી વધતા કિંમતી સલવાર-સુટ્સનો સંગ્રહ છે. દેશના મોટા ડિઝાઇનરો નીતા અંબાણી માટે કપડાં ડિઝાઇન કરે છે.

મુકેશ અંબાણી પોતાની લાઈફમાં ગમે એટલા વ્યસ્ત કેમ ન હોય, પણ દર રવિવારે તેઓ આખો દિવસ પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ પોતાના પરિવારને વધુ મહત્વ આપે છે.મુકેશ અંબાણીનું આખું પરિવાર શુદ્ધ શાકાહારી છે.અંબાણી પરિવાર પાસે લગભગ બધી જ લગ્ઝરી કારનું વિશાળ કલેક્શન છે.

મુકેશ અંબાણીને પોતાનો બર્થડે ઉજવવા કરતા પોતાના પરિવારના સભ્યોનો બર્થડે ઉજવવો ખૂબ ગમે છે. એમણે ફક્ત પોતાનો 50મો જન્મ દિવસ ઉજવ્યો હતો. તમને જણાવી દઈએ કે ભારતમાં ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં મુકેશ અંબાણી એ ફિલ્મ જોઈ લે છે.મુકેશ અંબાણીની ઓફીસમાં એમની એકપણ પર્સનલ કેબિન નથી. તેઓ કર્મચારીઓ સાથે અનુકૂળ જગ્યાએ બેઠીને કામ કરી લે છે.

તમને જણાવી દઈએ કે નીતા અંબાણી પાસે જગતનો સૌથી મોંઘો સ્માર્ટફોન છે. જેની કિંમત ફક્ત 311 કરોડ રૂપિયા છે. આ ફોનનું નામ ફાલ્કન સુપરનોવા આયફોન-6 પિંક ડાયમંડ છે. જેની કિંમત 48.5 મિલિયન ડૉલર છે. આ ફોન 2014માં લોન્ચ કરાયો હતો. આ ફોનની બોડી 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ છે. ફોનની પાછળ મોટો પિંક ડાયમંડ છે. સિક્યોરિટીનાં મામલે આ ફોન અવ્વલ છે.અંબાણીનાં એન્ટીલિયા હાઉસમાં લગભગ 600 કર્મચારીઓનો સ્ટાફ છે. જેમાં લગભગ દરેક કર્મચારીનો પગાર 1 થી 2 લાખ રૂપિયા જેટલો છે.

દરેક મહિલા ત્યારે વધારે ખુશ થાય છે જ્યારે તેમના શરીર ઉપર મોંઘા ઝવેરાત હોય.નીતા અંબાણી પણ કાંઈ કમ નથી અને તે જોરદાર ઝવેરાતની શોપિંગ કરે છે. પારંપરિક સોનુ અને કુંડનના ઝવેરાત નીતા અંબાણીને વિશેષ રૂપથી પસંદ છે. તેમના પ્રોફેશનલ એક્ટિવિટીઝ દરમ્યાન નીતા અંબાણી સોલિટેર (ડાયમંડ) ના ઝવેરાત પહેરવાનું પસંદ કરે છે તેમની રીંગની કિંમતની શરૂઆત 5 થી 7 લાખ રૂપિયા છે, જો કે, નીતા અંબાણીની પસંદની કિંમતી જવેલરી ડાયમંડ રિંગ છે જે મુકેશ અંબાણી એ પ્રપોઝ કરતી વખતે પહેરાવી હતી.તેની કિંમત આજથી 30 વર્ષ પહેલાં 18,700 રૂપિયા હતી.

એન્ટીલિયાનું દર મહિનાનું લાઈટ બિલ 70 લાખ રૂપિયાઆવે છે. એક મહિનામાં 6,37,240 યુનિટ વીજળીનો વપરાશ છે.અંબાણી હાઉસમાં 9 મોટી લિફ્ટ, સ્વિમિંગ પુલ, સિનેમા હોલ અને જિમ્નેશિયમ છે ઉપરાંત લગભગ 160 ગાડીઓ માટેની પાર્કિંગ સુવિધા પણ છે.નીતા અંબાણીને સ્ટાઇલિશ સેન્ડલનો વધારે શોખ છે એક ઈંગ્લીશ ન્યૂઝપેપરની જેમ, નીતા અંબાણીના ડ્રેસ, તેમના સેંડલ્સ ક્યારે પણ રિપીટ નથી થતા. તેમની પાસે પેડ્રો, ગાર્સિયા, ઝિમ્મી ચુ, પેલમોડા, માર્લિન બ્રાન્ડના સેંડલ્સ છે.આ બધી બ્રાન્ડના સેન્ડલસની કલેક્શન છે જેની કિંમત પણ 1 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

નીતા અંબાણી બ્રાન્ડેડ વૉચની પણ શોખીન છે.તેમના વૉચના કલેક્શનમાં બુલ્ગારી, કાર્ટીયર, રાડો, ગુચિ, કેલ્વિન કેલીન, અને ફૉશીલ જેવી બ્રાન્ડનો સમાવેશ છે.તે બ્રાન્ડના વૉચની કિંમત દોઢથી બે લાખ રૂપિયાથી શરૂ થાય છે. ધનવાન લોકો સામાન્ય રીતે પોતાના કેટલાક ખાસ વ્યક્તિઓને કંઈક એવી વસ્તુ ગિફ્ટ આપે છે જે વધારે જ ખાસ હોઈ જે ખૂબ મોંઘી પણ હોઈ છે.

About bhai bhai

Check Also

How to get a job in USA?

The country United States is formed by various ethnic groups who settled there for trade. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *